1. અને મોઆબના નીચાણથી નબો પર્વતનું પિસ્ગા નામનું જે શિખર, જે યરીખોની સામે છે, તે પર મૂસા ચઢ્યો.અને યહોવાએ તેને દાન સુધી આખો ગિલ્યાદ દેશ,
|
4. અને યહોવાએ તેને કહ્યું, “જે દેશ વિષે મેં ઇબ્રાહિમ તથા ઇસહાક તથા યાકૂબની આગળ પ્રતિજ્ઞા લઈને કહ્યું કે, તારા સંતાનને હું તે આપીશ તે આ છે: તે મેં નજરોનજર તને દેખાડ્યો છે; પણ તું ત્યાં પેલી બાજુ જવા નહિ પામે.”
|
6. અને મોઆબ દેશના નીચાણમાં યહોવાએ બેથ-પેઓરની સામે તેને દાટ્યો, પણ આજ સુધી કોઈ માણસ તેની કબર વિષે જાણતું નથી.
|
7. અને મૂસા મરણ પામ્યો ત્યારે તે એક સો ને વીસ વર્ષનો હતો. તેની આંખ ઝાંખી પડી નહોતી, ને તેના અંગનું કૌવત ઘટ્યું નહોતું.
|
8. અને ઇઝરાયલી લોકોએ મોઆબના નીચાણમાં ત્રીસ દિવસ સુધી મૂસાને માટે શોક પાળ્યો. એમ મૂસાને માટેના રુદનના તથા શોકના દિવસો પૂરા થયા,
|
9. અને નૂનનો દીકરો યહોશુઆ નથી ભરપૂર હતો, કેમ કે તેના પર મૂસાએ પોતાનો હાથ મૂક્યો હતો. અને ઇઝરાયલી લોકોએ તેનું કહેવું માન્યું, ને જેમ યહોવાએ મૂસાને આ આપી હતી તેમ તેઓએ કર્યું.
|
11. એટલે મિસર દેશમાં, ફારુન પર તથા તેના સર્વ ચાકરો પર, તથા તેના આખા દેશ પર, જે સર્વ ચિહ્નો તથા ચમત્કારો કરવાને યહોવાએ તેને મોકલ્યો તેમાં;
|
12. તથા સર્વ મહાન કામમાં, તથા જે સર્વ ભયંકર કૃત્યો મૂસાએ સર્વ ઇઝરાયલના જોતાં કર્યા, તેમાં તેના જેવો કોઈ ઊઠ્યો નથી.
|