1. એ માટે, ખ્રિસ્ત વિષેનાં મૂળતત્વોનો ઉપદેશ પડતો મૂકીને આપણે સંપૂર્ણતા સુધી આગળ વધીએ; અને નિર્જીવ કામો સંબંધીના પસ્તાવાનો તથા ઈશ્વર પરના વિશ્વાસનો,
|
2. તથા બાપ્તિસ્માઓ સંબંધીના ઉપદેશનો તથા હાથ મૂકવાનો તથા મરી ગયેલાંઓના પુનરુત્થાનનો તથા અનંતકાળના ન્યાયકરણનો ફરીથી પાયો ન નાખીએ.
|
4. કેમ કે જેઓ એક વાર પ્રકાશિત થયા, જેઓએ સ્વર્ગીય દાનોનો અનુભવ લીધો, જેઓ પવિત્ર આત્માના ભાગીદાર પણ થયા,
|
6. અને ત્યાર પછી પતિત થયા, તેઓની પાસે નવેસરથી પસ્તાવો કરાવવો એ અશક્ય છે. કેમ કે તેઓ પોતામાં ઈશ્વરના પુત્રને ફરીથી વધસ્તંભે જડાવે છે, અને ખુલ્લી રીતે તેમનું અપમાન કરે છે.
|
7. કેમ કે જે ભૂમિ પોતાના પર વારંવાર પડતા વરસાદનું શોષણ કરે છે, અને જેઓ તેને ખેડે છે તેમને માટે તે ઉપયોગી વનસ્પતિ ઉત્પન્ન કરે છે, તેને ઈશ્વર આશીર્વાદ આપે છે.
|
8. પણ જેમાં કાંટા તથા ઝાંખરાં ઊગે છે, તેને નાપસંદ કરવામાં આવે છે, અને તે લગભગ શાપિત થયેલી છે. પરિણામે તે બાળી નંખાવાની છે.
|
9. પણ, પ્રિય બંધુઓ, જોકે અમે આ પ્રમાણે કહીએ છીએ તોપણ તમારા સંબંધી એ કરતાં અમને સારી અને તારણને લગતી વાતોની ખાતરી છે.
|
10. કેમ કે ઈશ્વર તમારા કામને તથા તેમના નામ પ્રત્યે તમે જે પ્રેમ બતાવ્યો છે, અને સંતોની જે સેવા કરી છે, અને હજુ કરો છો, તેને વીસરે એવા અન્યાયી નથી.
|
11. અને અમે અંત:કરણપૂર્વક ઇચ્છા રાખીએ છીએ કે તમારામાંનો દરેક તમારી આશા પરિપૂર્ણ થવાને માટે, એવો જ ઉત્સાહ અંત સુધી બતાવે.
|
13. કેમ કે ઈશ્વરે ઇબ્રાહિમને વચન આપ્યું, ત્યારે પોતાના કરતાં કોઈ શ્રેષ્ડ નહોતો કે જેના સમ તે ખાય, માટે તેમણે પોતાના જ સમ ખાઈને કહ્યું,
|
17. તે પ્રમાણે ઈશ્વરના પોતના સંકલ્પની નિશ્ચયતા વચનના વારસોને બતાવવાની ઇચ્છા રાખીને સમ ખાઈને વચ્ચે પડ્યા, એ માટે કે,
|
18. એ વચન તથા સમ જેમાં ઈશ્વરથી જૂઠું બોલી શકાતું નથી, એવી બે નિશ્વળ વાતોથી આપણને, એટલે આગળ મૂકેલી આશા પકડવા માટે આશ્રયને માટે દોડનારાને, ઘણું ઉત્તેજન મળે.
|
20. ત્યાં ઈસુએ અગ્રેસર થઈને આપણે માટે પ્રવેશ કર્યો છે, અને મેલ્ખીસેદેકના ધારા પ્રમાણે તે હંમેશને માટે પ્રમુખયાજક થયા છે.
|