1. આસાફનું ગીત. ઈશ્વર, હા, ઈશ્વર યહોવા બોલ્યા છે, તેમણે સૂર્યના ઉદયથી તે તેના અસ્ત સુધી પૃથ્વીને બોલાવી છે.
|
7. “હે મારા લોકો, સાંભળો, હું બોલીશ; હે ઇઝરાયલ, સાંભળ, હું તારી વિરુદ્ધ સાક્ષી પૂરીશ; હું ઈશ્વર છું, હા તારો ઈશ્વર છું.
|
16. પણ ઈશ્વર દુષ્ટને કહે છે, “તારે મારા વિધિઓ શા માટે પ્રગટ કરવા જોઈએ, તથા મારો કરાર શા માટે તારા મુખમાં લેવો જોઈએ?
|
21. આવાં કામ તેં કર્યાં છે, અને હું ચૂપ રહ્યો; તેથી તેં ધાર્યું છે કે હું છેક તારા જેવો છું, પણ હું તને ઠપકો આપીશ, અને હું તારાં કામ તારી આંખો આગળ અનુક્રમે ગોઠવીશ.
|
22. હે ઈશ્વરને વીસરનારા, હવે આનો વિચાર કરો, રખેને હું તમારા ફાડીને ટુકડેટુકડા કરું અને છોડાવનાર કોઈ હોય નહિ;
|
23. જે ઉપકારસ્તુતિનાં અપર્ણ ચઢાવે છે તે મારો મહિમા પ્રગટ કરે છે; અને જે પોતાની વર્તણૂક નિયમસર રાખે છે, તેને હું ઈશ્વરનું તારણ દેખાડીશ.”
|