1. વળી તે જ વર્ષમાં યહૂદિયાના રાજા સિદકિયાની કારકિર્દીના આરંભમાં, એટલે ચોથા વર્ષના પાંચમા મહિનામાં, ગિબ્યોનમાંના આઝઝુરના પુત્ર હનાન્યા પ્રબોધકે યહોવાના મંદિરમાં યાજકોની તથા સર્વ લોકોની સમક્ષ મને કહ્યું,
|
3. યહોવાના મંદિરનાં જે પાત્ર બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર આ સ્થળેથી લૂંટીને બાબિલમાં લઈ ગયો તે સર્વ પાત્રો બે વરસ પૂરાં થયા પહેલાં આ સ્થળે હું પાછાં લાવીશ;
|
4. વળી યહૂદિયાના રાજા યહોયાકીમનો પુત્ર યકોન્યા તથા યહૂદિયાના જે લોકો બાબિલના બંદીવાસમાં ગયા છે તેઓ સર્વને હું આ સ્થળે પાછા લાવીશ; કેમ કે હું બાબિલના રાજાની ઝૂંસરી ભાંગી નાખીશ, ’ એવું યહોવા કહે છે.”
|
5. ત્યારે જે યાજકો તથા જે લોકો યહોવાના મંદિરમાં ઊભા રહેલા હતા તે સર્વની આગળ યર્મિયા પ્રબોધકે હનાન્યા પ્રબોધકને કહ્યું,
|
6. “હા, ” યર્મિયા પ્રબોધકે કહ્યું, “તેમ થાઓ:યહોવા એમ કરો; યહોવાના મંદિરનાં પાત્રો તથા જેઓ બંદીવાસમાં ગયા છે તેઓ સર્વને બાબિલમાંથી આ સ્થળે પાછા લાવીને ભવિષ્યનાં તારાં જે વચનો તેં કહ્યાં છે તે યહોવા પૂરાં પાડો.
|
8. મારી અગાઉ તથા તારી અગાઉ પુરાતન કાળના જે પ્રબોધકો હતા તેઓએ ઘણા દેશોની વિરુદ્ધ તથા મોટાં રાજ્યોની વિરુદ્ધ લડાઈ, વિપત્તિ તથા મરકી વિષે ભવિષ્ય કહ્યું હતું.
|
9. જે પ્રબોધક શાંતિ વિષે ભવિષ્ય કહે છે, તે પ્રબોધકનું વચન ફળીભૂત થાય ત્યારે જ તે યહોવાએ મોકલેલો પ્રબોધક છે એમ જણાશે.”
|
11. વળી સર્વ લોકોની આગળ તેણે કહ્યું, “યહોવા કહે છે કે, આ પ્રમાણે બે વરસ પૂરાં થયા પહેલાં હું બાબિલના રાજા નબૂખાદનેસ્સારની ઝૂંસરી સર્વ પ્રજાઓની ગરદન પરથી ભાંગી નાખીશ.” પછી યર્મિયા પ્રબોધક પોતાના માર્ગે ચાલ્યો ગયો.
|
12. વળી હનાન્ય પ્રબોધકે યર્મિયા પ્રબોધકની ગરદન પરની ઝૂંસરી ભાંગી નાખ્યા પછી, યહોવાનું વચન યર્મિયાની પાસે આ પ્રમાણે આવ્યું:
|
13. ‘હનાન્યાની પાસે જઈને કહે, યહોવા કહે છે કે, તેં લાકડાંની ઝૂંસરીઓ ભાંગી નાખી છે; પણ તેને બદલે તું લોઢાની ઝૂંસરી બનાવીશ.
|
14. કેમ કે, સૈન્યોના ઈશ્વર યહોવા, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે, બાબિલના રાજા નબૂખાદનેસ્સારની સેવા કરવા માટે મેં આ સર્વ પ્રજાઓની ગરદન પર લોઢાની ઝૂંસરી મૂકી છે; તેઓ તેના દાસ થશે. વળી વગડામાંનાં પશુઓ પણ મેં તેને આપ્યાં છે.”
|
15. પછી યર્મિયા પ્રબોધકે હનાન્યા પ્રબોધકને કહ્યું, “રે હનાન્યા, સાંભળ; યહોવાએ તને મોકલ્યો નથી; પણ તું જૂઠી વાત પર આ લોકોને વિશ્વાસ કરાવે છે.
|
16. તથી યહોવા કહે છે કે, હું પૃથ્વીના પૃષ્ઠ પરથી તને ફેંકી દઈશ; આ વર્ષે તું મરશે, કેમ કે તું યહોવાની વિરુદ્ધ બંડ નાં વચનો બોલ્યો છે.”
|