1. અમારા બંદીવાસને પચીસમે વર્ષે, તે વર્ષની શરૂઆતના માસની દશમીએ, એટલે નગરનો પરાજય થયા પછી ચૌદમે વર્ષે, તે જ દિવસે, યહોવાનો હાથ મારા પર આવ્યો, ને તે મને ત્યાં લાવ્યા.
|
2. ઈશ્વરના સંદર્શનોમાં તે મને ઇઝરાયલના દેશમાં લાવ્યા, ને એક બહું ઊંચો પર્વત કે જેના પર દક્ષિણે એક નગર જેવું એક મકાન હતું; તેના પર તેમણે મને બેસાડ્યો.
|
3. તે મને ત્યાં લાવ્યા, ને જુઓ, ત્યાં ચળકતા પિત્તળના જેવો દેખાતો એક માણસ હતો, તેના હાથમાં શણની દોરી તથા માપવાની લાકડી હતી, તે દરવાજામાં ઊભો હતો.
|
4. તે માણસે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર તારી આંખોથી જો, ને તારા કાનોથી સાંભળ, ને જે હું તને બતાવું તે સર્વ પર તારું ચિત્ત લગાડ; કેમ કે હું તને તે બતાવું એ માટે હું તને અહીં લાવ્યો છું. જે તું જુએ છે તે બધું ઇઝરાયલ લોકોને કહી બતાવ.”
|
5. મકાનની બહારની બાજુએ ચારે તરફ ભીંત હતી, એક હાથ ને ચાર આંગળનો એક, એવા છ હાથનો લાંબો માપદંડ તે માણસના હાથમાં હતો. તેણે તે ભીંતની પહોળાઈ માપી, તે એક માપદંડ જેટલી હતી. અને ઊંચાઈ પણ એક માપદંડ જેટલી હતી
|
6. પછી તે પૂર્વ તરફને દરવાજે આવ્યો, ને તેને પગથિયે ચઢ્યો. તેણે દરવાજા આગળની પરસાળ માપી, તે એક માપદંડ જેટલી પહોળી, એટલે એક પરસાળ, એક માપદંડ જેટલી પહોળી હતી.
|
7. દરેક દેવડી એક માપદંડ લાંબી તથા એક મપદંડ પહોળી હતી. દેવડીઓ વચ્ચે પાંચ હાથ નું અંતર હતું. મંદિર તરફના દરવાજાની મોટી પરસાળ પાસેની બીજી પરસાળ એક માપદંડ જેટલી હતી.
|
9. પછી તેણે દરવાજાની મોટી પરસાળ માપી, તે આઠ હાથ થઈ. અને તેના થાંભલા બે હાથ થયા. દરવાજાની પરસાળ મંદિર તરફ હતી.
|
10. પૂર્વ તરફના દરવાજાની દેવડીઓ આ બાજુએ ત્રણ ને પેલી બાજુએ ત્રણ હતી. એ ત્રણ એક માપની હતી; અને થાંભલાઓનું માપ આ બાજુએ ને પેલી બાજુએ સરખું હતું.
|
12. દેવડીઓની આગળ એક કોર એક હાથ, ને પેલી બાજુએ એક કોર એક હાથ હતી; દેવડીઓ આ બાજુએ છ હાથ ને પેલી બાજુએ છ હાથ હતી.
|
13. તેણે દરવાજો એક તરફની દેવડીના છાપરાથી તે બીજી તરફની દેવડીના છાપરા સુધી માપ્યો, તેની પહોળાઇ એક બારણાથી સામા બારણા સુધી પચીસ હાથ હતી.
|
14. તેણે ખાંભ પણ બનાવ્યા, તે સાઠ હાથના હતા, અને આંગણું ખાંભ સુધી પહોંચેલું હતું, ને દરવાજાની આસપાસ હતું.
|
15. દરવાજાને મોખરેથી એટલે તેના મોં આગળથી તે દરવાજાની અંદરની પરસાળના મોખરા સુધી પચાસ હાથનું અંતર હતું.
|
16. દેવડીઓને તથા દરવાજાની અંદરના ખાંભોને ચોતરફ બંધ જાળીઓ હતી, ને પરસાળને પણ હતી, અંદરની ચારે તરફ જાળીઓ હતી; અને દરેક ખાભ પર ખજૂરીઓ કોતરેલી હતી.
|
17. પછી તે મને બહારના આંગણામાં લાવ્યો, તે જુઓ, આંગણાની ચારે દિશાએ ઓરડીઓ તથા ફરસબંધી બનાવેલી હતી. ફરસબંધી પર ત્રીસ ઓરડીઓ હતી.
|
19. પછી નીચલા દરવાજાને મોખરેથી તે અંદરના આંગણાની બહારના મોખરા સુધીની પહોળાઈ તેણે માપી, એટલે પૂર્વ તરફ તેમ જ ઉત્તર તરફ પણ તે સો હાથ હતી.
|
21. તેની દેવડીઓમાં આ બાજુએ ત્રણ ને પેલી બાજુએ ત્રણ હતી. તેઓ ની વચ્ચેના ખાંભો તથા તેની પરસાળ પહેલા દરવાજાના માપ પ્રમાણે હતાં. તેની લંબાઈ પચાસ હાથ ને પહોળાઈ પચીસ હાથ હતી.
|
22. તેની બારીઓ, તેની પરસાળ તથા તેના પર પડેલાં ખજૂરીઓનાં ઝાડ, એ પૂર્વ તરફના મોંવાળા દરવાજાના માપ પ્રમાણે હતાં. સાત પગથિયા ચઢીને ત્યાં જવાતું હતું; તેની પરસાળ તેમની આગળ હતી.
|
23. અંદરના આંગણાને દરવાજો હતો, ને ઉત્તરના તથાપૂર્વના દરવાજાની સામે હતો. તેણ એક દરવાજાથી તે બીજા દરવાજા સુધી નું અંતર માંગ્યું, તે સો હાથ હતું.
|
24. પછી તે મને દક્ષિણ તરફ લઈ ગયો, તેની દક્ષિણે એક દરવાજો હતો; તેણે તેના ખાંભો તથા તેની પરસાળો માપ્યાં, તેમનું માપ ઉપર પ્રમાણે થયું.
|
25. તેમાં તથા તેની પરસાળમાં ચોતરફ પેલી જાળીઓ જેવી જાળીઓ હતી. તેની લંબાઈ પચાસ હાથ, ને પહોળાઈ પચીસ હાથ હતી;
|
26. ત્યાં જવાને માટે સાત પગથિયાં ચઢવાનાં હતાં, તેની આગળ પરસાળ હતી. અને ખાંભ પર ખજૂરીઓ કોતરેલી હતી, એક આ બાજૂએ ને બીજી પેલી બાજૂએ.
|
27. અંદરના ચોકને દક્ષિણ તરફ દરવાજો હતો. તેણે એક દરવાજાથી તે બીજા દરવાજા સુધી દક્ષિણ તરફ નું અંતર માપ્યું, તે સો હાથ હતું.
|
28. ત્યાર પછી તે મને દક્ષિણને દરવાજે થઈને અંદરના ચોકમાં લાવ્યો; તેણે દક્ષિણનો દરવાજો માપ્યો, તેનું માપ ઉપર પ્રમાણે હતું.
|
29. તેની દેવડીઓ, તેના ખાંભો તથા તેની પરસાળ, તેમનું માપ ઉપર પ્રમાણે હતું. તેમાં તથા તેની પરસાળમાં ચારે તરફ જાળીઓ હતી. તે પચાસ હાથ લાંબો ને પચીસ હાથ પહોળો હતો.
|
31. તેની પરસાળ બહારના ચોક તરફ હતી. તેના ખાંભો પર ખજૂરીઓ કોતરેલી હતી. ત્યાં આઠ પગથિયાં ચઢીને જવાતું હતું.
|
33. તેની દેવડીઓ, તેના ખાંભો તથા તેની પરસાળનું માપ ઉપર પ્રમાણે હતું. તેમાં તથા તેની પરસાળમાં ચોતરફ જાળીઓ હતી. તે પચાસ હાથ લાંબો, ને પચીસ હાથ પહોળો હતો.
|
34. તેની પરસાળ બહારના ચોક તરફ હતી; અને તેના ખાંભો પર આ બાજુએ તથા પેલી બાજુએ ખજૂરીઓ કોતરેલી હતી, ત્યાં આઠ પગથિયા ચઢીને જવાતું હતું.
|
36. તેની દેવડીઓ, તેના ખાંભો તથા તેની પરસાળ પણ; તેમાં ચારે તરફ જાળીઓ હતી. તેની લંબાઈ પચાસ હાથ ને પહોળાઈ પચીસ હાથ હતી.
|
37. તેના ખાંભો બહારના ચોક તરફ હતા. તેના ખાંભો પર આ બાજુએ તથા પેલી બાજુએ ખજૂરીઓ કોતરેલી હતી. ત્યાં આઠ પગથિયાં ચઢીને જવાનું હતું.
|
39. દરવાજાની પરસાળમાં આ બાજુએ બે મેજ ને પેલી બાજુએ બે મેજ મુકેલી હતી, તેમના ઉપર દહનીયાર્પણો, પાપાર્થપણો તથા દોષાર્થાર્પણો કાપવામાં આવતાં હતાં.
|
40. બહાર એક બાજુએ ઉત્તરના દરવાજાને મોખરે ચઢી જવાની સીડી આગળ બે મેજ હતી. અને બીજી બાજુએ દરવાજાની પરસાળમાં બે મેજ હતી.
|
41. આ બાજુએ ચાર મેજ ને પેલી બાજુએ ચાર મેજ, એમ દરવાજાની બાજુએ આઠ મેજ હતી; તેમના ઉપર બલિદાન કાપવામાં આવતા હતાં.
|
42. ટાંકેલા પથ્થરની દોઢ હાથ લાંબી, દોઢ હાથ પહોળી ને એક હાથ ઊંચી એવી ચાર મેજ દહનીયાર્પણોને માટે હતી. તે પર દહનીયાર્પણો તથા બલદાનો કાપવાના ઓજારો મુકતા હતાં.
|
43. ઓરડીની અંદર ચારે તરફ ચચ્ચાર આંગળ લાંબી આંકડીઓ લગાડેલી હતી; અને મેજો ઉપર ખાદ્યાર્પણનું માંસ હતું.
|
44. અંદરના દરવાજાની બહાર અંદરના ચોકમાં ગવૈયાઓને માટે ઓરડીઓ હતી, એ ચોક ઉત્તરના દરવાજાની બાજુએ હતો. તેમનાં મોં દક્ષિણ તરફ હતાં. પૂર્વના દરવાજાની બાજુએ જે ઓરડી હતી તેનું મોં ઉત્તર તરફ હતું.
|
46. ઉત્તર તરફના મોંવાળી ઓરડી તે વેદીનું કામ કરનાર યાજકોને માટે છે. એ સાદોકના વંશજો છે, તેઓ લેવી-પુત્રોમાંથી યહોવાની સેવા કરવાને તેમની હજૂરમાં આવે છે.”
|
47. તેણે ચોક માપ્યો, તે સો હાથ લાંબો, ને સો હાથ પહોળો હતો, એટલે તે સમચોરસ હતો; અને વેદી મંદિરને મોખરે હતી.
|
48. ત્યાર પછી તે મને મંદિરની પરસાળમાં લાવ્યો, ને તેણે પરસાળનો દરેક ખાંભ માપ્યો, એટલે આ બાજુનો પાંચ હાથ ને પેલી બાજુનો પાંચ હાથ થયો; અને દરવાજાની પહોળાઈ આ બાજુએ ત્રણ હાથ હતી.
|
49. પરસાળની લંબાઈ વીસ હાથ તથા પહોળાઈ અગિયાર હાથ હતી. ત્યાં પગથિયાં પર ચઢીને જવાતું હતું; અને ખાંભોની પાસે સ્તંભ હતા. એક આ બાજુએ ને એક પેલી બાજુએ.
|