1. અને શિનઆરનો રાજા આમ્રાફેલ, તથા એલ્લાસારનો રાજા આર્યોખ, તથા એલામનો રાજા કદોરલાઓમેર, તથા ગોઈમનો રાના તિદાલ તેઓના દિવસોમાં એમ થયું કે,
|
2. તેઓએ સદોમનો રાજા બેરા, તથા ગમોરાનો રાજા બિર્શા, તથા આદમનો રાજા શિનાબ, તથા સબોઈમનો રાજા શેમેબેર, તથા બેલા (એટલે સોઆર) તેનો રાજા, તેઓની સાથે લડાઈ કરી.
|
5. અને ચૌદમે વર્ષે કદોરલાઓમેર તથા જે રાજાઓ તેની સાથે હતા, તેઓ આવીને આશ્તરોથ-કારનાઈમ દેશના રફીઓને તથા હામ દેશના ઝૂઝીઓને, તથા શાવેહકિર્યાથાઈમ દેશના એમીઓને,
|
7. અને તેઓ પાછા ફર્યા, ને એન-મિશ્પાટ (એટલે કાદેશ) આવ્યા, ને અમાલેકીઓના આખા દેશને તથા હાસસ્ત્રોન-તામારમાં રહેનારા અમોરીઓને પણ તેઓએ હરાવ્યા.
|
8. ત્યારે સદોમનો રાજા, તથા ગમોરાનો રાજા, તથા આદમાનો રાજા, તથા સબોઈમનો રાજા, તથા બેલા (એટલે સોઆર) તેનો રાજા, તેઓ નીકળીને સિદીમના નીચાણમાં તેમની સામા લડ્યા.
|
9. એમ એલામનો રાજા કદોરલાઓમેર, તથા ગોઈમનો રાજા તિદાલ, તથા શિનઆરનો રાજા આર્યોખ, એ ચાર રાજા પેલા પાંચ રાજાની સામા થયા.
|
10. અને સિદીમના નીચાણમાં ડામરના ખાડા બહુ હતા. અને સદોમ તથા ગમોરાના રાજા નાસીને તેમાં પડયાં, ને જે બાકી રહ્યા હતા તેઓ પહાડ તરફ નાસી ગયા.
|
12. અને ઇબ્રામનો ભત્રીજો લોત સદોમમાં રહેતો હતો, તેને પકડીને તથા તેની સર્વ સંપત્તિને લઈને તેઓ ચાલ્યા ગયા.
|
13. અને એક જણ નાઠો હતો, તેણે આવીને હિબ્રૂ ઇબ્રામને ખબર આપી; કેમ કે તે એશ્કોલ તથા આનેરના ભાઈ અમોરીના મામરેનઆં એલોન ઝાડ પાસે રહેતો હતો. અને તેઓ ઇબ્રામની સાથે સંપીલા હતા.
|
14. અને ઇબ્રામે પોતાના ભાઈને પકડી લઈ ગયાનું સાંભળ્યું, ત્યારે પોતાના ઘરમાં જન્મેલા ત્રણસો અઢાર કવાયત શીખેલા નોકરો લઈને તે દાન સુધી તેઓની પાછળ લાગ્યો.
|
15. અને રાત્રે તેઓની વિરુદ્ધ પોતાના ચાકરોની બે ટોળી કરીને તેણે તેઓને હરાવ્યા, ને દમસ્કની ડાબી બાજુના હોબા લગી તે તેઓની પાછળ લાગ્યો.
|
16. અને તે સર્વ સંપત્તિ પાછી લાવ્યો, ને પોતાના ભાઈ લોતને, તથા તેની સંપત્તિ તથા સ્ત્રીઓને તથા લોકોને પણ પાછા લાવ્યો.
|
17. અને કદોરલાઓમેર તથા તેની સાથે જે રાજાઓ હતા, તેઓને હરાવીને ઇબ્રામ પાછો આવતો હતો ત્યારે તેને મળવા માટે સદોમનો રાજા, શાવેના નીચાણમાં, એટલે રાજાના નીચાણમાં આવ્યો.
|
19. અને તેણે ઇબ્રામને આશીર્વાદ આપીને કહ્યું, “પરાત્પર ઈશ્વર, જે આકાશ તથા પૃથ્વીના ધણી, તેમનાથી ઇબ્રામ આશીર્વાદિત થાઓ;
|
20. અને પરાત્પર ઈશ્વર જેમણે તારા શત્રુઓને તારા હાથમાં સોંપ્યા છે, તેમને ધન્ય હો.” અને ઇબ્રામે સર્વમાંથી દશમો ભાગ આપ્યો.
|
22. અને ઇબ્રામે સદોમના રાજાને કહ્યું, “યહોવા પરાત્પર ઈશ્વર, જે આકાશ તથા પૃથ્વીના ધણી, તેમની તરફ મેં પોતાનો હાથ ઊંચો કરીને સમ ખાધા છે;
|
23. ‘હું સૂતળી કે જોડાની વાધરી કે તારી કંઈપણ વસ્તુ નહિ લૂઉં, ’ રખેને તું કહે કે ઇબ્રામ મારાથી ધનવાન થયો છે.
|
24. જુવાનોએ જે ખાધું છે તે વગર, ને જે માણસો મારી સાથે આવ્યા, તેઓના ભાગ વગર હું કંઈ લેવાનો નથી. તેઓ, એટલે આનેર તથા એશ્કોલ તથા મામરે, પોતપોતાનો ભાગ લે.”
|