પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
યશાયા
1. અરે, કૂશની નદીઓની પેલી પારના, પાંખોના ફફડાટવાલા દેશ!
2. જે સમુદ્રવાટે પાણીની સપાટી પર સરકટનાં વહાણોમાં એલચીઓને મોકલે છે: વેગવાન સંદેશવાહકો, તમે કદાવર તથા સુંવાળી પ્રજા પાસે, નજીકની તથા દૂરની પ્રજાઓને ડરાવનાર પ્રજા પાસે, જેનો દેશ નદીઓથી વિભક્ત થએલો છે, તે સમર્થ અને કચરી નાખનાર પ્રજા પાસે જાઓ.
3. હે જગતના સર્વ રહેવાસીઓ, ને પૃથ્વી પર રહેનારાઓ, પર્વત પર ધ્વજા ઊંચી કરાય, ત્યારે જોજો; અને રણશિંગડું વાગે, ત્યારે સાંભળજો.
4. કેમ કે યહોવાએ મને એમ કહ્યું છે, “હું સ્વસ્થ રહીશ, અને મારા નિવાસસ્થાનમાંથી જોતો રહીશ. તડકાના તેજસ્વી તથા જેવો, કાપણીની મોસમના ઉષ્ણકાળમાં ઘૂમરના વાદળા જેવો રહીશ.”
5. કાપણી પહેલાં જ્યારે ફૂલ બંધાઈને તેની કાચી દ્રાક્ષા થાય છે, ત્યારે તે ધારિયાથી ડાંખળીઓને કાપી નાખશે, ને ડાળીઓને કાપીને લઈ જશે.
6. પર્વતોનાં જંગલી પક્ષીઓને માટે ને પૃથ્વીનાં પશુઓને માટે તેઓ તમામ મૂકી દેવામાં આવશે; અને જંગલી પક્ષી તે ઉપર ઉનાળો કાઢશે, ને પૃથ્વીનાં સર્વ પશુઓ તે ઉપર શિયાળો કાઢશે.
7. તે સમયે સૈન્યોના [ઈશ્વર] યહોવાને માટે કદાવર તથા સુંવાળી પ્રજાથી, નજીકની તથા દૂરની પ્રજાઓને ડરાવનાર, જેનો દેશ નદીઓથી વિભક્ત થએલો છે, તે સમર્થ ને કચરી નાખનાર પ્રજા સિયોન પર્વત, જે સૈન્યોના [ઈશ્વર] યહોવાના નામનું સ્થાનક છે, તેને માટે ભેટ લાવશે.

Notes

No Verse Added

Total 66 Chapters, Current Chapter 18 of Total Chapters 66
યશાયા 18:18
1. અરે, કૂશની નદીઓની પેલી પારના, પાંખોના ફફડાટવાલા દેશ!
2. જે સમુદ્રવાટે પાણીની સપાટી પર સરકટનાં વહાણોમાં એલચીઓને મોકલે છે: વેગવાન સંદેશવાહકો, તમે કદાવર તથા સુંવાળી પ્રજા પાસે, નજીકની તથા દૂરની પ્રજાઓને ડરાવનાર પ્રજા પાસે, જેનો દેશ નદીઓથી વિભક્ત થએલો છે, તે સમર્થ અને કચરી નાખનાર પ્રજા પાસે જાઓ.
3. હે જગતના સર્વ રહેવાસીઓ, ને પૃથ્વી પર રહેનારાઓ, પર્વત પર ધ્વજા ઊંચી કરાય, ત્યારે જોજો; અને રણશિંગડું વાગે, ત્યારે સાંભળજો.
4. કેમ કે યહોવાએ મને એમ કહ્યું છે, “હું સ્વસ્થ રહીશ, અને મારા નિવાસસ્થાનમાંથી જોતો રહીશ. તડકાના તેજસ્વી તથા જેવો, કાપણીની મોસમના ઉષ્ણકાળમાં ઘૂમરના વાદળા જેવો રહીશ.”
5. કાપણી પહેલાં જ્યારે ફૂલ બંધાઈને તેની કાચી દ્રાક્ષા થાય છે, ત્યારે તે ધારિયાથી ડાંખળીઓને કાપી નાખશે, ને ડાળીઓને કાપીને લઈ જશે.
6. પર્વતોનાં જંગલી પક્ષીઓને માટે ને પૃથ્વીનાં પશુઓને માટે તેઓ તમામ મૂકી દેવામાં આવશે; અને જંગલી પક્ષી તે ઉપર ઉનાળો કાઢશે, ને પૃથ્વીનાં સર્વ પશુઓ તે ઉપર શિયાળો કાઢશે.
7. તે સમયે સૈન્યોના ઈશ્વર યહોવાને માટે કદાવર તથા સુંવાળી પ્રજાથી, નજીકની તથા દૂરની પ્રજાઓને ડરાવનાર, જેનો દેશ નદીઓથી વિભક્ત થએલો છે, તે સમર્થ ને કચરી નાખનાર પ્રજા સિયોન પર્વત, જે સૈન્યોના ઈશ્વર યહોવાના નામનું સ્થાનક છે, તેને માટે ભેટ લાવશે.
Total 66 Chapters, Current Chapter 18 of Total Chapters 66
×

Alert

×

gujarati Letters Keypad References