પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ઊત્પત્તિ
1. અને યહોવાએ જેમ કહ્યું હતું તેમ સારા પર તેમણે કૃપાદષ્ટિ કરી, જેવું યહોવાએ તેને કહ્યું હતું તેવું તેમણે સારાને કર્યું.
2. અને સારા ગર્ભવતી થઈ, ને તેણે ઇબ્રાહિમને માટે, તેના ઘડપણમાં જેમ ઈશ્વર તેને કહ્યું હતું તેમ ઠરાવેલે સમયે દિકરાને જન્મ આપ્યો.
3. અને ઇબ્રાહિમે જે દીકરો સારાને પેટે તેને થયો તેનું નામ ઇસહાક પાડયું.
4. અને તેનો દીકરો ઇસહાક આઠ દિવસનો થયો ત્યારે ઈશ્વરે તેને આ આપી હતી, તે પ્રમાણે ઇબ્રાહિમે તેની સુન્‍નત કરી.
5. જ્યારે તેનો દીકરો ઇસહાક જન્મ્યો ત્યારે ઇબ્રાહિમ સો વર્ષનો હતો.
6. અને સારાએ કહ્યું, “ઈશ્વરે મને હસાવી છે; અને હરેક સાંભળનાર મારી સાથે હસશે.”
7. અને તેણે કહ્યું, “ઇબ્રાહિમને કોણ કહેત કે સારા છોકરાને ધવડાવશે? કેમ કે તેના ઘડપણમાં મેં દિકરાને જન્મ આપ્યો છે.”
8. અને તે બાળક મોટો થયો, ને તેને ધાવણ મૂકાવ્યું; અને ઇસહાકે દૂધ છોડયું, તે દિવસે ઇબ્રાહિમે મોટી મિજબાની કરી.
9. અને હાગાર મિસરીને પેટે ઇબ્રાહિમને જે દીકરો થયો હતો તેને સારાએ ચેષ્ટા કરતો જોયો.
10. તેથી તેણે ઇબ્રાહિમને કહ્યું, “આ દાસી તથા તેના દિકરાને કાઢી મૂક; કેમ કે એ દાસીનો દીકરો મારા દિકરા ઇસહાકની સાથે વારસ નહિ થશે.”
11. પણ એ વાત ઇબ્રાહિમની દષ્ટિમાં પોતાના દિકરાને લીધે બહુ માઠી લાગી.
12. અને ઈશ્વરે ઇબ્રાહિમને કહ્યું, “તારા દિકરા તથા તારી દાસીને લીધે તારે માઠું લગાડવું નહિ; જે સર્વ સારાએ તને કહ્યું છે, તેમાં તેનું સાંભળ; કેમ કે ઇસહાકથી તારું સંતાન ગણાશે.
13. અને દાસીના દિકરાથી પણ હું એક દેશજાતિ ઉત્પન્‍ન કરીશ, કેમ કે તે પણ તારું સંતાન છે.”
14. અને ઇબ્રાહિમે મોટી સવારે ઊઠીને રોટલી તથા એક છાગળ પાણી લીધું, ને તે હાગારને આપી તેના ખભે મૂક્યું, ને છોકરો પણ તેને સોંપ્યો, ને તેને વિદાય કરી; અને તે નીકળીને બેર-શેબાના અરણ્યમાં ભટકતી ફરી.
15. અને છાગળનું પાણી થઈ રહ્યું ત્યારે તેણે છોકરાને એક ઝાડવા નીચે મૂક્યો.
16. અને તે એક તીરવા જેટલે અંતરે દૂર જઈને તેની સામે બેઠી; કેમ કે તેણે કહ્યું, “છોકરાનું મરણ હું ન જોઉં.” અને તે તેની સામે બેઠી, ને પોક મૂકીને રડી.
17. અને ઈશ્વરે છોકરાનો સાદ સાંભળ્યો; અને ઈશ્વરના દૂતે આકાશમાંથી હાગારને હાંક મારી ને કહ્યું, “હાગાર, તને શું થયું છે? બી મા; કેમ કે જ્યાં છોકરો છે ત્યાંથી ઇશ્વરે તેનો સાદ સાંભળ્યો છે.
18. ઊઠ, છોકરાને ઊંચકીને તેને તારા હાથમાં લે; કેમ કે હું તેનાથી એક મોટી કોમ ઉત્પન્‍ન કરીશ.”
19. અને ઈશ્વરે તેની આંખ ઉઘાડી, ને તેણે પાણીનો એક કૂવો જોયો; અને તેણે જઈને મશકમાં પાણી ભર્યું, ને છોકરાને પીવડાવ્યું.
20. અને ઈશ્વરે તે છોકરાની સાથે હતા, ને તે મોટો થયો; અને તે અરણ્યમાં રહીને તીરંદાજ થયો.
21. અને તે પારાનના અરણ્યમાં રહ્યો; અને તેની માએ તેને માટે મિસર દેશમાંથી એક પત્ની લીધી.
22. અને તે સમયે એમ થયું કે, અબીમેલેખે ને તેના સેનાપતી ફીકોમે ઇબ્રાહિમને કહ્યું, “જે સર્વ તું કરે છે તેમાં ઈશ્વર તારી સાથે છે;
23. એ માટે હવે અહીં મારી આગળ ઈશ્વરના સમ ખા કે, મારી સાથે, ને મારા દિકરાના દિકરા સાથે, તું દગો નહિ કરે; પણ તારા પર મેં દયા કરી છે, તે પ્રમાણે મારા પર અને જ્યાં તું રહે છે તે દેશ પર તું દયા કરશે.”
24. અને ઇબ્રાહિમે કહ્યું, “હું સમ ખાઈશ, ”
25. પછી અબીમેલેખના દાસોએ પાણીનો એક કૂવો બળાત્કારે લઈ લીધો હતો, તે માટે ઇબ્રાહિમે અબીમેલેખને ઠપકો આપ્યો.
26. અને અબીમેલેખે કહ્યું, “એ કામ કોણે કર્યું છે એ હું જાણતો નથી. અને તેં પણ મને જણાવ્યું ન હોતું, ને મેં આજે જ એ સાંભળ્યું છે.”
27. અને ઇબ્રાહિમે ઘેટાં તથા ઢોરને લાવીને અબીમેલેખને આપ્યાં; અને તે બન્‍ને કરાર કર્યો.
28. અને ઇબ્રાહિમે ટોળામાંથી સાત ઘેટી કાઢીને એક બાજુએ મૂકી.
29. અને અબીમેલેખે ઇબ્રાહિમને કહ્યું, “તેં આ સાત ઘેટી એક બાજુએ મૂકી તે શું?”
30. ત્યારે તેણે કહ્યું, “આ સાત ઘેટી મારા હાથથી તું લે કે, આ કૂવો મેં ખોદ્યો છે તેની તેઓ મારે માટે સાક્ષી થાય.”
31. એ માટે તે જગાનું નામ તેણે બેર-શેબા [એટલે સમનો કૂવો] પાડયું; કેમ કે ત્યાં તે બન્‍ને સમ ખાધા.
32. એમ તેઓએ બેર-શેબામાં કરાર કર્યો; ત્યારે અબીમેલેખ ને તેનો સેનાપતિ ફીકોલ ઊઠીને પલસ્તીઓના દેશમાં પાછા ગયા.
33. અને ઇબ્રાહિમે બેર-શેબામાં એક એશેલ વૃક્ષ રોપ્યું, ને ત્યાં યહોવા સનાતન ઈશ્વરને નામે પ્રાર્થના કરી.
34. અને ઇબ્રાહિમ બહુ દિવસ સુધી પલિસ્તીઓના દેશમાં રહ્યો.

Notes

No Verse Added

Total 50 Chapters, Current Chapter 21 of Total Chapters 50
ઊત્પત્તિ 21:67
1. અને યહોવાએ જેમ કહ્યું હતું તેમ સારા પર તેમણે કૃપાદષ્ટિ કરી, જેવું યહોવાએ તેને કહ્યું હતું તેવું તેમણે સારાને કર્યું.
2. અને સારા ગર્ભવતી થઈ, ને તેણે ઇબ્રાહિમને માટે, તેના ઘડપણમાં જેમ ઈશ્વર તેને કહ્યું હતું તેમ ઠરાવેલે સમયે દિકરાને જન્મ આપ્યો.
3. અને ઇબ્રાહિમે જે દીકરો સારાને પેટે તેને થયો તેનું નામ ઇસહાક પાડયું.
4. અને તેનો દીકરો ઇસહાક આઠ દિવસનો થયો ત્યારે ઈશ્વરે તેને આપી હતી, તે પ્રમાણે ઇબ્રાહિમે તેની સુન્‍નત કરી.
5. જ્યારે તેનો દીકરો ઇસહાક જન્મ્યો ત્યારે ઇબ્રાહિમ સો વર્ષનો હતો.
6. અને સારાએ કહ્યું, “ઈશ્વરે મને હસાવી છે; અને હરેક સાંભળનાર મારી સાથે હસશે.”
7. અને તેણે કહ્યું, “ઇબ્રાહિમને કોણ કહેત કે સારા છોકરાને ધવડાવશે? કેમ કે તેના ઘડપણમાં મેં દિકરાને જન્મ આપ્યો છે.”
8. અને તે બાળક મોટો થયો, ને તેને ધાવણ મૂકાવ્યું; અને ઇસહાકે દૂધ છોડયું, તે દિવસે ઇબ્રાહિમે મોટી મિજબાની કરી.
9. અને હાગાર મિસરીને પેટે ઇબ્રાહિમને જે દીકરો થયો હતો તેને સારાએ ચેષ્ટા કરતો જોયો.
10. તેથી તેણે ઇબ્રાહિમને કહ્યું, “આ દાસી તથા તેના દિકરાને કાઢી મૂક; કેમ કે દાસીનો દીકરો મારા દિકરા ઇસહાકની સાથે વારસ નહિ થશે.”
11. પણ વાત ઇબ્રાહિમની દષ્ટિમાં પોતાના દિકરાને લીધે બહુ માઠી લાગી.
12. અને ઈશ્વરે ઇબ્રાહિમને કહ્યું, “તારા દિકરા તથા તારી દાસીને લીધે તારે માઠું લગાડવું નહિ; જે સર્વ સારાએ તને કહ્યું છે, તેમાં તેનું સાંભળ; કેમ કે ઇસહાકથી તારું સંતાન ગણાશે.
13. અને દાસીના દિકરાથી પણ હું એક દેશજાતિ ઉત્પન્‍ન કરીશ, કેમ કે તે પણ તારું સંતાન છે.”
14. અને ઇબ્રાહિમે મોટી સવારે ઊઠીને રોટલી તથા એક છાગળ પાણી લીધું, ને તે હાગારને આપી તેના ખભે મૂક્યું, ને છોકરો પણ તેને સોંપ્યો, ને તેને વિદાય કરી; અને તે નીકળીને બેર-શેબાના અરણ્યમાં ભટકતી ફરી.
15. અને છાગળનું પાણી થઈ રહ્યું ત્યારે તેણે છોકરાને એક ઝાડવા નીચે મૂક્યો.
16. અને તે એક તીરવા જેટલે અંતરે દૂર જઈને તેની સામે બેઠી; કેમ કે તેણે કહ્યું, “છોકરાનું મરણ હું જોઉં.” અને તે તેની સામે બેઠી, ને પોક મૂકીને રડી.
17. અને ઈશ્વરે છોકરાનો સાદ સાંભળ્યો; અને ઈશ્વરના દૂતે આકાશમાંથી હાગારને હાંક મારી ને કહ્યું, “હાગાર, તને શું થયું છે? બી મા; કેમ કે જ્યાં છોકરો છે ત્યાંથી ઇશ્વરે તેનો સાદ સાંભળ્યો છે.
18. ઊઠ, છોકરાને ઊંચકીને તેને તારા હાથમાં લે; કેમ કે હું તેનાથી એક મોટી કોમ ઉત્પન્‍ન કરીશ.”
19. અને ઈશ્વરે તેની આંખ ઉઘાડી, ને તેણે પાણીનો એક કૂવો જોયો; અને તેણે જઈને મશકમાં પાણી ભર્યું, ને છોકરાને પીવડાવ્યું.
20. અને ઈશ્વરે તે છોકરાની સાથે હતા, ને તે મોટો થયો; અને તે અરણ્યમાં રહીને તીરંદાજ થયો.
21. અને તે પારાનના અરણ્યમાં રહ્યો; અને તેની માએ તેને માટે મિસર દેશમાંથી એક પત્ની લીધી.
22. અને તે સમયે એમ થયું કે, અબીમેલેખે ને તેના સેનાપતી ફીકોમે ઇબ્રાહિમને કહ્યું, “જે સર્વ તું કરે છે તેમાં ઈશ્વર તારી સાથે છે;
23. માટે હવે અહીં મારી આગળ ઈશ્વરના સમ ખા કે, મારી સાથે, ને મારા દિકરાના દિકરા સાથે, તું દગો નહિ કરે; પણ તારા પર મેં દયા કરી છે, તે પ્રમાણે મારા પર અને જ્યાં તું રહે છે તે દેશ પર તું દયા કરશે.”
24. અને ઇબ્રાહિમે કહ્યું, “હું સમ ખાઈશ,
25. પછી અબીમેલેખના દાસોએ પાણીનો એક કૂવો બળાત્કારે લઈ લીધો હતો, તે માટે ઇબ્રાહિમે અબીમેલેખને ઠપકો આપ્યો.
26. અને અબીમેલેખે કહ્યું, “એ કામ કોણે કર્યું છે હું જાણતો નથી. અને તેં પણ મને જણાવ્યું હોતું, ને મેં આજે સાંભળ્યું છે.”
27. અને ઇબ્રાહિમે ઘેટાં તથા ઢોરને લાવીને અબીમેલેખને આપ્યાં; અને તે બન્‍ને કરાર કર્યો.
28. અને ઇબ્રાહિમે ટોળામાંથી સાત ઘેટી કાઢીને એક બાજુએ મૂકી.
29. અને અબીમેલેખે ઇબ્રાહિમને કહ્યું, “તેં સાત ઘેટી એક બાજુએ મૂકી તે શું?”
30. ત્યારે તેણે કહ્યું, “આ સાત ઘેટી મારા હાથથી તું લે કે, કૂવો મેં ખોદ્યો છે તેની તેઓ મારે માટે સાક્ષી થાય.”
31. માટે તે જગાનું નામ તેણે બેર-શેબા એટલે સમનો કૂવો પાડયું; કેમ કે ત્યાં તે બન્‍ને સમ ખાધા.
32. એમ તેઓએ બેર-શેબામાં કરાર કર્યો; ત્યારે અબીમેલેખ ને તેનો સેનાપતિ ફીકોલ ઊઠીને પલસ્તીઓના દેશમાં પાછા ગયા.
33. અને ઇબ્રાહિમે બેર-શેબામાં એક એશેલ વૃક્ષ રોપ્યું, ને ત્યાં યહોવા સનાતન ઈશ્વરને નામે પ્રાર્થના કરી.
34. અને ઇબ્રાહિમ બહુ દિવસ સુધી પલિસ્તીઓના દેશમાં રહ્યો.
Total 50 Chapters, Current Chapter 21 of Total Chapters 50
×

Alert

×

gujarati Letters Keypad References