પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ઝખાર્યા
1. જે યહોવા વીજળીઓના ઉત્પન્નકર્તા છે તે યહોવાની પાસે તમે, પાછલા વરસાદની મોસમમાં, વરસાદ માગો; તે માણસોને વરસાદનાં ઝાપટાં તથા દરેકને ખેતરમાં લીલોતરી આપશે.
2. કેમ કે તરાફિમ [મૂર્તિઓએ] મિથ્યા વાત કહી છે, ને શકુન જોનારાઓએ જૂઠો વરતારો કર્યો છે. સંદર્શનિકો અસત્ય બોલે છે, તેઓ ખોટો દિલાસો દે છે; માટે લોકો ઘેટાંની જેમ આમતેમ ભટકે છે, તેઓ દુ:ખી થાય છે, કેમ કે કોઈ પાળક નથી.
3. [પ્રભુ કહે છે,] “મારો ક્રોધ પાળકો ઉપર સળગ્યો છે, હું બકરાઓને શિક્ષા કરીશ; કેમ કે સૈન્યોના [ઈશ્વર] યહોવાએ યહૂદાના વંશરૂપી પોતાના ટોળાની ખબર લીધી છે, ને તે તેઓને યુદ્ધના પોતાના સુંદર ઘોડા જેવા કરશે.
4. તેમાંથી ખૂણાનો પથ્થર, ખીલો, યુદ્ધધનુષ્ય અને દરેક અધિકારી, તમામ નીકળી આવશે.
5. તેઓ યુદ્ધમાં [પોતાના શત્રુઓને] ગલીઓના કાદવમાં ખૂંદી નાખનાર યોદ્ધાઓ જેવા થશે. તેઓ યુદ્ધ કરશે, કેમ કે યહોવા તેઓની સાથે છે; અને ઘોડેસવારો ગભરાઈ જશે.
6. હું યહૂદાના માણસોને બળવાન કરીશ, અને હું યૂસફના માણસોનો ઉદ્ધાર કરીશ, ને હું તેઓને [તેમના વતનમાં] પાછા લાવીશ, કેમ કે મને તેમના પર દયા આવે છે; અને જાણે મેં તેમને અગાઉ કદી તજી દીધા ન હોય, એવા તેઓ થશે, કેમ કે હું તેઓનો ઈશ્વર યહોવા છું, ને હું તેઓનું સાંભળીશ.
7. એફ્રાઈમીઓ યોદ્ધા જેવા થશે, અને દ્રાક્ષારસ [પીધો હોય] તેમ તેઓનાં મન હરખાશે. હા, તેઓનાં છોકરાં તે જોઈને હરખાશે; તેમનાં અંત:કરણો યહોવામાં આનંદ પામશે.
8. હું સીટી વગાડીને તેઓને એકત્ર કરીશ; કેમ કે મેં તેઓનો ઉદ્ધાર કર્યો છે. અને [પૂર્વે] જેમ તેઓની વૃદ્ધિ થઈ હતી તેમ તેઓની વૃદ્ધિ થશે.
9. અગર જો હું તેમને અન્ય પ્રજાઓમાં વાવીશ, તોપણ દૂરના દેશોમાં તેઓ મારું સ્મરણ કરશે; અને તેઓ પોતાનાં છોકરાં સહિત જીવશે, અને પાછા આવશે.
10. વળી હું તેમને મિસર દેશમાંથી પાછા લાવીશ, અને તેઓને આશૂરમાંથી ભેગા કરીશ. હું તેઓને ગિલ્યાદ તથા લબાનોનની ભૂમિમાં લાવીશ. અને તેમને માટે [પૂરતી જગા] મળશે નહિ.
11. તે સંકટરૂપી સમુદ્ર ઓળંગશે, ને સમુદ્રનાં મોજાંઓને મારશે, ને નીલનાં સર્વ ઊંડાણો સુકાઈ જશે. આશૂરનો ગર્વ ઉતારવામાં આવશે, અને મિસરનો રાજદંડ જતો કરાશે.
12. હું તેઓને યહોવામાં બળવાન કરીશ; અને તેઓ તેના નામમાં હરશે ફરશે, ” એમ યહોવા કહે છે.

Notes

No Verse Added

Total 14 Chapters, Current Chapter 10 of Total Chapters 14
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14
ઝખાર્યા 10
1. જે યહોવા વીજળીઓના ઉત્પન્નકર્તા છે તે યહોવાની પાસે તમે, પાછલા વરસાદની મોસમમાં, વરસાદ માગો; તે માણસોને વરસાદનાં ઝાપટાં તથા દરેકને ખેતરમાં લીલોતરી આપશે.
2. કેમ કે તરાફિમ મૂર્તિઓએ મિથ્યા વાત કહી છે, ને શકુન જોનારાઓએ જૂઠો વરતારો કર્યો છે. સંદર્શનિકો અસત્ય બોલે છે, તેઓ ખોટો દિલાસો દે છે; માટે લોકો ઘેટાંની જેમ આમતેમ ભટકે છે, તેઓ દુ:ખી થાય છે, કેમ કે કોઈ પાળક નથી.
3. પ્રભુ કહે છે, “મારો ક્રોધ પાળકો ઉપર સળગ્યો છે, હું બકરાઓને શિક્ષા કરીશ; કેમ કે સૈન્યોના ઈશ્વર યહોવાએ યહૂદાના વંશરૂપી પોતાના ટોળાની ખબર લીધી છે, ને તે તેઓને યુદ્ધના પોતાના સુંદર ઘોડા જેવા કરશે.
4. તેમાંથી ખૂણાનો પથ્થર, ખીલો, યુદ્ધધનુષ્ય અને દરેક અધિકારી, તમામ નીકળી આવશે.
5. તેઓ યુદ્ધમાં પોતાના શત્રુઓને ગલીઓના કાદવમાં ખૂંદી નાખનાર યોદ્ધાઓ જેવા થશે. તેઓ યુદ્ધ કરશે, કેમ કે યહોવા તેઓની સાથે છે; અને ઘોડેસવારો ગભરાઈ જશે.
6. હું યહૂદાના માણસોને બળવાન કરીશ, અને હું યૂસફના માણસોનો ઉદ્ધાર કરીશ, ને હું તેઓને તેમના વતનમાં પાછા લાવીશ, કેમ કે મને તેમના પર દયા આવે છે; અને જાણે મેં તેમને અગાઉ કદી તજી દીધા હોય, એવા તેઓ થશે, કેમ કે હું તેઓનો ઈશ્વર યહોવા છું, ને હું તેઓનું સાંભળીશ.
7. એફ્રાઈમીઓ યોદ્ધા જેવા થશે, અને દ્રાક્ષારસ પીધો હોય તેમ તેઓનાં મન હરખાશે. હા, તેઓનાં છોકરાં તે જોઈને હરખાશે; તેમનાં અંત:કરણો યહોવામાં આનંદ પામશે.
8. હું સીટી વગાડીને તેઓને એકત્ર કરીશ; કેમ કે મેં તેઓનો ઉદ્ધાર કર્યો છે. અને પૂર્વે જેમ તેઓની વૃદ્ધિ થઈ હતી તેમ તેઓની વૃદ્ધિ થશે.
9. અગર જો હું તેમને અન્ય પ્રજાઓમાં વાવીશ, તોપણ દૂરના દેશોમાં તેઓ મારું સ્મરણ કરશે; અને તેઓ પોતાનાં છોકરાં સહિત જીવશે, અને પાછા આવશે.
10. વળી હું તેમને મિસર દેશમાંથી પાછા લાવીશ, અને તેઓને આશૂરમાંથી ભેગા કરીશ. હું તેઓને ગિલ્યાદ તથા લબાનોનની ભૂમિમાં લાવીશ. અને તેમને માટે પૂરતી જગા મળશે નહિ.
11. તે સંકટરૂપી સમુદ્ર ઓળંગશે, ને સમુદ્રનાં મોજાંઓને મારશે, ને નીલનાં સર્વ ઊંડાણો સુકાઈ જશે. આશૂરનો ગર્વ ઉતારવામાં આવશે, અને મિસરનો રાજદંડ જતો કરાશે.
12. હું તેઓને યહોવામાં બળવાન કરીશ; અને તેઓ તેના નામમાં હરશે ફરશે, એમ યહોવા કહે છે.
Total 14 Chapters, Current Chapter 10 of Total Chapters 14
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14
×

Alert

×

gujarati Letters Keypad References