4. ગદોરનો પિતા પનુએલ, તથા હૂશાનો પિતા એઝેર. તેઓ બેથલેહેમના પિતા એફ્રાથાના જ્યેષ્ઠપુત્ર હૂરના પુત્રો છે.
|
9. યોબેસ પોતાના ભાઈઓ કરતાં વધારે નામાંકિત હતો. તેની માએ તેને દુ:ખથી જન્મ આપ્યો, માટે તેણે તેનું નામ યાબેસ પાડ્યું.
|
10. યાબેસે ઇઝરાયલના ઈશ્વરને વિનંતી કરી, “જો તમે મને ખચીત જ આશીર્વાદ આપો, મારી સીમા વિસ્તારો, તમારો હાથ મારી સાથે રહે, ને તમે મને આપત્તિથી એવી રીતે બચાવો કે મારે માથે કંઈ દુ:ખ આવી ન પડે, તો હું કેવો આશીર્વાદિત! “ અને તેણે જે માગ્યું તે ઈશ્વરે તેને આપ્યું.
|
17. એઝરાના પુત્રો:યેથેર, મેરેદ, એફ્રેર તથા યાલોન, અને મેરેદને ફારુનની પુત્રી બિથ્યાને પેટે મરિયમ તથા શામ્માય તથા એશ્તમોઆનો પિતા તિશ્બા થયાં.
|
18. તેની યહૂદી પત્નીને પેટે ગદોરનો પિતા યેરેદ, સોખોનો પિતા હેબેર તથા ઝાનોઆનો પિતા યકૂથીએલ થયા. બિથ્યા નામની ફારુનની પુત્રી જેને મેરેદ પરણ્યો હતો તેના પુત્રો એ છે.
|
21. યહૂદાના પુત્ર શેલાના પુત્રો:લેખાનો પિતા એર, મારેશાનો પિતા લાદા તથા બેથ-આશ્બેઆના રહેવાસીઓ, એટલે જેઓ શણનાં ઝીણાં વણનારા હતા તેઓના કુટુંબો.
|
22. યોકીમ, કોઝેબાના માણસો, યોઆશ તથા સારાફ, જે મોઆબમાં રાજ કરતો હતો, અને પાછળથી બેથલેહેમમાં રહેવા ગયો. ઉપલી હકીકત પુરાતન લેખોને આધારે છે.
|
23. તેઓ કુંભાર હતા, ને નટાઈમ તથા ગદેરાના રહેવાસીઓ હતા. તેઓ રાજાની સાથે તેના કામને માટે ત્યાં રહેતા હતા.
|
27. શિમઈને સોળ પુત્રો તથા છ પુત્રીઓ થયાં. પણ તેના ભાઈઓને ઘણાં સંતાન નહોતાં. તેમ જ તેઓનું આખું કુટુંબ યહૂદાના વંશજોની જેમ વૃદ્ધિ પામ્યું નહિ.
|
31. બેથ-માર્કબોથમાં, હસાર-સુસીમમાં, બેથ-બિરઈમાં તથા શારાઈમમાં રહેતા હતા. દાઉદના અમલ સુધી એ તેઓનાં નગર હતાં.
|
33. તથા બાલ સુધી તે જ નગરોની ચારે તરફનાં સર્વ ગામો પણ તેઓના હતાં. એ તેઓના રહેઠાણ હતાં. તેઓએ પોતાની વંશાવળી રાખેલી છે.
|
40. તેઓને પૌષ્ટિક તથા સારો ચારો મળ્યો, ને દેશ વિશાળ, શાંત તથા સુલેહશાંતિવાળો હતો. કેમ કે અગાઉ ત્યાંના રહેવાસીઓ હામના વંશજો હતા.
|
41. આ નામવાર ગણાવેલા પુરુષો યહૂદિયાના રાજા હિઝકિયાના સમયમાં આવ્યા, ને ત્યાંના રહેવાસીઓના તંબુઓનો નાશ કર્યો. તથા જે મેઉનીમ ત્યાં મળી આવ્યા તેઓનો જળમૂળથી નાશ કર્યો, ને તેઓની જગાએ પોતે રહ્યા, કેમ કે તેઓનાં ટોળાંને માટે ત્યાં ચારો હતો.
|
42. તેઓમાંના કેટલાક, એટલે શિમયોનના પુત્રોમાંના પાંચસો પુરુષો યિશઈના દીકરા પલાટ્યા, નાર્યા, રફાયા તથા ઉઝિએલની સરદારી નીચે સેઈર પર્વત તરફ ગયા.
|