1. પ્રભુ યહોવાનો આત્મા મારા પર છે; કારણ કે દીનોને વધામણી કહેવા માટે યહોવાએ મને અભિષિક્ત કર્યો છે; ભગ્ન હ્રદયોવાળાને સાજા કરવા માટે, બંદીવાનોને છુટકારાની તથા કેદીઓને કેદખાનું ઊઘડવાની ખબર પ્રસિદ્ધ કરવા માટે;
|
2. યહોવાએ માન્ય કરેલું કૃપાનું વર્ષ, આપણા ઈશ્વરના પ્રતિકારનો દિવસ પ્રસિદ્ધ કરવા માટે; સર્વ શોક કરનારાઓને દિલાસો આપવા માટે;
|
3. સિયોનમાંના શોક કરનારાઓને રાખને બદલે મુગટ, શોકને બદલે હર્ષનું તેલ, ખિન્ન આત્માને બદલે સ્તુતિરૂપ વસ્ત્ર આપવા માટે તેણે મને મોકલ્યો છે; જેથી તેઓ તેના મહિમાને અર્થે ધાર્મિકતાનાં વૃક્ષ, યહોવાની રોપણી કહેવાય.
|
4. તેઓ પુરાતન કાળનાં ખંડિયેરોને બાંધશે, પૂર્વકાળની પાયમાલ થયેલી ઇમારતો ને તેઓ ઊભી કરશે, ઘણી પેઢીઓથી ઉજ્જડ તથા નષ્ટ થયેલાં નગરોને તેઓ સમારશે.
|
6. પણ તમે તો યહોવાના યાજક કહેવાશો; આપણા ઈશ્વરના સેવક, એવું નામ તમને આપવામાં આવશે. વિદેશીઓની સંપત્તિ તમે ખાશો, ને તેમનું ગૌરવ તમને પ્રાપ્ત થવા માં તમે અભિમાન કરશો.
|
7. તમારી લાજના બદલામાં તમને બમણું મળશે. અને તમને થયેલા અપમાનને બદલે તેઓ પોતાના મળેલા હિસ્સાથી હરખાશે. તેથી તેઓ પોતાના દેશમાં બમણો વારસો પામશે. તેમને અખંડ આનંદ મળશે.
|
8. કેમ કે હું યહોવા ઇનસાફ ચાહું છું, અન્યાયથી કરેલી લૂંટફાટનો હું ધિક્કાર કરું છું; હું સત્યતા પ્રમાણે તેમની મહેનતનો બદલો આપીશ, ને તેઓની સાથે સર્વકાળનો કરાર કરીશ.
|
9. તેમનાં સંતાન વિદેશીઓમાં, ને તેમની સંતતિ લોકોમાં ઓળખાશે; જેઓ તેમને જોશે તેઓ સર્વ કબૂલ કરશે કે, જે સંતાનને યહોવાએ આશીર્વાદ આપેલો છે તે તેઓ છે.
|
10. હું યહોવામાં અતિશય આનંદ કરીશ, મારો જીવ મારા પ્રભુમાં હરખાશે; કેમ કે જેમ વર પોતાને મુગટથી સુશોભિત કરે છે, ને કન્યા પોતાને આભૂષણથી શણગારે છે, તેમ તેમણે મને તારણનાં વસ્ત્ર પહેરાવ્યાં છે, ન્યાયીપણાનો ઝભ્ભો મારા પર ઓઢાડયો છે.
|
11. જેમ ભૂમિ પોતામાંથી પીલો ઉગાડે છે, ને જેમ વાડી તેમાં રોપેલાંને ઉગાડે છે; તેમ પ્રભુ યહોવા ધાર્મિકતા તથા સ્તુતિ સર્વ પ્રજાઓની આગળ ઉત્પન્ન કરશે.
|