પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. ત્યારે મૂસાએ દેવને કહ્યું, “જ્યારે હું ઇસ્રાએલના લોકોને કહીશ કે તમે મને મોકલ્યો છે, ત્યારે એ લોકો માંરા પર વિશ્વાસ નહિ કરે અને કહેશે, “યહોવા તને પ્રત્યક્ષ નથી થયા.”
2. પરંતુ દેવે મૂસાને કહ્યું, “તેં તારા હાથમાં શું રાખ્યું છે?”મૂસાએ જવાબ આપ્યો, “લાકડી, એ તો માંરા ફરવા માંટેની છે.”
3. ત્યારે દેવે કહ્યું, “તારી લાકડીને જમીન પર ફેંકી દે.”એટલે મૂસાએ તેની લાકડી જમીન પર ફેંકી દીઘી, ને તે સાપ બની ગઈ. અને તે તેનાથી ડરી ગયો ને ભાગવા લાગ્યો.
4. પરંતુ યહોવાએ મૂસાને કહ્યું, “આગળ જા, અને સાપની પૂંછડી પકડી લે.”જ્યારે મૂસાએ તેમ કર્યુ તો, હાથમાં સાપ ફરી પાછી લાકડી બની ગઈ.
5. તેથી દેવે કહ્યું, “તારી લાકડીનો આ પ્રમાંણે ઉપયોગ કર, એટલે લોકોને વિશ્વાસ બેસશે કે તેઓના પિતૃઓના દેવ યહોવાએ એટલે ઈબ્રાહિમ, ઈસહાક, અને યાકૂબના દેવે તને દર્શન દીઘાં હતાં.”
6. પછી યહોવાએ મૂસાને કહ્યું, “હું તને બીજો એક પુરાવે આપુ છું. તારો હાથ ડગલાની અંદર છાતી પર મૂક.”તેણે હાથ અંદર મૂક્યો; અને જ્યારે પાછો કાઢયો ત્યારે, હાથે કોઢ થયેલો હતો, અને હાથ બરફ જેવો સફેદ થઈ ગયો હતો.
7. પછી દેવે કહ્યું, “તારો હાથ પાછો ડગલાની અંદર છાતી પર મૂક.” એટલે તેણે ફરી હાથ ડગલાની અંદર મૂક્યો, અને જ્યારે તેણે તે બહાર કાઢયો ત્યારે, જુએ છે તો ફરી તેના બાકીના શરીર જેવો જ સાજો થઈ ગયો હતો.
8. પછી દેવે કહ્યું, “જો લોકો તારા વિસ્મય લાકડીની નિશાની પછી પણ તારો વિશ્વાસ ના કરે, તો આ બીજા પરચાથી તેમને વિશ્વાસ બેસશે.
9. અને જો આ બે નિશાની પરચાઓ બતાવ્યા પછી પણ જો તેમને વિશ્વાસ ના બેસે અને તેઓ તારી વાત ના સાંભળે, તો તારે નાઈલ નદીમાંથી થોડું પાણી લઈને જમીન પર રેડવું જેથી તે લોહી થઈ જશે.”
10. પરંતુ મૂસાએ યહોવાને કહ્યું, “હે યહોવા, હું સાચું કહું છું કે, હું કંઈ સારો વક્તા નથી. હું લોકો સાથે કુશળતાપૂર્વક વાત કરવાને યોગ્ય નથી. અને હવે તમાંરી સાથે વાતચીત કર્યા પછી પણ, હું કુશળ વક્તા નથી. તમને ખબર છે કે બોલવામાં હું મંદ છું અને ઉત્તમ શબ્દોનો પ્રયોગ કરી શક્તો નથી.
11. ત્યારે યહોવાઓ તેને કહ્યું, “માંણસને મોઢું કોણે આપ્યું છે? અને તેને મૂંગો કે બહેરો કોણ બનાવે છે? અને માંણસને નજરે દેખતો કે આંધળો કોણ બનાવે છે? એ હું છું યહોવા, જે આ વધું જ કરી શકું છું. હું યહોવા છું.
12. માંટે હવે જા, જ્યારે તું બોલીશ ત્યારે હું તારી સાથે રહીશ. હું તને બોલવા માંટે શબ્દો આપીશ.”
13. છતાં મૂસાએ કહ્યું, “હે માંરા યહોવા, કૃપા કરીને ગમે તે બીજા કોઈને મોકલો, મને નહિ.”
14. યહોવા મૂસા પર ગુસ્સે થયા, અને કહ્યું, “હું તને મદદ કરવા માંટે એક માંણસ મોકલીશ. હું તારા ભાઈ હારુનનો ઉપયોગ કરીશ. તે કુશળ વક્તા છે અને જો, તે તને મળવા આવી રહ્યો છે, તને જોઈને તેનું હૃદય આનંદ પામશે.
15. તે તમાંરી સાથે ફારુનને ધેર આવશે. તારે શું કહેવાનું છે તે હું તને કહીશ, તે તું તેને કહેજે. હું તમને બંનને તમાંરે શું કરવાનું છે તેનો આદેશ આપીશ.
16. હારુન જ તમાંરા માંટે લોકો સાથે વાત કરશે. તું તેમના માંટે મહાન તરીકે રહીશ અને તે તારો અધિકૃત વક્તા હશે. તે તારું મોઢું અને તું તેનો દેવ.
17. એટલા માંટે જા, અને તારી લાકડી સાથે લઈ જા. એના વડે તારે પેલા લોકોને ચમત્કારો કરી બતાવવાના છે.”મૂસાનું મિસર પાછું ફરવું
18. પછી મૂસાએ પોતાના સસરા યિથ્રો પાસે પાછા જઈને કહ્યું, “કૃપા કરીને મને જરા માંરા લોકો પાસે મિસર પાછો જવા દો. હું એ જોવા માંગું છું કે તેઓ હજી જીવે છે કે નહિ!”યિથ્રોએ તેને કહ્યું, “સુખશાંતિથી જા.”
19. તે સમયે મૂસા મિધાનમાં હતો. દેવે તેને કહ્યું, “આ સમયે તારા માંટે મિસર જવું સુરક્ષિત છે. જે વ્યક્તિઓ તને માંરવા ઈચ્છતા હતા તે બધા મરી ગયા છે.”
20. આથી મૂસા પોતાની પત્ની અને પુત્રોને ગધેડા પર ચઢાવી પાછો મિસર જવા નીકળ્યો. મૂસાએ પેલી લાકડીને પોતાની સાથે રાખી, જેમાં દેવની શક્તિ હતી.
21. જે સમયે મૂસા મિસર પાછો જઈ રહ્યો હતો, તે વખતે દેવે તેને કહ્યું, “જ્યારે તું ફારુન સાથે વાત કરે ત્યારે મેં તને જે જે ચમત્કાર બતાવવાની શક્તિ આપી છે તે બધા ફારુન આગળ કરી બતાવજે. પણ હું તેને હઠાગ્રહી બનાવી દઈશ એટલે તે તારા લોકોને જવા દેશે નહિ.
22. ત્યારે તું ફારુનને કહેજે:
23. યહોવા કહે છે કે, ‘ઇસ્રાએલ માંરો પહેલો ખોળાનો પુત્ર છે. અને મેં તને કહ્યું છે કે, માંરા પુત્રને માંરી ઉપાસના કરવા જવા દે. જો તું એને જવા દેવાની ના પાડશે, તો હું તારા પહેલા ખોળાના પુત્રની હત્યા કરીશ.”
24. મૂસા પોતાની મિશરની યાત્રા કરી રહ્યો હતો. મુસાફરોને વિરામ કરવા બનાવેલા એક સ્થાને તે સૂવા માંટે રોકાયો. યહોવા તે મુકામે તેને મળ્યા. અને તેને માંરી નાખવા માંટે પ્રયત્ન કર્યો.
25. પણ સિપ્પોરાહે એક ચકમકનો ધારદાર પથ્થર લઈ પોતાના પુત્રની સુન્નત કરી અને તે ચામડી મૂસાના પગે અડાડીને તે બોલી: “ખરેખર તમે તો માંરા લોહીથી વરેલા વરરાજા છો!”
26. સિપ્પોરાહે આ એટલા માંટે કહ્યું, કારણ કે તેને તેના પોતાના પુત્રની સુન્નત કરવી પડી હતી. એટલા માંટે દેવે મૂસાને માંફી આપી અને તેની હત્યા કરી નહિ.
27. યહોવાએ હારુન સાથે વાત કરી હતી. યહોવાએ તેને કહ્યું હતું, “રણમાં જા અને મૂસાને મળ.” એટલા માંટે હારુન દેવના પર્વત પર જઈને તેને મળ્યો અને ભેટી પડ્યો.
28. મૂસાએ પોતાને યહોવાએ જે જે કહીને મોકલ્યો હતો તે, અને તેને જે જે ચમત્કારો બતાવવાનું કહ્યું હતુ તે બધું કહી સંભળાવ્યું.
29. ત્યારબાદ મૂસા અને હારુન ગયા અને ઇસ્રાએલના લોકોના બધા વડીલોને એકત્રીત કર્યા.
30. પછી હારુને લોકોને યહોવાએ જે જે કહ્યું હતું, તે બધુંજ કહી સંભાળાવ્યું. તથા મૂસાએ લોકો સમક્ષ ચમત્કાર કરી બતાવ્યા.
31. લોકોને વિશ્વાસ બેઠો કે દેવે જ મૂસાને મોકલ્યો છે. તેઓએ મસ્તક નમાંવી તેને પ્રણામ કર્યા અને દેવની સેવા કરી, કારણ કે તેઓને ખબર હતી કે, દેવ ઇસ્રાએલના લોકોની મદદ કરવા આવ્યા હતા. અને તેમણે દેવની ઉપાસના કરી કારણ કે તેઓ જાણતા હતા કે યહોવાએ તેમના દુઃખો જોયાં હતા.
Total 40 Chapters, Selected Chapter 4 / 40
1 ત્યારે મૂસાએ દેવને કહ્યું, “જ્યારે હું ઇસ્રાએલના લોકોને કહીશ કે તમે મને મોકલ્યો છે, ત્યારે એ લોકો માંરા પર વિશ્વાસ નહિ કરે અને કહેશે, “યહોવા તને પ્રત્યક્ષ નથી થયા.” 2 પરંતુ દેવે મૂસાને કહ્યું, “તેં તારા હાથમાં શું રાખ્યું છે?”મૂસાએ જવાબ આપ્યો, “લાકડી, એ તો માંરા ફરવા માંટેની છે.” 3 ત્યારે દેવે કહ્યું, “તારી લાકડીને જમીન પર ફેંકી દે.”એટલે મૂસાએ તેની લાકડી જમીન પર ફેંકી દીઘી, ને તે સાપ બની ગઈ. અને તે તેનાથી ડરી ગયો ને ભાગવા લાગ્યો. 4 પરંતુ યહોવાએ મૂસાને કહ્યું, “આગળ જા, અને સાપની પૂંછડી પકડી લે.”જ્યારે મૂસાએ તેમ કર્યુ તો, હાથમાં સાપ ફરી પાછી લાકડી બની ગઈ. 5 તેથી દેવે કહ્યું, “તારી લાકડીનો આ પ્રમાંણે ઉપયોગ કર, એટલે લોકોને વિશ્વાસ બેસશે કે તેઓના પિતૃઓના દેવ યહોવાએ એટલે ઈબ્રાહિમ, ઈસહાક, અને યાકૂબના દેવે તને દર્શન દીઘાં હતાં.” 6 પછી યહોવાએ મૂસાને કહ્યું, “હું તને બીજો એક પુરાવે આપુ છું. તારો હાથ ડગલાની અંદર છાતી પર મૂક.”તેણે હાથ અંદર મૂક્યો; અને જ્યારે પાછો કાઢયો ત્યારે, હાથે કોઢ થયેલો હતો, અને હાથ બરફ જેવો સફેદ થઈ ગયો હતો. 7 પછી દેવે કહ્યું, “તારો હાથ પાછો ડગલાની અંદર છાતી પર મૂક.” એટલે તેણે ફરી હાથ ડગલાની અંદર મૂક્યો, અને જ્યારે તેણે તે બહાર કાઢયો ત્યારે, જુએ છે તો ફરી તેના બાકીના શરીર જેવો જ સાજો થઈ ગયો હતો. 8 પછી દેવે કહ્યું, “જો લોકો તારા વિસ્મય લાકડીની નિશાની પછી પણ તારો વિશ્વાસ ના કરે, તો આ બીજા પરચાથી તેમને વિશ્વાસ બેસશે. 9 અને જો આ બે નિશાની પરચાઓ બતાવ્યા પછી પણ જો તેમને વિશ્વાસ ના બેસે અને તેઓ તારી વાત ના સાંભળે, તો તારે નાઈલ નદીમાંથી થોડું પાણી લઈને જમીન પર રેડવું જેથી તે લોહી થઈ જશે.” 10 પરંતુ મૂસાએ યહોવાને કહ્યું, “હે યહોવા, હું સાચું કહું છું કે, હું કંઈ સારો વક્તા નથી. હું લોકો સાથે કુશળતાપૂર્વક વાત કરવાને યોગ્ય નથી. અને હવે તમાંરી સાથે વાતચીત કર્યા પછી પણ, હું કુશળ વક્તા નથી. તમને ખબર છે કે બોલવામાં હું મંદ છું અને ઉત્તમ શબ્દોનો પ્રયોગ કરી શક્તો નથી. 11 ત્યારે યહોવાઓ તેને કહ્યું, “માંણસને મોઢું કોણે આપ્યું છે? અને તેને મૂંગો કે બહેરો કોણ બનાવે છે? અને માંણસને નજરે દેખતો કે આંધળો કોણ બનાવે છે? એ હું છું યહોવા, જે આ વધું જ કરી શકું છું. હું યહોવા છું. 12 માંટે હવે જા, જ્યારે તું બોલીશ ત્યારે હું તારી સાથે રહીશ. હું તને બોલવા માંટે શબ્દો આપીશ.” 13 છતાં મૂસાએ કહ્યું, “હે માંરા યહોવા, કૃપા કરીને ગમે તે બીજા કોઈને મોકલો, મને નહિ.” 14 યહોવા મૂસા પર ગુસ્સે થયા, અને કહ્યું, “હું તને મદદ કરવા માંટે એક માંણસ મોકલીશ. હું તારા ભાઈ હારુનનો ઉપયોગ કરીશ. તે કુશળ વક્તા છે અને જો, તે તને મળવા આવી રહ્યો છે, તને જોઈને તેનું હૃદય આનંદ પામશે. 15 તે તમાંરી સાથે ફારુનને ધેર આવશે. તારે શું કહેવાનું છે તે હું તને કહીશ, તે તું તેને કહેજે. હું તમને બંનને તમાંરે શું કરવાનું છે તેનો આદેશ આપીશ. 16 હારુન જ તમાંરા માંટે લોકો સાથે વાત કરશે. તું તેમના માંટે મહાન તરીકે રહીશ અને તે તારો અધિકૃત વક્તા હશે. તે તારું મોઢું અને તું તેનો દેવ. 17 એટલા માંટે જા, અને તારી લાકડી સાથે લઈ જા. એના વડે તારે પેલા લોકોને ચમત્કારો કરી બતાવવાના છે.”મૂસાનું મિસર પાછું ફરવું 18 પછી મૂસાએ પોતાના સસરા યિથ્રો પાસે પાછા જઈને કહ્યું, “કૃપા કરીને મને જરા માંરા લોકો પાસે મિસર પાછો જવા દો. હું એ જોવા માંગું છું કે તેઓ હજી જીવે છે કે નહિ!”યિથ્રોએ તેને કહ્યું, “સુખશાંતિથી જા.” 19 તે સમયે મૂસા મિધાનમાં હતો. દેવે તેને કહ્યું, “આ સમયે તારા માંટે મિસર જવું સુરક્ષિત છે. જે વ્યક્તિઓ તને માંરવા ઈચ્છતા હતા તે બધા મરી ગયા છે.” 20 આથી મૂસા પોતાની પત્ની અને પુત્રોને ગધેડા પર ચઢાવી પાછો મિસર જવા નીકળ્યો. મૂસાએ પેલી લાકડીને પોતાની સાથે રાખી, જેમાં દેવની શક્તિ હતી. 21 જે સમયે મૂસા મિસર પાછો જઈ રહ્યો હતો, તે વખતે દેવે તેને કહ્યું, “જ્યારે તું ફારુન સાથે વાત કરે ત્યારે મેં તને જે જે ચમત્કાર બતાવવાની શક્તિ આપી છે તે બધા ફારુન આગળ કરી બતાવજે. પણ હું તેને હઠાગ્રહી બનાવી દઈશ એટલે તે તારા લોકોને જવા દેશે નહિ. 22 ત્યારે તું ફારુનને કહેજે: 23 યહોવા કહે છે કે, ‘ઇસ્રાએલ માંરો પહેલો ખોળાનો પુત્ર છે. અને મેં તને કહ્યું છે કે, માંરા પુત્રને માંરી ઉપાસના કરવા જવા દે. જો તું એને જવા દેવાની ના પાડશે, તો હું તારા પહેલા ખોળાના પુત્રની હત્યા કરીશ.” 24 મૂસા પોતાની મિશરની યાત્રા કરી રહ્યો હતો. મુસાફરોને વિરામ કરવા બનાવેલા એક સ્થાને તે સૂવા માંટે રોકાયો. યહોવા તે મુકામે તેને મળ્યા. અને તેને માંરી નાખવા માંટે પ્રયત્ન કર્યો. 25 પણ સિપ્પોરાહે એક ચકમકનો ધારદાર પથ્થર લઈ પોતાના પુત્રની સુન્નત કરી અને તે ચામડી મૂસાના પગે અડાડીને તે બોલી: “ખરેખર તમે તો માંરા લોહીથી વરેલા વરરાજા છો!” 26 સિપ્પોરાહે આ એટલા માંટે કહ્યું, કારણ કે તેને તેના પોતાના પુત્રની સુન્નત કરવી પડી હતી. એટલા માંટે દેવે મૂસાને માંફી આપી અને તેની હત્યા કરી નહિ. 27 યહોવાએ હારુન સાથે વાત કરી હતી. યહોવાએ તેને કહ્યું હતું, “રણમાં જા અને મૂસાને મળ.” એટલા માંટે હારુન દેવના પર્વત પર જઈને તેને મળ્યો અને ભેટી પડ્યો. 28 મૂસાએ પોતાને યહોવાએ જે જે કહીને મોકલ્યો હતો તે, અને તેને જે જે ચમત્કારો બતાવવાનું કહ્યું હતુ તે બધું કહી સંભળાવ્યું. 29 ત્યારબાદ મૂસા અને હારુન ગયા અને ઇસ્રાએલના લોકોના બધા વડીલોને એકત્રીત કર્યા. 30 પછી હારુને લોકોને યહોવાએ જે જે કહ્યું હતું, તે બધુંજ કહી સંભાળાવ્યું. તથા મૂસાએ લોકો સમક્ષ ચમત્કાર કરી બતાવ્યા. 31 લોકોને વિશ્વાસ બેઠો કે દેવે જ મૂસાને મોકલ્યો છે. તેઓએ મસ્તક નમાંવી તેને પ્રણામ કર્યા અને દેવની સેવા કરી, કારણ કે તેઓને ખબર હતી કે, દેવ ઇસ્રાએલના લોકોની મદદ કરવા આવ્યા હતા. અને તેમણે દેવની ઉપાસના કરી કારણ કે તેઓ જાણતા હતા કે યહોવાએ તેમના દુઃખો જોયાં હતા.
Total 40 Chapters, Selected Chapter 4 / 40
×

Alert

×

Gujarati Letters Keypad References