1. મુખ્ય ગવૈયાને માટે; રાગ આલ તાશ્ખેથ. દાઉદનું મિખ્તામ. તે શાઉલથી નાસી જઈ ગુફામાં રહેતો તે વખતનું. હે ઈશ્વર, મારા પર દયા રાખો, મારા પર દયા રાખો; કેમ કે મારો આત્મા તમારે શરણે આવ્યો છે; આ વિપત્તિઓ થઈ રહે, ત્યાં સુધી હું તમારી પાંખોને આશ્રયે રહીશ.
|
3. જે મને ગળી જવા ચાહે છે, તે મારી નિંદા કરે છે, ત્યારે ઈશ્વર આકાશથી સહાય મોકલીને મને બચાવશે. (સેલાહ) તે પોતાની કૃપા તથા સત્યતા મોકલશે.
|
4. મારો આત્મા સિંહોની મધ્યે છે; જેઓના મનમાં મારે માટે ભડકા ઊઠે છે, તેઓમાં મારે સૂઈ રહેવું પડે છે; તે માણસોના દાંત ભાલા તથા બાણ જેવા છે, અને તેઓની જીભ તીક્ષ્ણ ધારવાળી તરવાર જેવી છે.
|
6. તેઓએ મારા પગને ગૂંચવવા માટે જાળ પાથરી છે; મારો આત્મા નમી ગયો છે; તેઓએ મારી આગળ ખાડો ખોદ્યો છે, તેમાં તેઓ પોતે પડી ગયા છે. (સેલાહ)
|