1. કેમ કે જે સારી વસ્તુઓ થવાની હતી તેની પ્રતિછાયા નિયમશાસ્ત્રમાં છે ખરી, પણ તે વસ્તુઓની ખરી પ્રતિમાઓ તેમાં નહોતી, માટે જે એકનાએક યજ્ઞ વર્ષોવર્ષ તેઓ હમેશ કરતા હતા તેઓથી ત્યાં આવનારાઓને પરિપૂર્ણ કરવાને નિયમશાસ્ત્ર કદી સમર્થ નહોતું.
|
2. જો એમ હોત, તો યજ્ઞ કરવાનું શું બંધ ન થાત? કેમ કે એક વાર પવિત્ર થયા પછી ભક્તિ કરનારાઓનાં અંત:કરણમાં ફરી પાપોની કંઈ અંતર્વાસના થાત નહિ.
|
5. એ માટે જગતમાં આવતાં જ તે કહે છે, “તમે બલિદાન તથા અર્પણની ઇચ્છા રાખી નહિ, પણ મારે માટે તમે શરીર તૈયાર કર્યું છે.
|
7. પછી મેં કહ્યું કે, હે ઈશ્વર જુઓ, (શાસ્ત્રના પુસ્તકમાં મારા સંબંધી લખેલું છે) તમારી ઇચ્છા પૂર્ણ કરવાને હું આવ્યો.”
|
8. ઉપર તેમણે કહ્યું, “બલિદાનો, અર્પણો તથા દહનીયાર્પણ તથા પાપાર્થાર્પણ (જે નિયમશાસ્ત્ર પ્રમાણે આપવામાં આવે છે), તેઓની તમે ઇચ્છા રાખી નહિ, ને તેઓથી તમે પ્રસન્ન થયા નહોતા.”
|
9. ત્યારે તેમણે કહ્યું, “જો તમારી ઇચ્છા પૂર્ણ કરવાને હું આવ્યો.” બીજાને સ્થાપવા માટે પહેલાને તે રદ કરે છે.
|
11. વળી દરેક યાજક નિત્ય સેવા કરતાં તથા એ ને જ બલિદાનો બહુ વાર આપતાં ઊભો રહે છે, પરંતુ એ બલિદાનો પાપોને દૂર કરવાને કદી પણ સમર્થ નથી.
|
16. “તે દિવસો પછી જે કરાર હું તેઓની સાથે કરીશ તે આ છે કે, હું મારા નિયમ તેઓના મનમાં મૂકીશ, અને તેઓના હ્રદયપટ પર તેઓને લખીશ, એમ પ્રભુ કહે છે.”
|
19. મારા ભાઈઓ, તેમણે આપણે માટે પડદામાં થઈને, એટલે પોતાના શરીરમાં થઈને, એક નવો તથા જીવતો માર્ગ ઉઘાડયો છે.
|
22. માટે દુષ્ટ અંત:કરણથી છૂટવા માટે આપણાં હ્રદયો પર છંટકાવ પામીને, તથા નિર્મળ પાણીથી શરીરને ધોઈને, આપણે શુદ્ધ હ્રદયથી અને પૂરેપૂરા નિશ્ચયથી વિશ્વાસ રાખીને ઈશ્વરની સન્નિધ જઈએ.
|
25. જેમ કેટલાક કરે છે તેમ આપણે એકઠા મળવાનું પડતું ન મૂકીએ, પણ આપણે એકબીજાને ઉત્તેજન આપીએ, અને જેમ જેમ તમે તે દિવસ પાસે આવતો જુઓ, તેમ તેમ વિશેષ પ્રયત્ન કરો.
|
26. કેમ કે સત્યનું જ્ઞાન થયા પછી જો આપણે જાણી જોઈને પાપ કરીએ, તો હવે પછી પાપોને માટે બીજું બલિદાન રહેતું નથી.
|
28. જે કોઈ મૂસાના નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન કરતો તેના પર દયા રાખવામાં આવતી નહોતી. પણ બે કે ત્રણ સાક્ષી પરથી તેને મોતની શિક્ષા થતી.
|
29. તો જેણે ઈશ્વરના પુત્રને પગ નીચે છૂંદ્યા છે, ને કરારના જે રક્તથી પોતે પવિત્ર થયો હતો તેને અશુદ્ધ ગણ્યું છે, અને કૃપાના આત્માનું અપમાન કર્યું છે, તે કેટલી બધી સખત સજાને પાત્ર ગણાશે, તે વિષે તમે શું ધારો છો?
|
30. કેમ કે “બદલો લેવો એ મારું કામ છે, હું વાળી આપીશ, ” અને ફરી પ્રભુ પોતાના લોકોનો ન્યાય કરશે’ એવું જેમણે કહ્યું તેમને આપણે ઓળખીએ છીએ.
|
33. કંઈકઅંશે નિંદાઓથી તથા સંકટથી તમાશારૂપ થઈને, અને કંઈક અંશે એવું દુ:ખ સહન કરનારઓની સાથે ભાગીદાર થઈને, તમે દુ:ખોનો મોટો હુમલો સહન કર્યો.
|
34. કેમ કે જેઓ બંધનમાં હતા તેઓની પ્રત્યે તમે સહાનુભૂતિ દર્શાવી, અને તમારી માલમિલકત લૂંટી લેવામાં આવી ત્યારે તમે આનંદથી તે સહન કર્યું, કેમ કે એ કરતાં વિશેષ સારું અને અક્ષય ધન તમારે માટે સ્વર્ગમાં છે, એ તમે જાણતા હતા.
|