1. દાઉદને યહોવાએ તેના સર્વ શત્રુઓના હાથમાંથી તથા શાઉલના હાથમાંથી છોડાવ્યો, તે દિવસે તે આ ગીતના શબ્દો યહોવા આગળ બોલ્યો;
|
3. મારા ખડકના ઈશ્વર, હું તેમના પર ભરોસો રાખીશ; તે મારી ઢાલ તથા મારા તારણનું શિંગ, મારા ઊંચા બુરજ તથા મારું આશ્રયસ્થાન છે. હે મારા ત્રાતા, તમે મને જુલમમાંથી બચાવો છો.
|
7. મારા સંકટમાં મેં યહોવાને હાંક મારી, હા, મારા ઈશ્વરને મેં સંબોધ્યા; એટલે તેમણે પોતાના મંદિરમાંથી મારી વાણી સાંભળી, અને મારી અરજ તેમને કાને પડી.
|
9. તેમનાં નસકોરાંમાંથી ધુમાડો ચઢ્યો, અને તેમના મુખમાંથી ભસ્મ કરનાર અગ્નિ નીકળ્યો; તેથી કોલસા સળગી ઊઠ્યા.
|
16. ત્યારે યહોવાની ધમકીથી, તેમનાં નસકોરાંના શ્વાસના સુસવાટાથી સમુદ્રનાં તળિયાં દેખાયાં, જગતના પાયા ઉઘાડા થયા.
|
21. મારા ન્યાયીપણા પ્રમાણે યહોવાએ મને પ્રતિફળ આપ્યું; મારા હાથની શુદ્ધતા પ્રમાણે તેમણે મને બદલો આપ્યો છે.
|
25. એ માટે યહોવાએ મારા ન્યાયીપણા પ્રમાણે, તથા તેમની દષ્ટિમાં મારી શુદ્ધતા પ્રમાણે મને પ્રતિફળ આપ્યું છે.
|
31. ઈશ્વરનો માર્ગ તો સંપૂર્ણ છે; યહોવાનું વચન પરખાયેલું છે; જેઓ તેમના પર ભરોસો રાખે છે તે સર્વની ઢાલ તે છે.
|
38. મેં મારા શત્રુઓની પાછળ પડીને તેઓનો વિનાશ કર્યો છે. અને તેઓનો નાશ થયો ત્યાં સુધી હું પાછો ફર્યો નહિ.
|
40. કેમ કે તમે યુદ્ધને માટે મારી કમરે સામર્થ્ય બાંધ્યું છે, મારી સામે ઊઠનારાને તમે મારે તાબે કર્યા છે.
|
43. ત્યારે મેં તેઓને ખાંડીને ભૂમિની ધૂળ જેવા કરી નાખ્યા, તેઓને રસ્તાના કાદવની જેમ મેં ખૂંદ્યા, ને તેઓને ચોતરફ વિખેરી નાખ્યા,
|
44. વળી મારા લોકોના ટંટાઓમાંથી તમે મને છોડાવ્યો છે; વિદેશીઓનો અધિપતિ થવા માટે તમે મને સંભાળી રાખ્યો છે; જે લોકોને હું ઓળખતો નથી તેઓ મારી તાબેદારી કરશે.
|
49. અને જે મારા શત્રુઓ પાસેથી મને છોડી લાવે છે તે; હા, મારી સાથે ઊઠનારાથી તમે મને ઊંચો ચઢાવો છો; તમે જુલમી માણસથી મને બચાવો છો.
|
51. તે પોતાના રાજાને મોટા મોટા છુટકારા બક્ષે છે. અને તે પોતાના અભિષિક્ત પર, એટલે દાઉદ તથા તેના સંતાન પર, સદાકાળ મહેરબાની રાખે છે.”
|