1. યહોવા કહે છે, “કોરેશ મારો અભિષિક્ત છે, તેની આગળ દેશોને તાબે કરવા માટે મેં તેનો જમણો હાથ પકડી રાખ્યો છે, તેની આગળ હું રાજાઓની કમરો ઢીલી કરી નાખીશ; જેથી દરવાજા ખૂલી જશે, ને દ્વારો બંધ કરવામાં આવશે નહિ.”
|
2. વળી યહોવા તેને એવું કહે છે કે, “હું તારી આગળ જઈશ, ને ટીંબાટેકરાને સપાટ કરીશ; હું પિત્તળના દરવાજાના કકડેકકડા કરી નાખીશ, ને લોઢાથી ભૂંગળોને કાપી નાખીશ!
|
3. હું તને અંધકારમાં રાખેલા ખજાના તથા ગુપ્ત સ્થળમાં છુપાવેલું દ્રવ્ય આપીશ, જેથી તું જાણે કે હું તારું નામ લઈને તને બોલાવનાર ઇઝરાયલનો ઈશ્વર યહોવા છું.
|
4. મારા સેવક યાકૂબને લીધે, ને મારા પસંદ કરેલા ઇઝરાયલને લીધે, મેં તો તારું નામ લઈને તને બોલાવ્યો છે; જો કે તેં મને ઓળખ્યો નથી, તોપણ મેં તને અટક આપી છે.
|
5. હું જ યહોવા છું, ને બીજો કોઈ નથી. મારા સિવાય કોઈ ઈશ્વર નથી; જો કે તેં મને ઓળખ્યો નથી, તોપણ હું તારી કમર બાંધીશ.
|
7. પ્રકાશનો કર્તા, અંધકારનો ઉત્પન્ન કરનાર, શાંતિ કરનાર ને સંકટ લાવનાર; હું યહોવા એ સર્વનો કરનાર છું.
|
8. હે આકાશો, તમે ઉપરથી ટપકો, હે વાદળાંઓ, તમે ન્યાયીપણાની વૃષ્ટિ કરો; પૃથ્વી ઊઘડી જાય, ને તેમાંથી તારણ ઉદભવે, અને તેની સાથે તે ન્યાયીપણું ઉપજાવે; મેં યહોવાએ તે ઉત્પન્ન કર્યું છે.
|
9. જે પોતાના બનાવનાર સાથે વાદ કરે છે તેને અફસોસ! માટીનાં ઠીકરાંમાં તે ઠીકરું જ છે! શું માટી ઘડનારને પૂછે કે, ‘તું શું કરે છે?’ અને શું તારું કામ કહે કે, ‘તારા કામને હાથ નથી?’
|
10. જે પિતા ને પૂછે, ‘તું કોને જન્મ આપે છે?’ અને સ્ત્રીને કહે, ‘તું કોને જન્મવવા કષ્ટાય છે’ તેને અફસોસ!”
|
11. ઇઝરાયલનો પવિત્ર ઈશ્વર તથા એનો બનાવનાર યહોવા કહે છે, “ભવિષ્યની બિનાઓ વિષે તમે મને પૂછશો? મારા પુત્રો સંબંધી તથા મારા હાથનાં કાર્યો સંબંધી મને આજ્ઞા કરશો?
|
12. પૃથ્વીને મેં બનાવી, ને તે પર મેં માણસને ઉત્પન્ન કર્યું; મેં હા, મારા હાથે જ આકાશોને પ્રસાર્યાં, ને તેમનાં સર્વ સૈન્યોને આજ્ઞા આપી.
|
13. મેં તેને ન્યાયી ઉદેશથી ઊભો કર્યો છે, તેના સર્વ માર્ગો હું સીધા કરીશ; તે જ મારું નગર બાંધશે, ને કંઈ મૂલ્ય અથવા બદલો લીધા વગર મારા બંદીવાનોને તે છોડી મૂકશે.” સૈન્યોના ઈશ્વર યહોવા એવું કહે છે.
|
14. યહોવા એવું કહે છે, “મિસરની મહેનત નું ફળ તથા કૂશનો વેપાર, અને કદાવર સબાઈમ લોકો એ બધાં તારે શરણે આવશે ને તારાં થશે. તેઓ તારી આગળ ચાલશે; તેઓ બેડીઓ પહેરીને ચાલતા આવશે. અને તેઓ તારી આગળ પ્રણામ કરશે, તેઓ તને વિનંતી કરશે કે, માત્ર તારામાં ઈશ્વર છે; અને બીજો કોઈ નથી, બીજો ઈશ્વર નથી.”
|
18. આકાશો ઉત્પન્ન કરનાર યહોવા તે જ ઈશ્વર છે; પૃથ્વીના બનાવનાર તથા તેના કર્તા તે છે; તેમણે એને સ્થાપન કરી, ઉજજડ રહેવા માટે એને ઉત્પન્ન કરી નથી, તેમણે વસતિને માટે તેને બનાવી; તે એવું કહે છે, “હું યહોવા છું; અને બીજો કોઈ નથી.
|
19. ગુપ્તમાં, અંધકારના પ્રદેશમાં, હું બોલ્યો નથી; યાકૂબનાં સંતાનોને મને ફોગટ શોધવાનું મેં કહ્યું નથી. હું યહોવા, સત્ય વાત કહેનાર, તથા સાચી વાત પ્રગટ કરનાર છું.
|
20. વિદેશીઓમાં બચેલા, તમે એકત્ર થઈને આવો; બધા પાસે આવો; પોતાની કોરેલી મૂર્તિનું લાકડું ઉપાડનારા, ને જે તારી ન શકે એવા દેવની પ્રાર્થના કરનારને કંઈ સમજ નથી.
|
21. તમારી દલીલો જાહેર કરીને તેમને પાસે લાવો; એકત્ર થઈને તેઓ મસલત કરે; પુરાતન કાળથી આ કોણે કહી સંભળાવ્યું? આગળથી એની ખબર કોણે આપી? શું મેં યહોવાએ એમ નથી કર્યું? મારા સિવાય બીજો ઈશ્વર નથી; હું ન્યાયી ઈશ્વર તથા ત્રાતા; મારા વિના કોઈ નથી.
|
22. હે પૃથ્વીના છેડા સુધીના સર્વ લોકો, મારી તરફ ફરો, ને તારણ પામો; કેમ કે હું ઈશ્વર છું, ને બીજો કોઈ નથી.
|
23. મેં મારા પોતાના સમ ખાધા છે, ફરે નહિ એવું ન્યાયી વચન મારા મુખમાંથી નીકળ્યું છે કે, મારી આગળ સર્વ લોકો ઘૂંટણે પડશે, ને સર્વ જીભ સમ ખાશે.
|
24. મારા વિષે કહેવાશે કે, ‘ફકત યહોવામાં ન્યાયીપણું, તથા સામર્થ્ય છે; લોકો તેમને શરણે આવશે, ને તેમની સામે જેઓને રોષ ચઢયો હતો, તેઓ સર્વ લજવાશે.
|