1. હે મારી પ્રાણપ્રિયા, મારી નવોઢા, હું મારા બાગમાં આવ્યો છું; મેં મારાં બોળ તથા સુગંધીદ્રવ્યો વીણી લીધાં છે; મેં મારા મધપૂડામાંથી મધ ખાધું છે; મેં મારા દૂધ સાથે મારો દ્રાક્ષારસ પીધો છે. હે મિત્રો, ખાઓ; મેં મારા દૂધ સાથે મારો દ્રાક્ષારસ પીધો છે. હે મિત્રો ખાઓ, હે પ્રિય ભાઈઓ, પીઓ, હા, પુષ્કળ પીઓ.
|
2. હું ઊંઘતી હતી, પણ મારું મન જાગતું હતું; એ મારા પ્રીતમનો સ્વર છે કે, જે દ્વાર ઠોકે છે ને કહે છે કે, હે મારી પ્રાણપ્રિયા, મારી પ્રિયતમા, મારી હોલી, મારી નિર્મળા, મારે માટે ઉઘાડ; કેમ કે મારું માથું ઝાડળથી, તથા મારી લટો રાતનાં ટીપાંથી ભરાઈ ગઈ છે!!
|
5. હું મારા પ્રીતમને માટે દ્વાર ઉઘાડવાને ઊઠી; કળના હાથા પર મારા હાથમાંથી બોળ, અને મારી આંગળીઓમાંથી બોળનો અર્ક ટપકતાં હતાં.
|
6. મેં મારા પ્રીતમને માટે દ્વાર ઉઘાડયું; પણ મારો પ્રીતમ ત્યાંથી ખસી ગયો હતો. તે બોલ્યો ત્યારે હું ભાન-ભૂલી બની ગઈ હતી. મેં તેને શોધ્યો, પણ મને તે જડયો નહિ; મેં તેને બોલાવ્યો, પણ તેણે મને કશો ઉત્તર આપ્યો નહિ.
|
7. નગરમાં રોન ફરતા ચોકીદારોનો મને ભેટો થયો, તેઓએ મને મારી, તેઓએ મને ઘાયલ કરી; કોટરક્ષકોએ મારો બુરખો મારા અંગ પરથી છીનવી લીધો.
|
8. હે યરુશાલેમની પુત્રીઓ, હું તમને સોગન દઉં છું કે, જો તમને મારો પ્રીતમ મળી જાય, તો તેને કહેજો કે હું પ્રેમપીડિત છું.
|
9. હે સ્ત્રીઓમાં સર્વોત્તમ સુંદરી, તારો પ્રીતમ બીજી કોઈના પ્રીતમ કરતાં શો વિશેષ છે? તારો પ્રીતમ બીજી કોઈના પ્રીતમ કરતાં શો વિશેષ છે? કે, તું એ પ્રમાણે અમને સોગન દે છે?
|
13. તેના ગાલ સુગંધીદ્રવ્યના ક્યારા જેવા, તથા સુગંધીઓની પાળો જેવા છે; જેમાંથી બોળનો અર્ક ઝરતો હોય એવી ગુલછડીઓ જેવા તેના હોઠ છે.
|
14. તેના હાથ પોખરાજ જડેલી સોનાની વીંટીઓ જેવા છે; નીલમથી મઢેલા હાથીદાંતના કામ જેવું તેનું અંગ અંગ છે.
|
15. તેના પગ! ચોખ્ખા સોનાની કૂંભીઓમાં બેસાડેલા સંગેમરમરના સ્તંભો જેવા છે; તેનો દેખાવ ભવ્ય લબાનોન અને ઉન્નત એરેજવૃક્ષો જેવો ઉત્તમ છે.
|
16. તેનું મુખ અતિ મધુર છે; હા, તે અતિ મનોહર છે. હે યરુશાલેમની પુત્રીઓ, આ મારો પ્રીતમ, અને આ મારો મિત્ર છે.
|