1. મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત. હે યહોવા, હું તમારા પર ભરોસો રાખું છું; મારી લાજ કદી પણ જવા દેતા નહિ. તમારા ન્યાયીપણાથી મારું રક્ષણ કરો.
|
2. મારી તરફ તમારો કાન ધરો; ઉતાવળે મને છોડાવો; તમે મારે માટે મજબૂત ગઢ તથા મારા બચાવને માટે કિલ્લો થાઓ.
|
7. હું તમારી દયાથી આનંદ કરીશ તથા હરખાઈશ; કેમ કે તમે મારું દુ:ખ જોયું છે. તમે મારા આત્માની વિપત્તિઓ જાણી છે;
|
9. હે યહોવા, મારા પર દયા કરો, કેમ કે હું સંકટમાં છું; ખેદથી મારી આંખ, મારો પ્રાણ તથા મારું શરીર ક્ષીણ થાય છે.
|
10. કેમ કે સંતાપથી મારી જિંદગી તથા નિસાસાથી મારાં વર્ષ વહી જાય છે; મારા અન્યાયથી મારું બળ ઘટે છે અને મારાં હાડકાં ક્ષીણ થાય છે.
|
11. મારા સર્વ વેરીઓ મને મહેણાં મારે છે, હા, મારા પડોશીઓ તો મને અતિશય મહેણાં મારે છે, અને મારા ઓળખીતાઓને મારું ભય લાગે છે. જેઓ મને બહાર જુએ છે તેઓ મને જોઈને નાસી જાય છે.
|
13. કેમ કે મેં ઘણાને મુખે મારી બદનક્ષી સાંભળી છે, ચારે તરફ ધાસ્તી છે; તેઓ ભેગા થઈને મારી વિરુદ્ધ મસલત કરે છે, અને મારો જીવ લેવાની યુક્તિ રચે છે.
|
17. હે યહોવા, મારી લાજ જવા દેતા નહિ; કેમ કે મેં તમને વિનંતી કરી છે; દુષ્ટો લજવાઓ, અને તેઓ શેઓલમાં છાનામાના પડી રહો.
|
18. જે જૂઠા હોઠ ન્યાયી માણસોની વિરુદ્ધ ગર્વથી તથા તિરસ્કારથી અભિમાનથી ભરેલી વાત બોલે છે તે મૂંગા થાઓ.
|
19. જે ઉદારતા તમે તમારા ભક્તોને માટે રાખી મૂકી છે, તથા તમારા પર ભરોસો રાખનારાને માટે મનુષ્યોની આગળ તમે દર્શાવી છે, તે કેટલી મોટી છે!
|
20. માણસના કાવતરાંથી તમારી હજૂરના આચ્છાદાન વડે તમે તેઓને ઢાંકીને બચાવશો; જીભના કંકાસથી તમે તેઓને માંડવામાં સંતાડી રાખશો.
|
22. મેં તો મારી અધીરતાથી કહી દીધું, “તમે તમારી દષ્ટિ આગળથી મને દૂર કર્યો છે.” તોપણ મેં તમને અરજ કરી ત્યારે તમે મારા કાલાવાલા સાંભળ્યા.
|
23. હે યહોવાના સર્વ ભક્તો, તેમના પર પ્રેમ રાખો. યહોવા વિશ્વાસુઓનું રક્ષણ કરે છે, અને અહંકારથી કામ કરનારને પુષ્કળ બદલો આપે છે.
|