1. હે રાજકુમારી ચંપલોમાં તારા પગ કેવા સુંદર છે! તારી જાંઘોના વળાંક નિપુણ કારીગરે જડેલા જવાહિર જેવા છે.
|
2. જેમાં મિશ્રિત દ્રાક્ષારસની કદી અછત હોતી નથી; એવા ગોળ પ્યાલા સરખી તારી નાભી છે. તારું પેટ ગુલછડીથી શણગારેલી ઘઉંની ઢગલીના જેવું છે;
|
4. તારી ડોકી જાણે હાથીદાંતનો મિનાર જોઈ લો; તારી આંખો હેશ્બોનમાં બાથ- રાબ્બીમના દરવાજા પાસેના કુંડ જેવી છે; તારું નાક દમસ્કસ તરફ ઢળતા લબાનોનના બૂરજ સરખું છે.
|
5. તારા દેહ પર તારું શિર કાર્મેલ પર્વત જેવું, તારા શિરના કેશ જાંબુઆ રંગના છે; રાજા તેની લટોમાં બંદીવાન તરીકે જકડાઈ રહ્યો છે.
|
8. મેં કહ્યું, હું ખજૂરી ઉપર ચઢીશ, હું તેની ડાળીઓ પકડીશ; તારાં સ્તન દ્રાક્ષાવેલાની લૂમો જેવાં થાય, અને તારા શ્વાસની સુગંધ સફરજન જેવી થાય;
|
9. અને તારું મુખ ઉત્તમ દ્રાક્ષારસ જેવું થાય કે, જે દ્રાક્ષારસ મારા પ્રીતમને માટે છે, અને જે ઊંઘનારાના હોઠોમાં થઈને સરળતાથી પેટમાં ઊતરી જાય છે.
|
12. આપણે વહેલાં ઊઠીને દ્રાક્ષાવાડીઓમાં જઈએ; દ્રાક્ષાવેલાને મોર આવ્યો છે ને તેનાં ફૂલ ખોલ્યાં છે કે નહિ, ને દાડમડીઓ મહોરી છે કે નહિ, તે આપણે જોઈએ; ત્યાં હું તને મારા પ્રેમનો અનુભવ કરાવીશ.
|
13. વેંગણીઓ બહેકી રહી છે, અને આપણાં બારણાં પાસે સર્વ પ્રકારનાં નવાં તથા જૂનાં ફળ છે, જે, હે મારા પ્રીતમ, મેં તારે માટે સંઘરી રાખ્યાં છે.
|