1. જુઓ, સૈન્યોના પ્રભૂ યહોવા યરુશાલેમમાંથી તથા યહૂદિયામાંથી ટેકો તથા રોટલી અને પાણીનો સર્વ આધાર લઈ લેનાર છે!
|
5. લોકો એકબીજા પર, ને દરેક જન પોતાના પડોશી પર જુલમ ગુજારશે. છોકરો વડીલનો, ને નીચ માણસ પ્રતિષ્ઠિત માણસનો તિરસ્કાર કરશે.
|
6. તે સમયે માણસ પોતાના ભાઈને તેના પિતાના ઘરમાં પકડીને કહેશે, “તારી પાસે વસ્ત્ર છે, ચાલ, તું અમારો અધિપતિ થા, આ ખંડિયેર તારા હાથ નીચે રહો.”
|
7. ત્યારે તે બોલી ઊઠશે, “હું તો સુધારનાર થવાનો નથી; વળી મારા ઘરમાં કંઈ રોટલી નથી, ને કંઈ વસ્ત્ર પણ નથી; તમે મને લોકનો અધિપતિ ઠરાવશો નહિ!
|
8. કેમ કે યરુશાલેમની પાયમાલી અને યહૂદિયાની પડતી થઈ છે; કારણ કે વાણીથી અને કરણીથી તેઓ યહોવાની વિરુદ્ધ તેમની પવિત્ર દષ્ટિમાં ખોટું લાગે એમ વર્તે છે.
|
9. તેઓનો પક્ષપાત તેઓની વિરુદ્ધ સાક્ષી પૂરે છે! સદોમની જેમ તેઓ પોતાનું પાપ પ્રગટ કરે છે, તેઓ તેને સંતાડતા નથી. અફસોસ છે તેમને! કેમ કે તેઓએ પોતે પોતાનું ભૂંડું કર્યું છે.
|
12. મારા લોકો પર તો બાળકો જુલમ કરે છે, ને સ્ત્રીઓ તેમના પર રાજ કરે છે. અરે મારા લોક! તમારા અગ્રેસરો તમને ભમાવનારા છે, તેઓએ તમારા ચાલવાના માર્ગ ગૂંચવી નાખ્યા છે.
|
14. યહોવા પોતાના લોકના વડીલોનો તથા તેમના સરદારોનો ન્યાય કરશે. તમે તો દ્રાક્ષાવાડીને ખાઈ ગયા છો! ગરીબોની લૂંટ તમારાં ઘરોમાં છે.
|
15. “તમે કેમ મારા લોકને છૂંદી નાખો છો, અને દરિદ્રીઓને નિચોવીને હેરાન કરો છો?” સૈન્યોના ઈશ્વર યહોવા એવું કહે છે.
|
16. વળી યહોવા કહે છે, “સિયોનની દીકરીઓ ગર્વિષ્ઠ છે, તેઓ માથું ઊંચું રાખીને, કટાક્ષ મારતી, પગથી છમકારા કરતી, અને ઠમકતી ઠમકતી ચાલે છે.”
|
24. ત્યારે સુગંધને બદલે દુર્ગંધ થશે; પટકાના બદલામાં દોરડું; ગૂંથેલા કેશને બદલે ટાલ; ઝભ્ભાને બદલે ટાટની કછોડી; અને સુંદરતાને બદલે ડામ થશે.
|