પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. યહોવાની સ્તુતિ કરો. આકાશોથી યહોવાની સ્તુતિ કરો; ઉચ્ચસ્થાનોમાં તેમની સ્તુતિ કરો.
2. તેમના સર્વ દૂતો, તમે તેમની સ્તુતિ કરો; તેમનાં સર્વ સૈન્યો, તેમની સ્તુતિ કરો.
3. સૂર્ય તથા ચંદ્ર, તમે તેમની સ્તુતિ કરો; સર્વ ઝગમગતા તારા, તેમની સ્તુતિ કરો.
4. આકાશોનાં આકાશો, તમે તેમની સ્‍તુતિ કરો; આકાશ ઉપરનાં પાણી, તેમની સ્તુતિ કરો.
5. યહોવાના નામની સ્તુતિ તેઓ કરે; કેમ કે ઈશ્વરની આજ્ઞાથી તેઓ ઉત્પન્‍ન થયાં.
6. વળી તેમણે સદાકાળને માટે તેઓને સ્થાપન કર્યાં છે; જેનું ઉલ્લંઘન તેઓ કરી શકે નહિ, એવો નિયમ તેમણે કર્યો છે.
7. પૃથ્વી પરથી તમે યહોવાની સ્તુતિ કરો; રાક્ષસી જળચરો તથા સર્વ ઊંડાણો [તેમની સ્તુતિ કરો].
8. અગ્નિ તથા કરા, હિમ તથા મેઘ; આંધીના વાયુ, જે તેમનું વચન પૂરું કરે છે;
9. પહાડો તથા સર્વ ડુંગરો; ફળવૃક્ષો તથા સર્વ દેવદારો;
10. જાનવરો તથા સર્વ પશુઓ; પેટે ચાલનારાં જીવજંતુ તથા ઊડનારાં પક્ષીઓ;
11. પૃથ્વીના રાજાઓ તથા સર્વ લોકો; હાકેમો તથા પૃથ્વીના સર્વ ન્યાયાધીશો;
12. જુવાનો તથા કન્યાઓ; વૃદ્ધો તથા બાળકો;
13. તે સર્વ, યહોવાના નામની સ્તુતિ કરો; કેમ કે એકલું તેમનું જ નામ બુલંદ છે; તેમનું ગૌરવ પૃથ્વી તથા આકાશ કરતાં મોટું છે.
14. વળી તેમણે પોતાના લોકોનું શિંગ, અને પોતાના બધા સંતોની સ્તુતિ ઊંચી કરી છે; અને જે તેમની પાસે રહેનાર ઇઝરાયલ લોકો છે [તેમને તેમણે ઊંચા કર્યા છે]. યહોવાની સ્તુતિ કરો.

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 148 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 148:21
1. યહોવાની સ્તુતિ કરો. આકાશોથી યહોવાની સ્તુતિ કરો; ઉચ્ચસ્થાનોમાં તેમની સ્તુતિ કરો.
2. તેમના સર્વ દૂતો, તમે તેમની સ્તુતિ કરો; તેમનાં સર્વ સૈન્યો, તેમની સ્તુતિ કરો.
3. સૂર્ય તથા ચંદ્ર, તમે તેમની સ્તુતિ કરો; સર્વ ઝગમગતા તારા, તેમની સ્તુતિ કરો.
4. આકાશોનાં આકાશો, તમે તેમની સ્‍તુતિ કરો; આકાશ ઉપરનાં પાણી, તેમની સ્તુતિ કરો.
5. યહોવાના નામની સ્તુતિ તેઓ કરે; કેમ કે ઈશ્વરની આજ્ઞાથી તેઓ ઉત્પન્‍ન થયાં.
6. વળી તેમણે સદાકાળને માટે તેઓને સ્થાપન કર્યાં છે; જેનું ઉલ્લંઘન તેઓ કરી શકે નહિ, એવો નિયમ તેમણે કર્યો છે.
7. પૃથ્વી પરથી તમે યહોવાની સ્તુતિ કરો; રાક્ષસી જળચરો તથા સર્વ ઊંડાણો તેમની સ્તુતિ કરો.
8. અગ્નિ તથા કરા, હિમ તથા મેઘ; આંધીના વાયુ, જે તેમનું વચન પૂરું કરે છે;
9. પહાડો તથા સર્વ ડુંગરો; ફળવૃક્ષો તથા સર્વ દેવદારો;
10. જાનવરો તથા સર્વ પશુઓ; પેટે ચાલનારાં જીવજંતુ તથા ઊડનારાં પક્ષીઓ;
11. પૃથ્વીના રાજાઓ તથા સર્વ લોકો; હાકેમો તથા પૃથ્વીના સર્વ ન્યાયાધીશો;
12. જુવાનો તથા કન્યાઓ; વૃદ્ધો તથા બાળકો;
13. તે સર્વ, યહોવાના નામની સ્તુતિ કરો; કેમ કે એકલું તેમનું નામ બુલંદ છે; તેમનું ગૌરવ પૃથ્વી તથા આકાશ કરતાં મોટું છે.
14. વળી તેમણે પોતાના લોકોનું શિંગ, અને પોતાના બધા સંતોની સ્તુતિ ઊંચી કરી છે; અને જે તેમની પાસે રહેનાર ઇઝરાયલ લોકો છે તેમને તેમણે ઊંચા કર્યા છે. યહોવાની સ્તુતિ કરો.
Total 150 Chapters, Current Chapter 148 of Total Chapters 150
×

Alert

×

gujarati Letters Keypad References