4. તું તારે માટે કોઈ કોરેલી મૂર્તિ ન કર. ઉપર આકાશમાંની કે નીચે ભૂમિમાંની કે ભૂમિની નીચેનાં પાણીમાંની કોઈ પણ ચીજની પ્રતિમા ન કર.
|
5. તું તેઓની આગળ ન નમ, ને તેઓની સેવા ન કર; કેમ કે હું તારો ઈશ્વર યહોવા આસ્થાવાન ઈશ્વર છું, જેઓ મારો દ્વેષ કરે છે તેઓની ત્રીજીચોથી પેઢી સુધી પિતાઓના અન્યાયની શિક્ષા છોકરાં પર લાવનાર,
|
7. તારા ઈશ્વર યહોવાનું નામ તું વૃથા ન લે; કેમ કે જે તેનું નામ વૃથા લે છે તેને યહોવા નિર્દોષ ગણશે નહિ.
|
10. પણ સાતમો દિવસ તારા ઈશ્વર યહોવાનો સાબ્બાથ છે; તેમાં તું કંઇ કામ ન કર. તું કે તારો દીકરો કે તારી દીકરી કે તારો દાસ કે તારી દાસી કે તારાં ઢોર કે તારા ઘરમાંનો પરદેશી;
|
11. કેમ કે છ દિવસમાં યહોવાએ આકાશ તથા પૃથ્વી, સમદ્ર તથા તેઓમાંના સર્વ ઉત્પન્ન કર્યા, ને સાતમે દિવસે તે સ્વસ્થ રહ્યા; એ માટે યહોવાએ સાબ્બાથ દિનને આશીર્વાદ આપીને તેને પવિત્ર ઠરાવ્યો.
|
12. તારા પિતાનું તથા તારી માતાનું તું સન્માન રાખ કે, તારા ઈશ્વર યહોવા જે દેશ તને આપે છે તેમાં તારું આયુષ્ય દીર્ધ થાય.
|
17. તું તારા પડોશીના ઘર પર લોભ ન રાખ, તારા પડોશીની પત્ની, કે તેનો દાસ, કે તેની દાસી, કે તેનો બળદ, કે તેનું ગધેડું, કે તારા પડોશીનું જે કંઇ હોય તે પર તું લોભ ન રાખ.”
|
18. અને સર્વ લોકોએ ગર્જના તથા વીજળી તથા રણશિગંડાનો અવાજ તથા ધુમાતો પર્વત જોયાં; અને તે જોઈને લોકોને ધ્રજારી છૂટી, ને તેઓ દૂર ઊભા રહ્યા.
|
19. અને તેઓએ મૂસાને કહ્યું, “તું અમારી સાથે બોલ, ને અમે તે સાંભળીશું. પણ ઈશ્વર સાથે બોલ, ને અમે તે સાંભળીશું. પણ ઈશ્વર અમારી સાથે ન બોલે રખેને અમે માર્યા જઈએ.”
|
20. અને મૂસાએ લોકોને કહ્યું, “બીશો નહિ; કેમ કે ઈશ્વર એ માટે આવ્યા છે કે તે તમારી પરીક્ષા કરે, ને તેમનું ભય તમારી સમક્ષ રહે કે તમે પાપ ન કરો, ”
|
22. અને યહોવાએ મૂસાને કહ્યું, “ઇઝરાયલી લોકોને એમ કહે કેમ ‘તમે પોતે જોયું છે કે મેં આકાશમાંથી તમારી સાથે વાત કરી છે.
|
24. મારે માટે તારે માટીની વેદી બનાવીને તે પર તારાં દહનીયાર્પણ તથા તરાં શાંત્યર્પણ અને તારાં ઘેટાં તથા તારા બળદો ચઢાવવાં; અને જે સર્વ જગ્યાએ હું મારું નામ સ્થાપીશ, ત્યાં હું તારી પાસે આવીશ ને તને આશીર્વાદ આપીશ.
|
25. અને જો તું મારે માટે પથ્થરની વેદી બાંધે, તો તારે તે ઘડેલા પથ્થરની બાંધવી નહિ; કેમ કે જો તું તે પર તારું હથિયાર વાપરે, તો તેં તેને અશુદ્ધ કરી જાણજે.
|