1. યહૂદિયાના રાજા સિદકિયાના નવમા વર્ષના દશમા માસમાં, બાબિલના રાજા નબૂખાદનેસ્સારે તથા તેના સર્વ સૈન્યે યરુશાલેમ ઉપર ચઢાઈ કરીને તેને ઘેરો નાખ્યો.
|
3. એ પ્રમાણે યરુશાલેમને જીતી લેવામાં આવ્યું ત્યારે નેર્ગાલ-શારેસેર, સામ્ગાર-નબૂ, સાર્સખીમ, રાબ-સારીસ, નેર્ગાલ-શારેસેર, રાબ-માગ, ઇત્યાદિ બાબિલના રાજાના સર્વ સરદારો આવીને શહેરના વચલા દરવાજામાં બેઠા.
|
4. જ્યારે યહૂદિયાના રાજા સિદકિયાએ તથા સર્વ લડવૈયાઓએ તેઓને જોયા, ત્યારે તેઓ નાસી છૂટયા, ને રાત્રે રાજાની વાડીને માર્ગે બે કોટની વચ્ચેના દ્વારમાં થઈને નગરની બહાર નીકળીને આરાબાને માર્ગે પડયા.
|
5. પણ ખાલદીઓનું સૈન્ય તેઓની પાછળ પડયું, ને તેઓએ સિદકિયાને યરીખોના મેદાનમાં પકડી પાડયો. અને તેઓ તેને હમાથ દેશના રિબ્લામાં બાબિલના રાજા નબૂખાદનેસ્સારની પાસે લાવ્યા, ને તેણે તેનો ઇન્સાફ કર્યો.
|
6. પછી બાબિલના રાજાએ રિબ્લામાં સિદકિયાના પુત્રોને તેની નજર આગળ મારી નાખ્યા. વળી તેણે યહૂદિયાના સર્વ કુલીન માણસોને પણ મારી નાખ્યા.
|
9. પછી નગરમાં જે લોકો રહ્યા હતા, ને જેઓ તેના પક્ષમાં ગયા હતા, તથા એ સિવાય જે લોકો બાકી રહ્યા હતા, તેઓને રક્ષકટુકડીનો સરદાર નબૂઝારદાન બંદીવાન કરીને બાબિલ લઈ ગયો.
|
10. પણ જે દરિદ્રી લોકોની પાસે કંઈ ન હતું તેઓમાંના કેટલાકને રક્ષકટુકડીના સરદાર નબૂઝારદાને યહૂદિયા દેશમાં રહેવા દીધા, વળી તેણે તેઓને, દ્રાક્ષાવાડીઓ તથા ખેતરો આપ્યાં.
|
12. “તેને લઈ જા, તેની સારી રીતે સંભાલ રાખ, તેને કંઈ ઉપદ્રવ ન કર, અને તે તને જે કંઈ કહે તે પ્રમાણે તું તેને માટે કર.”
|
13. માટે રક્ષકટુકડીનો સરદાર નબૂઝારદાન તથા નબૂશાઝબાન, રાબ-સારીસ, નેર્ગોલ-શારેસેર, રાબ-માગ તથા બાબિલના રાજાના સર્વ મુખ્ય સરદારોએ
|
14. માણસ મોકલીને યર્મિયાને ચોકીમાંથી કાઢયો, ને તેને ઘેર લઈ જવા માટે શાફાનના પુત્ર અહીકામના પુત્ર ગદાલ્યાને સ્વાધીન કર્યો. અને યર્મિયા લોકોમાં જઈને રહ્યો.
|
16. “તું જઈને હબશી એબેદ-મેલેખને કહે, સૈન્યોના ઈશ્વર યહોવા, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે, મારાં વચનો પ્રમાણે આ નગરનું હિત નહિ થાય, પણ હું એના પર વિપત્તિ લાવીશ, તે દિવસે તારી આગળ એ વચનો ફળીભૂત થશે.
|
17. પણ યહોવા કહે છે, તે દિવસે હું તારો છુટકારો કરીશ. અને જે માણસોથી તું બીએ છે તેઓના હાથમાં તને સોંપવામાં આવશે નહિ.
|
18. કેમ કે હું તને ખચીત બચાવીશ, ને તું તરવારથી મરશે નહિ, ને તારો જીવ તને લૂંટ દાખળ થશે, કેમ કે તેં મારા પર ભરોસો રાખ્યો છે, એવું યહોવા કહે છે.”
|