પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. “જો કોઈ માંણસ બળદ કે ઘેટું ચોરે અને તેને કાપે અથવા વેચી નાખે, તો તેણે એક બળદને બદલે પાંચ બળદ અને એક ઘેટાને બદલે ચાર ઘેટા આપવા.
2. જો કોઈ ચોર રાતના ખાતર પાડતા પકડાય અને તેની હત્યા થાય તો એ ખૂન ન ગણાય, પણ
3. જો તે સૂર્યોદય પછી ખાતર પાડીને ઘરમાં ઘૂસે અને પકડાઈ જતાં તેને માંરી નાખવામાં આવે તો એ ખૂન ગણાય. ચોરેલા માંલની નુકસાની ચોરી કરનાર ભરી આપે; અને જો તે કંગાલ હોય તો તેની ચોરીને કારણે પોતે વેચાઈ જાય.
4. પરંતુ જો ચોરેલી વસ્તુ તેના તાબામાં જીવતી મળી આવે, પછી તે બળદ હોય કે ગધેડું હોય કે ઘેટું હોય; તો તે બમણું ભરપાઈ કરી આપે.
5. “જો કોઈ વ્યક્તિ પોતાનાં ઢોર ખેતરમાં કે દ્રાક્ષની વાડીમાં છૂટાં મૂકે અને તેઓ બીજાનાં ખેતરોમાં ભેલાણ કરે, તો તેણે પોતાના ખેતરની અથવા દ્રાક્ષની વાડીની સર્વોત્તમ ઊપજમાંથી નુકસાની ભરપાઈ કરી આપવી.
6. “જો કોઈ વ્યક્તિ પોતાના ખેતરમાં કાંટા-ઝાખરાં સળગાવવા આગ પેટાવે અને આગ પડોશીના ખેતરમાં ફેલાઈ જાય અને તેના પાક અથવા અનાજ બળી જાય; તો જેણે આગ લગાડી હોય તેણે પૂરું નુકસાન ભરપાઈ કરી આપવું.
7. “જો કોઈ વ્યક્તિ પોતાના પડોશીને નાણાં કે મિલકત સાચવવા માંટે સોંપે અને તે પેલા માંણસના ઘરમાંથી ચોરાઈ જાય; અને જો ચોર પકડાય, તો તેણે બમણું ભરપાઈ કરી આપવું.
8. પરંતુ જો ચોર પકડાઈ ના જાય તો તે ઘર ધણીએ પોતાને ન્યાયધીશો આગળ રજુ કરવો અને ન્યાયધીશ તેની ચોરીનો ફેસલો કરશે.
9. “જો કોઈ બે વ્યક્તિ બળદ વિષે કે ગધેડા વિષે કે ઘેટા વિષે કે વસ્ત્ર વિષે કે કોઈ ખોવાયેલી વસ્તુ વિષે અસહમત હોય અને તેમાંનો એક કહે: ‘આ માંરુ છે.’ પણ બીજો કહે: ‘ના આ માંરુ છે’ તો બન્નેએ દેવ પાસે જવુંને દેવ ન્યાય આપશે કે કોણ ખોટુ છે. જે ખોટો નીકળે તેણે બીજા વ્યક્તિને બમણું ભરપાઈ કરી આપવું.
10. “જો કોઈ માંણસ પોતાના પડોશીને ગધેડું, બળદ, ઘેટું કે બીજું કોઈ પશુ સાચવવા સોંપે; અને તે મરી જાય, અથવા તેને કોઈ ઈજા થાય, અથવા કોઈ ઉપાડી જાય, અને કોઈ સાક્ષી હોય નહિ,
11. તો પછી તે માંણસે સમજાવવું કે તેણે ચોરી નથી કરી અથવા પ્રાણીને ઈજા નથી પહોચાડી. તેણે યહોવાને સમ સાથે કહેવાનું કે તેણે ચોરી નથી કરી; અને તેના ધણીએ એ કબૂલ રાખવું; અને પછી પડોશીએ નુકસાન ભરપાઈ કરવાનું રહેતું નથી.
12. પરંતુ જો પડોશી એ તે પશુની ચોરી કરી હોય, તો તેણે ધણીને નુકસાન ભરપાઈ કરી આપવું.
13. જો કોઈ જંગલી પ્રાણીએ તેને ફાડી ખાધું હોય, તો તેનો વધેલો ભાગ પુરાવા તરીકે રજૂ કરવો. પછી ફાડી ખાધેલાં પશુનું નુકસાન ભરપાઈ કરવાનું રહેતું નથી.”
14. “અને જો કોઈ વ્યક્તિ પોતાના પડોશી પાસેથી કોઈ પ્રાણી ઉછીનું માંગી લે, અને તેનો ધણી તેની સાથે ના હોય તે સ્થિતીમાં તેને કંઈ ઈજા થાય અથવા તે મરી જાય, તો ઉછીનું લેનારે તેનો પુરેપુરો બદલો આપવો.
15. ધણી તેની સાથે હોય, તો ઉછીનું લેનારે નુકસાન ભરપાઈ કરવાનું રહેતું નથી. અને જો ભાડે લીધું હોય તો ફકત ભાડું ચુકવવાનું રહે.
16. “જો કોઈ વ્યક્તિ અપરણીત કુમાંરિકાને લલચાવીને તેની સાથે મેળાપ કરે, તો તેણે તેનું કન્યામૂલ્ય ચૂકવીને તેની સાથે લગ્ન કરે.
17. જો તેનો બાપ તેની સાથે પરણાવાની ના પાડે, તો કુમાંરિકાના કન્યામૂલ્ય જેટલું નાણું આપવાનું રહે.”
18. “મેલીવિધાનો ઉપયોગ કરનાર સ્ત્રીને જીવતી રહેવા ન દે.
19. “જાનવરની સાથે કુકર્મ કરનારને મૃત્યુદંડની સજા કરવી.”
20. “માંરા સિવાય એટલે કે યહોવા સિવાય બીજા કોઈ પણ દેવને યજ્ઞ કરે અને આહુતિ આપે તો તે વ્યક્તિનું નામનિશાન રહેવા દેવું નહિ.”
21. “તમાંરે વિદેશીઓને હેરાન કરવા નહિ, તેમના પર ત્રાસ કરવો નહિ, કારણ કે, તમે પોતે મિસર દેશમાં વિદેશી હતા.”
22. “કોઈ વિધવા કે અનાથ બાળકને રંજાડશો નહિ.”
23. જો તમે કોઈ પણ પ્રકારે ત્રાસ અથવા તેમને દુઃખી કરશો તો તેઓ મને પોકારશે અને હું તેમનો પોકાર સાંભળીશ.
24. અને માંરો ક્રોધ ભભૂકી ઊઠશે. અને હું તરવારથી તમને રહેંસી નાખીશ; તો તમાંરી પત્ની વિધવા થશે અને તમાંરાં પોતાનાં બાળકો અનાથ થશે.
25. “તમે માંરા લોકોમાંના કોઈ ગરીબ માંણસને નાણાં ધીરો, તો તેના પ્રત્યે લેણદાર જેવો વ્યવહાર ન રાખશો, ને તેની પાસે વ્યાજ લેશો નહિ.
26. જો તમે તમાંરા પડોશીનું વસ્ત્ર ગીરવે રાખો, તો સૂર્યાસ્ત થતાં અગાઉ તમાંરે તે તેને પાછું આપવું.
27. કારણ કે એ એકમાંત્ર એનું પાગરણ છે. તેથી તે બીજું શું ઓઢીને સૂએ? જો તે મને પોકારશે, તો હું તેને સાંભળીશ, કારણ કે હું કૃપાળુ છું.
28. “તમાંરા ન્યાયધીશોની નિંદા ન કર તથા તમાંરા પોતાના લોકોના કોઈ આગેવાનને શાપ આપવો નહિ.
29. “તમાંરે તમાંરા ખેતરની ઊપજ તથા તમાંરા દ્રાક્ષારસની પુષ્કળતામાંથી અર્પણ કરવામાં ઢીલ કરવી નહિ અને તમાંરો જયેષ્ઠ પુત્ર મને આપવો.
30. “તમાંરાં બળદો અને ઘેટાનું પ્રથમ જનિત મને આપવું. સાત દિવસ ભલે તે પોતાની માંતાની સાથે રહે. આઠમે દિવસે તમાંરે તે મને આપી દેવો.”
31. “અને તમે લોકો માંરા પવિત્ર માંણસો થાઓ; તમાંરે જંગલી પશુએ માંરેલા કોઈ પશુનું માંસ ન ખાવું, તે કૂતરાંને નાખી દેવું.

Notes

No Verse Added

Total 40 Chapters, Selected Chapter 22 / 40
Exodus 22:30
1 “જો કોઈ માંણસ બળદ કે ઘેટું ચોરે અને તેને કાપે અથવા વેચી નાખે, તો તેણે એક બળદને બદલે પાંચ બળદ અને એક ઘેટાને બદલે ચાર ઘેટા આપવા. 2 જો કોઈ ચોર રાતના ખાતર પાડતા પકડાય અને તેની હત્યા થાય તો એ ખૂન ન ગણાય, પણ 3 જો તે સૂર્યોદય પછી ખાતર પાડીને ઘરમાં ઘૂસે અને પકડાઈ જતાં તેને માંરી નાખવામાં આવે તો એ ખૂન ગણાય. ચોરેલા માંલની નુકસાની ચોરી કરનાર ભરી આપે; અને જો તે કંગાલ હોય તો તેની ચોરીને કારણે પોતે વેચાઈ જાય. 4 પરંતુ જો ચોરેલી વસ્તુ તેના તાબામાં જીવતી મળી આવે, પછી તે બળદ હોય કે ગધેડું હોય કે ઘેટું હોય; તો તે બમણું ભરપાઈ કરી આપે. 5 “જો કોઈ વ્યક્તિ પોતાનાં ઢોર ખેતરમાં કે દ્રાક્ષની વાડીમાં છૂટાં મૂકે અને તેઓ બીજાનાં ખેતરોમાં ભેલાણ કરે, તો તેણે પોતાના ખેતરની અથવા દ્રાક્ષની વાડીની સર્વોત્તમ ઊપજમાંથી નુકસાની ભરપાઈ કરી આપવી. 6 “જો કોઈ વ્યક્તિ પોતાના ખેતરમાં કાંટા-ઝાખરાં સળગાવવા આગ પેટાવે અને આગ પડોશીના ખેતરમાં ફેલાઈ જાય અને તેના પાક અથવા અનાજ બળી જાય; તો જેણે આગ લગાડી હોય તેણે પૂરું નુકસાન ભરપાઈ કરી આપવું. 7 “જો કોઈ વ્યક્તિ પોતાના પડોશીને નાણાં કે મિલકત સાચવવા માંટે સોંપે અને તે પેલા માંણસના ઘરમાંથી ચોરાઈ જાય; અને જો ચોર પકડાય, તો તેણે બમણું ભરપાઈ કરી આપવું. 8 પરંતુ જો ચોર પકડાઈ ના જાય તો તે ઘર ધણીએ પોતાને ન્યાયધીશો આગળ રજુ કરવો અને ન્યાયધીશ તેની ચોરીનો ફેસલો કરશે. 9 “જો કોઈ બે વ્યક્તિ બળદ વિષે કે ગધેડા વિષે કે ઘેટા વિષે કે વસ્ત્ર વિષે કે કોઈ ખોવાયેલી વસ્તુ વિષે અસહમત હોય અને તેમાંનો એક કહે: ‘આ માંરુ છે.’ પણ બીજો કહે: ‘ના આ માંરુ છે’ તો બન્નેએ દેવ પાસે જવુંને દેવ ન્યાય આપશે કે કોણ ખોટુ છે. જે ખોટો નીકળે તેણે બીજા વ્યક્તિને બમણું ભરપાઈ કરી આપવું. 10 “જો કોઈ માંણસ પોતાના પડોશીને ગધેડું, બળદ, ઘેટું કે બીજું કોઈ પશુ સાચવવા સોંપે; અને તે મરી જાય, અથવા તેને કોઈ ઈજા થાય, અથવા કોઈ ઉપાડી જાય, અને કોઈ સાક્ષી હોય નહિ, 11 તો પછી તે માંણસે સમજાવવું કે તેણે ચોરી નથી કરી અથવા પ્રાણીને ઈજા નથી પહોચાડી. તેણે યહોવાને સમ સાથે કહેવાનું કે તેણે ચોરી નથી કરી; અને તેના ધણીએ એ કબૂલ રાખવું; અને પછી પડોશીએ નુકસાન ભરપાઈ કરવાનું રહેતું નથી. 12 પરંતુ જો પડોશી એ તે પશુની ચોરી કરી હોય, તો તેણે ધણીને નુકસાન ભરપાઈ કરી આપવું. 13 જો કોઈ જંગલી પ્રાણીએ તેને ફાડી ખાધું હોય, તો તેનો વધેલો ભાગ પુરાવા તરીકે રજૂ કરવો. પછી ફાડી ખાધેલાં પશુનું નુકસાન ભરપાઈ કરવાનું રહેતું નથી.” 14 “અને જો કોઈ વ્યક્તિ પોતાના પડોશી પાસેથી કોઈ પ્રાણી ઉછીનું માંગી લે, અને તેનો ધણી તેની સાથે ના હોય તે સ્થિતીમાં તેને કંઈ ઈજા થાય અથવા તે મરી જાય, તો ઉછીનું લેનારે તેનો પુરેપુરો બદલો આપવો. 15 ધણી તેની સાથે હોય, તો ઉછીનું લેનારે નુકસાન ભરપાઈ કરવાનું રહેતું નથી. અને જો ભાડે લીધું હોય તો ફકત ભાડું ચુકવવાનું રહે. 16 “જો કોઈ વ્યક્તિ અપરણીત કુમાંરિકાને લલચાવીને તેની સાથે મેળાપ કરે, તો તેણે તેનું કન્યામૂલ્ય ચૂકવીને તેની સાથે લગ્ન કરે. 17 જો તેનો બાપ તેની સાથે પરણાવાની ના પાડે, તો કુમાંરિકાના કન્યામૂલ્ય જેટલું નાણું આપવાનું રહે.” 18 “મેલીવિધાનો ઉપયોગ કરનાર સ્ત્રીને જીવતી રહેવા ન દે. 19 “જાનવરની સાથે કુકર્મ કરનારને મૃત્યુદંડની સજા કરવી.” 20 “માંરા સિવાય એટલે કે યહોવા સિવાય બીજા કોઈ પણ દેવને યજ્ઞ કરે અને આહુતિ આપે તો તે વ્યક્તિનું નામનિશાન રહેવા દેવું નહિ.” 21 “તમાંરે વિદેશીઓને હેરાન કરવા નહિ, તેમના પર ત્રાસ કરવો નહિ, કારણ કે, તમે પોતે મિસર દેશમાં વિદેશી હતા.” 22 “કોઈ વિધવા કે અનાથ બાળકને રંજાડશો નહિ.” 23 જો તમે કોઈ પણ પ્રકારે ત્રાસ અથવા તેમને દુઃખી કરશો તો તેઓ મને પોકારશે અને હું તેમનો પોકાર સાંભળીશ. 24 અને માંરો ક્રોધ ભભૂકી ઊઠશે. અને હું તરવારથી તમને રહેંસી નાખીશ; તો તમાંરી પત્ની વિધવા થશે અને તમાંરાં પોતાનાં બાળકો અનાથ થશે. 25 “તમે માંરા લોકોમાંના કોઈ ગરીબ માંણસને નાણાં ધીરો, તો તેના પ્રત્યે લેણદાર જેવો વ્યવહાર ન રાખશો, ને તેની પાસે વ્યાજ લેશો નહિ. 26 જો તમે તમાંરા પડોશીનું વસ્ત્ર ગીરવે રાખો, તો સૂર્યાસ્ત થતાં અગાઉ તમાંરે તે તેને પાછું આપવું. 27 કારણ કે એ એકમાંત્ર એનું પાગરણ છે. તેથી તે બીજું શું ઓઢીને સૂએ? જો તે મને પોકારશે, તો હું તેને સાંભળીશ, કારણ કે હું કૃપાળુ છું. 28 “તમાંરા ન્યાયધીશોની નિંદા ન કર તથા તમાંરા પોતાના લોકોના કોઈ આગેવાનને શાપ આપવો નહિ. 29 “તમાંરે તમાંરા ખેતરની ઊપજ તથા તમાંરા દ્રાક્ષારસની પુષ્કળતામાંથી અર્પણ કરવામાં ઢીલ કરવી નહિ અને તમાંરો જયેષ્ઠ પુત્ર મને આપવો. 30 “તમાંરાં બળદો અને ઘેટાનું પ્રથમ જનિત મને આપવું. સાત દિવસ ભલે તે પોતાની માંતાની સાથે રહે. આઠમે દિવસે તમાંરે તે મને આપી દેવો.” 31 “અને તમે લોકો માંરા પવિત્ર માંણસો થાઓ; તમાંરે જંગલી પશુએ માંરેલા કોઈ પશુનું માંસ ન ખાવું, તે કૂતરાંને નાખી દેવું.
Total 40 Chapters, Selected Chapter 22 / 40
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

gujarati Letters Keypad References