17. આમ, ઇબ્રાહિમથી દાઉદ સુધીની બધી મળીને ચૌદ પેઢી, દાઉદથી બાબિલના બંદીવાસ સુધીની ચૌદ પેઢી, અને બંદીવાસના સમયથી ખ્રિસ્ત સુધીની ચૌદ પેઢી થઈ.
|
18. હવે ઈસુ ખ્રિસ્તનો જન્મ આ પ્રમાણે થયો, એટલે તેમની મા મરિયમનું વેવિશાળ યૂસફ સાથે થયા પછી, તેઓનો મિલાપ થયા અગાઉ પવિત્ર આત્માથી તે ગર્ભવતી થયેલી જણાઈ.
|
19. અને તેનો પતિ યૂસફ જે નીતિમાન માણસ હતો, તેણે તેનું ઉઘાડી રીતે અપમાન કરવા ન ચાહતાં, તેને ગુપ્ત રીતે મૂકી દેવાનું ધાર્યું.
|
20. પણ એ સંબંધી તે વિચારતો હતો, એટલામાં પ્રભુના દૂતે તેને સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું, “ઓ યૂસફ, દાઉદના દીકરા, તારી પત્ની મરિયમને તેડી લાવવાને બી નહિ, કેમ કે તેને જે ગર્ભ રહેલો છે તે પવિત્ર આત્માથી છે.
|
21. અને તેને દીકરો થશે, ને તું તેનું નામ ઈસુ પાડશે, કેમ કે જે પોતાના લોકોને તેઓનાં પાપથી તારશે તે એ જ છે.”
|
23. “જુઓ, કુંવારી ગર્ભવતી થશે, ને તેને દીકરો થશે, અને તેનું નામ તેઓ ઈમ્માનુએલ પાડશે, જેનો અર્થ એ છે કે, ઈશ્વર આપણી સાથે.”
|
24. ત્યારે યૂસફે ઊંઘમાંથી ઊઠીને જેમ પ્રભુના દૂતે તેને આજ્ઞા આપી હતી તેમ કર્યું, એટલે તે પોતાની પત્નીને તેડી લાવ્યો.
|