પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. યહોવાની સ્તુતિ કરો. જે માણસ યહોવાનો ભક્ત છે, અને તેમની આજ્ઞાઓ [પાળવા] માં બહુ ખુશ થાય છે, તેને ધન્ય છે.
2. તેનાં સંતાન પૃથ્વી ઉપર બળવાન થશે. યથાર્થીના વંશજો આશીર્વાદ પામશે.
3. તેના ઘરમાં ધનદોલત થશે; અને તેનું ન્યાયીપણું સર્વકાળ ટકશે.
4. યથાર્થીને માટે અંધારામાં અજવાળું પ્રગટ થાય છે. તે કૃપાળુ, રહેમી તથા ન્યાયી છે.
5. જે માણસ કૃપા રાખીને ધીરે છે તેનું ભલું થાય છે; તે પોતાનાં કામકાજ ડહાપણથી ચલાવશે.
6. કેમ કે તે કદી પણ ડગશે નહિ; ન્યાયીનું સ્મરણ સર્વકાળ રહેશે.
7. તે માઠા સમાચારથી બીનાર નથી, તેનું હ્રદય યહોવા પર ભરોસો રાખીને સુદઢ રહે છે.
8. તેનું અંત:કરણ સ્થિર‍ છે, [તેથી] તે પોતાના શત્રુઓ પર [ફતેહ] મેળવતાં સુધી બીશે નહિ.
9. તેણે મોકળે હાથે દરિદ્રીઓને આપ્યું છે, તેનું ન્યાયીપણું સર્વકાળ ટકે છે, તેનું શિંગ માન સહિત ઊંચું થશે.
10. એ જોઈને દુષ્ટોને સંતાપ થશે. તેઓ પોતાના દાંત પીસશે, અને સુકાઈ જશે; એમ દુષ્ટોની ધારણા નિષ્ફળ થશે.

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 112 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 112
1. યહોવાની સ્તુતિ કરો. જે માણસ યહોવાનો ભક્ત છે, અને તેમની આજ્ઞાઓ પાળવા માં બહુ ખુશ થાય છે, તેને ધન્ય છે.
2. તેનાં સંતાન પૃથ્વી ઉપર બળવાન થશે. યથાર્થીના વંશજો આશીર્વાદ પામશે.
3. તેના ઘરમાં ધનદોલત થશે; અને તેનું ન્યાયીપણું સર્વકાળ ટકશે.
4. યથાર્થીને માટે અંધારામાં અજવાળું પ્રગટ થાય છે. તે કૃપાળુ, રહેમી તથા ન્યાયી છે.
5. જે માણસ કૃપા રાખીને ધીરે છે તેનું ભલું થાય છે; તે પોતાનાં કામકાજ ડહાપણથી ચલાવશે.
6. કેમ કે તે કદી પણ ડગશે નહિ; ન્યાયીનું સ્મરણ સર્વકાળ રહેશે.
7. તે માઠા સમાચારથી બીનાર નથી, તેનું હ્રદય યહોવા પર ભરોસો રાખીને સુદઢ રહે છે.
8. તેનું અંત:કરણ સ્થિર‍ છે, તેથી તે પોતાના શત્રુઓ પર ફતેહ મેળવતાં સુધી બીશે નહિ.
9. તેણે મોકળે હાથે દરિદ્રીઓને આપ્યું છે, તેનું ન્યાયીપણું સર્વકાળ ટકે છે, તેનું શિંગ માન સહિત ઊંચું થશે.
10. જોઈને દુષ્ટોને સંતાપ થશે. તેઓ પોતાના દાંત પીસશે, અને સુકાઈ જશે; એમ દુષ્ટોની ધારણા નિષ્ફળ થશે.
Total 150 Chapters, Current Chapter 112 of Total Chapters 150
×

Alert

×

gujarati Letters Keypad References