પવિત્ર બાઇબલ

બાઇબલ સોસાયટી ઓફ ઇન્ડિયા (BSI)
1 રાજઓ
1. રહાબઆમ શખેમમાં ગયો. કારણ કે ઇસ્રાએલના બધાં લોકો તેને રાજા બનાવવા માંટે ત્યાં ગયા હતા.
2. તે વખતે યરોબઆમ મિસરમાં હતો, સુલેમાંન રાજાની આગળથી તે ત્યાં નાસી ગયો હતો. આ રાજયાભિષેક વિષે તેણે તેના મિત્રો પાસેથી સાંભળ્યું, અને તે મિસરમાંથી પાછો આવ્યો.
3. કારણ કે ઇસ્રાએલના લોકોએ તેને બોલાવી લીધો હતો, પછી તે એ બધા લોકો સાથે રહાબઆમ પાસે ગયો અને કહ્યું,
4. “તમાંરા પિતા અમાંરા પ્રત્યે બહુ કઠોર હતા અને અમાંરી પાસે સખત કામ કરાવ્યા, હવે તમે અમાંરા પર તમાંરા પિતાએ મૂકેલો આ ભાર હળવો કરો, અને અમે તમાંરી સેવા કરીશું.”
5. પછી રહાબઆમે જણાવ્યું, “અહીંથી ચાલ્યા જાવ અને ત્રણ દિવસ પછી પાછા આવજો.” પછી લોકો તેમની પાસેથી દૂર ગયા.
6. ત્યારબાદ રાજા રહાબઆમે પોતાના પિતા સુલેમાંન જીવતા હતા ત્યારે જે વડીલો તેના સલાહકારો હતા તેઓની સલાહ લીધી. તેણે પૂછયું, “તમે મને આ લોકોને શો જવાબ આપવો તેની સલાહ આપો. “
7. તેમણે કહ્યું, “હવે આપ એ લોકોની ઇચ્છાને તાબે થઈ જાઓ અને એમની સાથે નમ્રતાથી વાત કરશો, તો તેઓ કાયમ માંટે તમાંરી સેવા કરશે.”
8. પરંતુ રહાબઆમે આ વડીલોની સલાહની અવગણના કરી; અને તેણે પોતાની સાથે ઉછરેલા જુવાન મિત્રોને બોલાવ્યા અને તેમની સલાહ લીધી,
9. તેણે પૂછયું, “આ લોકોએ જે મને કહ્યું છે કે, ‘તમાંરા પિતાએ અમાંરા પર જે ભાર મૂકયો છે તે હળવો કરો.’ તેઓને જવાબ આપવા માંટે તમે શી સલાહ આપો છો?”
10. જુવાન મિત્રોએ તેને કહ્યું, “તમે તેઓને એવો જવાબ આપો કે, ‘માંરા પિતાની કમર કરતાં માંરી ટચલી આંગળી જાડી છે.’
11. અને માંરા પિતાએ તમાંરા પર જે બોજ મૂકયો હતો તેને હું વધારીશ. માંરા પિતા તમને કોરડાથી ફટકારતા હતા, હું તમને લોખંડના ટૂકડા બાંધેલા કોરડાથી ફટકારીશ.”‘
12. યરોબઆમ અને તેના માંણસો ત્રણ દિવસ પછી રહાબઆમ પાસે ગયા. બરાબર જે પ્રમાંણે રાજાએ તેમને કરવા કહ્યું હતું તેમજ.
13. રાજાએ વડીલોની સલાહ માંની નહિ પણ લોકોને કઠોરતાથી જવાબ આપ્યો.
14. જેમ તેના મિત્રોએ તેને કહ્યું હતું તેમ તેણે કહ્યું, “માંરા પિતાએ તમાંરા પર જે ભાર મૂકયો હતો તે ભાર હું હજી વધારીશ. માંરા પિતા તો તમને ચાબુકથી ફટકારતા હતા, હું તો તમને લોખંડના ટુકડા બાંધેલા કોરડાથી ફટકારીશ.”
15. આમ, રાજાએ લોકોની વાત પર ધ્યાન આપ્યું નહિ, યહોવાએ શીલોના પ્રબોધક અહિયા માંરફતે નબાટના પુત્ર યરોબઆમને જે સંદેશો મોકલાવ્યો હતો તે પૂરો કરવાનો હતો, તેથી રાજાએ તે પ્રમાંણે વર્તન કર્યુ હતું.
16. જયારે લોકોએ જોયું કે રાજા આપણી વાત સાંભળતો નથી, ત્યારે તેઓએ જવાબ આપ્યો, “દાઉદ સાથે અમાંરે શું સામ્ય છે? યશાઇના પુત્ર સાથે અમાંરે શું લેવા દેવા છે? ઓ ઇસ્રાએલીઓ, સૌ પોતપોતાને ઘેર પાછા જાઓ; દાઉદ, હવેથી તું તારું ઘર સંભાળ.” આમ, બધાં ઇસ્રાએલીઓ પોતપોતાને ઘેર ચાલ્યા ગયા.
17. અને આમ રહાબઆમે યહૂદાના નગરમાં વસતા ઇસ્રાએલીઓ પર રાજય કર્યુ.
18. રાજા રહાબઆમે વેઠ મજૂરોનું ખાતુ સંભાળતા અદોરામને ઇસ્રાએલીઓ પાસે મોકલ્યો, પણ તેઓએ તેને પથ્થરો માંરીને માંરી નાંખ્યો, આથી રાજા રહાબઆમને રથમાં બેસી યરૂશાલેમ ભાગી જવું પડયું.
19. ત્યારથી ઇસ્રાએલીઓએ દાઉદના કુટુંબ સામે બળવો કર્યો છે અને તેઓ આજ સુધી અલગ રહેતા આવ્યા છે.
20. જયારે ઇસ્રાએલના બધા લોકોએ સાંભળ્યું કે, યરોબઆમ પાછો આવ્યો છે, ત્યારે તેમણે તેને ઇસ્રાએલી સભા સમક્ષ બોલાવી, આખા ઇસ્રાએલનો રાજા બનાવ્યો. યહૂદાના કુળસમૂહ સિવાય કોઈ દાઉદના રાજવંશને વફાદાર રહ્યું નહિ.
21. રહાબઆમે યરૂશાલેમ જઈને યહૂદાની ટોળીના અને બિન્યામીનના કુટુંબના કુલ 1,80,000 ચુનંદા યોદ્વાઓને લઇને ઇસ્રાએલના વંશો સામે યુદ્ધ કરી પોતાનું રાજય પાછું મેળવવા ભેગા કર્યા.
22. પણ ઇશ્વર ભકત શમાંયાને દેવની વાણી સંભળાઈ કે,
23. “યહૂદાના સુલેમાંનના રાજા પુત્ર રહાબઆમને, તથા યહૂદાના તથા બિન્યામીનના વંશના બધા લોકો જે આજ સુધી તેની સાથે છે તેમને કહે.
24. ‘આ યહોવાનાં વચન છે: તમાંરા ભાઈઓ ઇસ્રાએલીઓ સામે લડવા જશો નહિ, સૌ કોઈ પોતપોતાને ઘેર પાછા જાય, જે કંઈ બન્યું છે તે માંરી ઇચ્છાથી બન્યું છે.”‘ તેમણે યહોવાનું કહ્યું માંન્યું અને તેની આજ્ઞા પ્રમાંણે તેઓ પાછા ઘેર ચાલ્યા ગયા.
25. પછી યરોબઆમે એફ્રાઈમના પર્વતીય પ્રદેશમાં શખેમ નગરની કિલ્લેબંધી કરી અને ત્યાં રહ્યો; અને ત્યાંથી તેણે પનુએલનગરની પણ કિલ્લેબંધી કરાવી.
26. યરોબઆમે વિચાર કર્યો, “આજે સ્થિતી એવી છે કે, માંરા રાજયના લોકો પાછા દાઉદના રાજવંશને સ્વીકારશે.
27. જો આ લોકો યરૂશાલેમમાં આવેલા યહોવાના મંદિરે યજ્ઞો અર્પણ કરવાનું ચાલુ રાખશે, તો તેમના હૃદયમાં તેમના નેતા યહૂદાના રાજા રહાબઆમ પ્રત્યે ફરી વફાદારી જાગશે; અને તેઓ મને માંરી નાખશે, અને ફરી પાછા યહૂદાના રાજા રહાબઆમને અનુસરશે.”
28. આથી તેણે આ બાબત પર વિચારીને બે સોનાના વાછરડા કરાવ્યા અને લોકોને કહ્યું, “હવે તમાંરે બધાએ યરૂશાલેમ જવાની જરૂર નથી, ઓ ઇસ્રાએલીઓ; આ રહ્યા તમાંરા દેવ જે તમને મિસરમાંથી બહાર લઈ આવ્યા હતા.”
29. એક વાછરડાને તેણે બેથેલમાં સ્થાપ્યો અને બીજો દાનમાં આપ્યો.
30. આથી ઇસ્રાએલીઓએ પાપ કર્યુ. લોકો એક મૂર્તિ સામે પૂજા કરવા બેથેલ જતા અને બીજી મૂર્તિ સામે પૂજા કરવા દાન સુધી જતા.
31. યરોબઆમે ટેકરીઓ પર કબરો બનાવી, અને લેવીવંશી ન હોય એવા બીજા કોઈ પણ કુટુંબોમાંથી યાજકો નિયુકત કર્યા.
32. આઠમાં મહિનામાં પંદરમાં દિવસે, યરોબઆમે યહૂદામાં જે ઉજવાતો હતો તેવો એક ઉત્સવ શરૂ કર્યો, અને તે બેથેલની વેદી પર ઉજવાતો હતો જે તેણે બનાવી હતી. તેણે વાછરડાઓને બલિદાનો અર્પણ કરવાનું શરુ કર્યું જે તેણે બનાવ્યા હતાં. અને તેણે ઉચ્ચ સ્થાનો પરથી યાજકોને નિયુકત કર્યા, બેથેલની કબરોમાં સેવા કરવા માંટે જે તેણે બનાવી હતી.
33. આમ, ઇસ્રાએલીઓ માંટે પોતે શરૂ કરેલો ઉત્સવ ઊજવવા પોતે પસંદ કરેલા આઠમાં મહિનાનાં પંદરમાં દિવસે તે બેથેલ ગયો, અને બલિદાનો અર્પણ કરવા તે પોતે બનાવેલી વેદી પર ગયો.

રેકોર્ડ

Total 22 પ્રકરણો, Selected પ્રકરણ 12 / 22
1 રહાબઆમ શખેમમાં ગયો. કારણ કે ઇસ્રાએલના બધાં લોકો તેને રાજા બનાવવા માંટે ત્યાં ગયા હતા. 2 તે વખતે યરોબઆમ મિસરમાં હતો, સુલેમાંન રાજાની આગળથી તે ત્યાં નાસી ગયો હતો. આ રાજયાભિષેક વિષે તેણે તેના મિત્રો પાસેથી સાંભળ્યું, અને તે મિસરમાંથી પાછો આવ્યો. 3 કારણ કે ઇસ્રાએલના લોકોએ તેને બોલાવી લીધો હતો, પછી તે એ બધા લોકો સાથે રહાબઆમ પાસે ગયો અને કહ્યું, 4 “તમાંરા પિતા અમાંરા પ્રત્યે બહુ કઠોર હતા અને અમાંરી પાસે સખત કામ કરાવ્યા, હવે તમે અમાંરા પર તમાંરા પિતાએ મૂકેલો આ ભાર હળવો કરો, અને અમે તમાંરી સેવા કરીશું.” 5 પછી રહાબઆમે જણાવ્યું, “અહીંથી ચાલ્યા જાવ અને ત્રણ દિવસ પછી પાછા આવજો.” પછી લોકો તેમની પાસેથી દૂર ગયા. 6 ત્યારબાદ રાજા રહાબઆમે પોતાના પિતા સુલેમાંન જીવતા હતા ત્યારે જે વડીલો તેના સલાહકારો હતા તેઓની સલાહ લીધી. તેણે પૂછયું, “તમે મને આ લોકોને શો જવાબ આપવો તેની સલાહ આપો. “ 7 તેમણે કહ્યું, “હવે આપ એ લોકોની ઇચ્છાને તાબે થઈ જાઓ અને એમની સાથે નમ્રતાથી વાત કરશો, તો તેઓ કાયમ માંટે તમાંરી સેવા કરશે.” 8 પરંતુ રહાબઆમે આ વડીલોની સલાહની અવગણના કરી; અને તેણે પોતાની સાથે ઉછરેલા જુવાન મિત્રોને બોલાવ્યા અને તેમની સલાહ લીધી,
9 તેણે પૂછયું, “આ લોકોએ જે મને કહ્યું છે કે, ‘તમાંરા પિતાએ અમાંરા પર જે ભાર મૂકયો છે તે હળવો કરો.’ તેઓને જવાબ આપવા માંટે તમે શી સલાહ આપો છો?”
10 જુવાન મિત્રોએ તેને કહ્યું, “તમે તેઓને એવો જવાબ આપો કે, ‘માંરા પિતાની કમર કરતાં માંરી ટચલી આંગળી જાડી છે.’ 11 અને માંરા પિતાએ તમાંરા પર જે બોજ મૂકયો હતો તેને હું વધારીશ. માંરા પિતા તમને કોરડાથી ફટકારતા હતા, હું તમને લોખંડના ટૂકડા બાંધેલા કોરડાથી ફટકારીશ.”‘ 12 યરોબઆમ અને તેના માંણસો ત્રણ દિવસ પછી રહાબઆમ પાસે ગયા. બરાબર જે પ્રમાંણે રાજાએ તેમને કરવા કહ્યું હતું તેમજ. 13 રાજાએ વડીલોની સલાહ માંની નહિ પણ લોકોને કઠોરતાથી જવાબ આપ્યો. 14 જેમ તેના મિત્રોએ તેને કહ્યું હતું તેમ તેણે કહ્યું, “માંરા પિતાએ તમાંરા પર જે ભાર મૂકયો હતો તે ભાર હું હજી વધારીશ. માંરા પિતા તો તમને ચાબુકથી ફટકારતા હતા, હું તો તમને લોખંડના ટુકડા બાંધેલા કોરડાથી ફટકારીશ.” 15 આમ, રાજાએ લોકોની વાત પર ધ્યાન આપ્યું નહિ, યહોવાએ શીલોના પ્રબોધક અહિયા માંરફતે નબાટના પુત્ર યરોબઆમને જે સંદેશો મોકલાવ્યો હતો તે પૂરો કરવાનો હતો, તેથી રાજાએ તે પ્રમાંણે વર્તન કર્યુ હતું. 16 જયારે લોકોએ જોયું કે રાજા આપણી વાત સાંભળતો નથી, ત્યારે તેઓએ જવાબ આપ્યો, “દાઉદ સાથે અમાંરે શું સામ્ય છે? યશાઇના પુત્ર સાથે અમાંરે શું લેવા દેવા છે? ઓ ઇસ્રાએલીઓ, સૌ પોતપોતાને ઘેર પાછા જાઓ; દાઉદ, હવેથી તું તારું ઘર સંભાળ.” આમ, બધાં ઇસ્રાએલીઓ પોતપોતાને ઘેર ચાલ્યા ગયા. 17 અને આમ રહાબઆમે યહૂદાના નગરમાં વસતા ઇસ્રાએલીઓ પર રાજય કર્યુ. 18 રાજા રહાબઆમે વેઠ મજૂરોનું ખાતુ સંભાળતા અદોરામને ઇસ્રાએલીઓ પાસે મોકલ્યો, પણ તેઓએ તેને પથ્થરો માંરીને માંરી નાંખ્યો, આથી રાજા રહાબઆમને રથમાં બેસી યરૂશાલેમ ભાગી જવું પડયું. 19 ત્યારથી ઇસ્રાએલીઓએ દાઉદના કુટુંબ સામે બળવો કર્યો છે અને તેઓ આજ સુધી અલગ રહેતા આવ્યા છે. 20 જયારે ઇસ્રાએલના બધા લોકોએ સાંભળ્યું કે, યરોબઆમ પાછો આવ્યો છે, ત્યારે તેમણે તેને ઇસ્રાએલી સભા સમક્ષ બોલાવી, આખા ઇસ્રાએલનો રાજા બનાવ્યો. યહૂદાના કુળસમૂહ સિવાય કોઈ દાઉદના રાજવંશને વફાદાર રહ્યું નહિ. 21 રહાબઆમે યરૂશાલેમ જઈને યહૂદાની ટોળીના અને બિન્યામીનના કુટુંબના કુલ 1,80,000 ચુનંદા યોદ્વાઓને લઇને ઇસ્રાએલના વંશો સામે યુદ્ધ કરી પોતાનું રાજય પાછું મેળવવા ભેગા કર્યા. 22 પણ ઇશ્વર ભકત શમાંયાને દેવની વાણી સંભળાઈ કે, 23 “યહૂદાના સુલેમાંનના રાજા પુત્ર રહાબઆમને, તથા યહૂદાના તથા બિન્યામીનના વંશના બધા લોકો જે આજ સુધી તેની સાથે છે તેમને કહે. 24 ‘આ યહોવાનાં વચન છે: તમાંરા ભાઈઓ ઇસ્રાએલીઓ સામે લડવા જશો નહિ, સૌ કોઈ પોતપોતાને ઘેર પાછા જાય, જે કંઈ બન્યું છે તે માંરી ઇચ્છાથી બન્યું છે.”‘ તેમણે યહોવાનું કહ્યું માંન્યું અને તેની આજ્ઞા પ્રમાંણે તેઓ પાછા ઘેર ચાલ્યા ગયા. 25 પછી યરોબઆમે એફ્રાઈમના પર્વતીય પ્રદેશમાં શખેમ નગરની કિલ્લેબંધી કરી અને ત્યાં રહ્યો; અને ત્યાંથી તેણે પનુએલનગરની પણ કિલ્લેબંધી કરાવી. 26 યરોબઆમે વિચાર કર્યો, “આજે સ્થિતી એવી છે કે, માંરા રાજયના લોકો પાછા દાઉદના રાજવંશને સ્વીકારશે. 27 જો આ લોકો યરૂશાલેમમાં આવેલા યહોવાના મંદિરે યજ્ઞો અર્પણ કરવાનું ચાલુ રાખશે, તો તેમના હૃદયમાં તેમના નેતા યહૂદાના રાજા રહાબઆમ પ્રત્યે ફરી વફાદારી જાગશે; અને તેઓ મને માંરી નાખશે, અને ફરી પાછા યહૂદાના રાજા રહાબઆમને અનુસરશે.” 28 આથી તેણે આ બાબત પર વિચારીને બે સોનાના વાછરડા કરાવ્યા અને લોકોને કહ્યું, “હવે તમાંરે બધાએ યરૂશાલેમ જવાની જરૂર નથી, ઓ ઇસ્રાએલીઓ; આ રહ્યા તમાંરા દેવ જે તમને મિસરમાંથી બહાર લઈ આવ્યા હતા.” 29 એક વાછરડાને તેણે બેથેલમાં સ્થાપ્યો અને બીજો દાનમાં આપ્યો. 30 આથી ઇસ્રાએલીઓએ પાપ કર્યુ. લોકો એક મૂર્તિ સામે પૂજા કરવા બેથેલ જતા અને બીજી મૂર્તિ સામે પૂજા કરવા દાન સુધી જતા. 31 યરોબઆમે ટેકરીઓ પર કબરો બનાવી, અને લેવીવંશી ન હોય એવા બીજા કોઈ પણ કુટુંબોમાંથી યાજકો નિયુકત કર્યા. 32 આઠમાં મહિનામાં પંદરમાં દિવસે, યરોબઆમે યહૂદામાં જે ઉજવાતો હતો તેવો એક ઉત્સવ શરૂ કર્યો, અને તે બેથેલની વેદી પર ઉજવાતો હતો જે તેણે બનાવી હતી. તેણે વાછરડાઓને બલિદાનો અર્પણ કરવાનું શરુ કર્યું જે તેણે બનાવ્યા હતાં. અને તેણે ઉચ્ચ સ્થાનો પરથી યાજકોને નિયુકત કર્યા, બેથેલની કબરોમાં સેવા કરવા માંટે જે તેણે બનાવી હતી. 33 આમ, ઇસ્રાએલીઓ માંટે પોતે શરૂ કરેલો ઉત્સવ ઊજવવા પોતે પસંદ કરેલા આઠમાં મહિનાનાં પંદરમાં દિવસે તે બેથેલ ગયો, અને બલિદાનો અર્પણ કરવા તે પોતે બનાવેલી વેદી પર ગયો.
Total 22 પ્રકરણો, Selected પ્રકરણ 12 / 22
×

Alert

×

Gujarati Letters Keypad References