1. ભાઈઓ, જ્યારે હું તમારી પાસે આવ્યો, ત્યારે તમને ઈશ્વર વિષેની સાક્ષી પ્રગટ કરતી વખતે હું ઉત્તમ વકતૃત્વ કે જ્ઞાન બતાવીને આવ્યો નહોતો.
|
2. કેમ કે ઈસુ ખ્રિસ્ત, અને તે વધસ્તંભે જડાયેલા, તે સિવાય હું તમારી સાથે રહીને બીજું કંઈ જ ન જાણું, એવો મેં નિશ્ચય કર્યો.
|
4. મારી વાતનો તથા મારા બોધનો આધાર માનવી જ્ઞાનની મનોહર ભાષા ઉપર નહોતો, પણ આત્માના તથા સામર્થ્યના પ્રમાણ પર હતો
|
6. પણ જેઓ પુખ્ત છે તેઓની સાથે અમે જ્ઞાનની વાત કરીએ છીએ. પણ તે આ જમાનાનું જ્ઞાન નહિ, તથા આ જમાનાના નાશ પામનાર અધિકારીઓનું જ્ઞાન પણ નહિ;
|
7. પણ ઈશ્વરનું જ્ઞાન, એટલે જે ગુપ્ત રખાયેલું જ્ઞાન અનાદિકાળથી ઈશ્વરે આપણા મહિમાને માટે નિર્માણ કર્યું હતું. તેની વાત અમે મર્મમાં બોલીએ છીએ.
|
8. આ જમાનાના અધિકારીઓમાંના કોઈને તે જ્ઞાન ની ખબર નથી; કેમ કે જો તેઓને તેની ખબર હોત તો તેઓ મહિમાવાન પ્રભુને વધસ્તંભે ન જડત.
|
9. પણ લખેલું છે, “જે વાનાં આંખે જોયાં નથી, અને કાને સાંભળ્યા નથી, જેઓ માણસના મનમાં પ્રવેશ્યાં નથી, જે વાનાં ઈશ્વરે પોતાના પર પ્રેમ કરનારાઓને માટે તૈયાર કર્યાં છે;
|
10. તે તો ઈશ્વરે આત્માથી આપણને પ્રગટ કર્યા છે.” કેમ કે આત્મા સર્વને, હા ઈશ્વરના ઊંડા વિચારો ને પણ શોધે છે.
|
11. કેમ કે કોઈ માણસની વાતો તે માણસમાં જે આત્મા છે તે સિવાય કયું માણસ જાણે છે? એમ જ ઈશ્વરના આત્મા સિવાય ઈશ્વરની વાતો બીજો કોઈ જાણતો નથી.
|
12. પણ અમે જગતનો આત્મા નહિ, પણ જે આત્મા ઈશ્વર તરફથી છે તે પામ્યા છીએ, જેથી ઈશ્વરે આપણને જે વાનાં આપેલાં છે તે અમે જાણીએ છીએ.
|
13. તે જ અમે બોલીએ છીએ, માનવી જ્ઞાને શીખવેલી ભાષામાં નહિ, પણ પવિત્ર આત્માએ શીખવેલી ભાષામાં; આધ્યાત્મિક બાબતોને આધ્યાત્મિક ભાષાથી સમજાવીએ છીએ.
|
14. સાંસારિક માનસ ઈશ્વરના આત્માની વાતોનો સ્વીકાર કરતું નથી, કેમ કે તે વાતો તેને મૂર્ખતા જેવી લાગે છે; અને તેઓ આધ્યાત્મિક રીતે સમજાય છે, માટે તે તેમને સમજી શકતું નથી.
|