પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત. હે યહોવા, તમારા સામર્થ્યથી રાજા હર્ષ પામશે; અને તમારા તારણથી તે કેટલો બધો આનંદ કરશે!
2. તમે તેના હ્રદયની ઇચ્છા પ્રમાણે તેને આપ્યું છે, અને તેના હોઠની અરજીનો નકાર તમે કર્યો નથી. (સેલાહ)
3. કેમ કે આશીર્વાદો લઈને તમે તેની સામે જાઓ છો; તમે ચોખ્ખા સોનાનો મુગટ તેના માથા પર મૂકો છો.
4. તેણે તમારી પાસેથી જીવતદાન માગ્યું, તે તમે તેને આપ્યું; એટલે સર્વકાળ રહે એવું [દીર્ઘાયુષ્ય] તેને આપ્યું.
5. તમારા તારણથી તે ગૌરવવાન થાય છે; તમે તેને માન તથા મહિમા બક્ષો છો.
6. કેમ કે તમે તેને સદાને માટે આશીર્વાદ આપો છો; તમે તમારી હજૂરમાં તેને આનંદ પમાડો છો.
7. કેમ કે યહોવા પર રાજા ભરોસો રાખે છે, અને પરાત્પરની કૃપાથી તે ડગશે નહિ.
8. તારા સર્વ શત્રુઓ તારા હાથમાં આવશે; તારો જમણો હાથ તારા દ્વેષીઓને શોધી કાઢશે.
9. તું તારા રોષને સમયે તેઓને બળતી ભઠ્ઠી જેવા કરી દેશે. યહોવા પોતાના કોપથી તેઓને ગળી જશે, અને અગ્નિ તેઓને ભસ્મ કરી નાખશે.
10. પૃથ્વી પરથી તેઓનો પરિવાર અને મનુષ્યોમાંથી તેઓનાં સંતાનનો તમે નાશ કરશો.
11. કેમ કે તેઓએ તમારી વિરુદ્ધ ભૂંડું કરવાનું ધાર્યું; જેને તેઓ અમલમાં લાવી શકતા નથી, એવી યુક્તિ તેઓએ કલ્પી.
12. તમે તમારી પણછથી તેઓનાં મુખ સામે તૈયારી કરશો, ત્યારે તેઓને પાછા હઠી જવું પડશે.
13. હે યહોવા, તમે પોતાને સામર્થ્યે ઊંચા હો; એમ અમે તમારા પરાક્રમનાં સ્તોત્ર ગાઈને સ્તવન કરીશું.

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 21 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 21:27
1. મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત. હે યહોવા, તમારા સામર્થ્યથી રાજા હર્ષ પામશે; અને તમારા તારણથી તે કેટલો બધો આનંદ કરશે!
2. તમે તેના હ્રદયની ઇચ્છા પ્રમાણે તેને આપ્યું છે, અને તેના હોઠની અરજીનો નકાર તમે કર્યો નથી. (સેલાહ)
3. કેમ કે આશીર્વાદો લઈને તમે તેની સામે જાઓ છો; તમે ચોખ્ખા સોનાનો મુગટ તેના માથા પર મૂકો છો.
4. તેણે તમારી પાસેથી જીવતદાન માગ્યું, તે તમે તેને આપ્યું; એટલે સર્વકાળ રહે એવું દીર્ઘાયુષ્ય તેને આપ્યું.
5. તમારા તારણથી તે ગૌરવવાન થાય છે; તમે તેને માન તથા મહિમા બક્ષો છો.
6. કેમ કે તમે તેને સદાને માટે આશીર્વાદ આપો છો; તમે તમારી હજૂરમાં તેને આનંદ પમાડો છો.
7. કેમ કે યહોવા પર રાજા ભરોસો રાખે છે, અને પરાત્પરની કૃપાથી તે ડગશે નહિ.
8. તારા સર્વ શત્રુઓ તારા હાથમાં આવશે; તારો જમણો હાથ તારા દ્વેષીઓને શોધી કાઢશે.
9. તું તારા રોષને સમયે તેઓને બળતી ભઠ્ઠી જેવા કરી દેશે. યહોવા પોતાના કોપથી તેઓને ગળી જશે, અને અગ્નિ તેઓને ભસ્મ કરી નાખશે.
10. પૃથ્વી પરથી તેઓનો પરિવાર અને મનુષ્યોમાંથી તેઓનાં સંતાનનો તમે નાશ કરશો.
11. કેમ કે તેઓએ તમારી વિરુદ્ધ ભૂંડું કરવાનું ધાર્યું; જેને તેઓ અમલમાં લાવી શકતા નથી, એવી યુક્તિ તેઓએ કલ્પી.
12. તમે તમારી પણછથી તેઓનાં મુખ સામે તૈયારી કરશો, ત્યારે તેઓને પાછા હઠી જવું પડશે.
13. હે યહોવા, તમે પોતાને સામર્થ્યે ઊંચા હો; એમ અમે તમારા પરાક્રમનાં સ્તોત્ર ગાઈને સ્તવન કરીશું.
Total 150 Chapters, Current Chapter 21 of Total Chapters 150
×

Alert

×

gujarati Letters Keypad References