2. અને તેણે જોયું, તો જુઓ, ખેતરમાં એક કૂવો હતો, ને જુઓ, ત્યાં તેની પાસે ઘેટાંનાં ત્રણ ટોળાં બેઠાં હતાં. કેમ કે તે કૂવામાંથી તેઓ ટોળાંને પાતા હતા; અને કૂવાના મોં પર મૂકેલો પથ્થર મોટો હતો.
|
3. અને ત્યાં સર્વ ટોળાં એકત્ર થતાં હતાં; અને તેઓ કૂવાના મોં પરથી પથ્થર ગબડાવી ઘેટાંને પાતા હતા, ને કૂવાના મોં પર પથ્થર પાછો તને ઠેકાણે મૂકતા હતા.
|
5. અને તેણે તેઓને કહ્યું, “શું તમે નાહોરના દિકરા લાબાનને ઓળખો છો?” અને તેઓએ કહ્યું, “અમે તેને ઓળખીએ છીએ.”
|
6. અને યાકૂબે તેઓને કહ્યું, “શું તે ક્ષેમકુશળ છે?” અને તેઓએ કહ્યું, શું તે ક્ષેમકુશળ છે?” અને જો, તેની દીકરી રાહેલ ઘેટાં લઈને આવે છે.”
|
7. અને તેણે કહ્યું, “જો, હજુ દિવસ ઘણો છે, ને ઢોર એકત્ર કરવાનો વખત થયો નથી; માટે તમે ઘેટાંને પાઓ, ને જઈને તેઓને ચારો.”
|
8. અને તેઓ બોલ્યા, “સર્વ ટોળાં એકઠાં થાય, ને કૂવાના મોં પરથી પથ્થર ગબડાવવામાં આવે, ત્યાં સુધી તે અમારાથી થાય એવું નથી. તે પછી અમે ઘેટાંને પાઈએ છીએ.”
|
9. અને તે તેઓની સાથે બોલતો હતો, એટલામાં રાહેલ પોતાના પિતાનાં ઘેટાં લઈને આવી, કેમ કે તે તેઓને સાચવતી હતી.
|
10. અને એમ થયું કે, યાકૂબે તેના મામા લાબાનની દીકરી રાહેલને તથા તેના મામા લાબાનનાં ઘેટાંને જોયાં, ત્યારે યાકૂબે પાસે આવીને કૂવાના મોં પરથી પથ્થર ગબડાવ્યો, ને તેના મામા લાબાનનાં ઘેટાંને પાણી પીવડાવ્યું.
|
12. અને યાકૂબે રાહેલને કહ્યું, “હું તારા પિતનો ભાઈ, ને રિબકાનો દીકરો છું.” અને રાહેલે દોડીને પોતાના પિતાને ખબર આપી.
|
13. અને એમ થયું કે લાબાને તેના ભાણેજ યાકૂબની ખબર સાંભળી ત્યારે તે તેને મળવા દોડયો, ને તેને આલિંગન કરીને ચૂમ્યો, ને તેને પોતાને ઘેર લાવ્યો. અને તેણે લાબાનને આ સર્વ વાતો કહી.
|
14. અને લાબાને તેને કહ્યું, “ખચીત તું મારા હાડકાનો તથા માંસનો છે.” અને યાકૂબ તેની પાસે એક મહિનાભર રહ્યો.
|
15. અને લાબાને યાકૂબને કહ્યું, “તું મારો ભાઈ છે, તેથી તારે મારી ચાકરી મફત કરવી ઘટે શું? હું તને શું આપું તે મને કહે.”
|
18. અને યાકૂબે રાહેલ પર પ્રેમ કર્યો; અને તેણે કહ્યું, “તારી નાની દીકરી રાહેલને માટે હું સાત વર્ષ સુધી તારી ચાકરી કરીશ.”
|
20. અને યાકૂબે રાહેલને માટે સાત વર્ષ સુધી ચાકરી કરી; અને તેના પર તેનો પ્રેમ હતો, માટે તે સાત વર્ષ તેને થોડા દિવસ સરખાં લાગ્યાં.
|
21. અને યાકૂબે લાબાનને કહ્યું, “ ઠરાવેલો સમય પૂરો થયો છે, માટે મારી પત્ની મને આપ કે, હું તેની પાસે જાઉં.”
|
25. અને જુઓ, સવાર એમ થયું કે તે તો લેઆ હતી. અને યાકૂબે લાબાનને કહ્યું, “આ તેં મને શું કર્યું છે? શું રાહેલને માટે મેં તારી ચાકરી નહોતી કરી? તેં મને શા માટે છેતર્યો?”
|
27. આનું અઠવાડિયું પુરુ કર, ને બીજાં સાત વર્ષ તું મારી જે ચાકરી કરશે તેના બદલામાં અમે તેને પણ તને આપીશું.”
|
28. અને તે પ્રમાણે યાકૂબે કર્યું, ને તેનું અઠવાડિયું પુરું કર્યા પછી લાબાને તેની દીકરી રાહેલને પણ યાકૂબની પત્ની થવાને આપી.
|
30. અને રાહેલની પાસે પણ તે ગયો, ને તેણે લેઆ કરતાં રાહેલ પર વધારે પ્રેમ કર્યો, ને બીજાં સાત વર્ષ સુધી તેની ચાકરી.
|
32. અને લેઆ ગર્ભવતી થઈ, ને તેણે દિકરાને જન્મ આપ્યો, ને તેણે તેનું નામ રૂબેન પાડયું; કેમ કે તેણે કહ્યું, “યહોવાએ મારું કષ્ટ ખચીત જોયું છે. માટે હવે મારો પતિ મારા પર પ્રેમ કરશે.”
|
33. અને તે ફરી ગર્ભવતી થઈ, ને દિકરાને જન્મ આપ્યો. અને બોલી, “હું ના પસંદ પડી છું, એમ યહોવાએ સાંભળ્યું છે, માટે તેમણે આ પણ મને આપ્યો છે.” અને તેણે તેનું નામ શિમયોન પાડયું.
|
34. અને તે ફરી ગર્ભવતી થઈ, ને દિકરાને જન્મ આપ્યો; અને કહ્યું, “હવે આ વખત મારો પતિ મારી સાથે પ્રેમે બંધાશે, કેમ કે મારાથી તેને ત્રણ દિકરા થયા છે.” માટે તેણે તેનું નામ લેવી પાડયું.
|
35. આને તે ફરી ગર્ભવતી થઈ, ને દિકરાને જન્મ આપ્યો; અને તેણે કહ્યું, હવે હું યહોવાની સ્તુતિ કરીશ.” માટે તેણે તેનું નામ યહૂદા પાડયું; અને એને સંતાન થતાં બંધ થયાં.
|