1. એફ્રાઈમના પહાડી પ્રદેશમાં મીખાહ નામે એક માંણસ રહેતો હતો.
2. એક દિવસ તેણે તેની માંતાને કહ્યું, “જ્યારે તારા અગિયારસો ચાંદીના સિક્કાચોરાઈ ગયા ત્યારે તેં ચોરને શાપ દીધો હતો, તે મેં સાંભળ્યો હતો, એ સિક્કા માંરી પાસે જ છે, મેં જ તે ચોર્યા હતાં.તેની માંતાએ કહ્યું, “યહોવા તારું ભલું કરો, બેટા.”
3. એટલે તેણે અગિયારસો ચાંદીના સિક્કા તેની માંને પાછા આપ્યા, માં બોલી, “માંરા પુત્રના હિત માંટે મેં આ ચાંદીના સિક્કા લાકડાની કોતરેલી અને ધાતુથી મઢેલી પ્રતિમાં બનાવવા માંટે યહોવાને સમર્પી દીધા હતાં, હવે તને પાછા સોંપું છું.” પણ છોકરાએ તે પાછા આપ્યા.”
4. પછી મીખાહે ચાંદીના સિક્કા તેની માંતાને પાછા આપ્યા તેણી 200 શેકેલલઈને ઝવેરી પાસે ગઈ. તેણે તેમાંથી ધાતુની મૂર્તિ બનાવી અને તે મીખાહે તેના ઘરમાં રાખી.
5. મીખાહના ઘરમાં મંદિર હતું, ત્યાં તેણે એક એફ્રોદની મૂર્તિ મૂકી અને તેના કુળદેવતાની મૂર્તિઓ બનાવડાવી અને તે મૂર્તિના યાજક તરીકે તેણે તેના પુત્રોમાંથી એક પુત્રને યાજક તરીકે નીમ્યો.
6. કારણ કે તે સમયે ઈસ્રાએલમાં કોઈ રાજા ન હતો, અને પ્રત્યેક માંણસ પોતાની ઇચ્છાપ્રમાંણે પોતાની નજરમાં જે સારું લાગે તે કરતો હતો.
7. પૂર્વે એકવાર, યહૂદા કુળસમૂહમાંથી એક યુવાન માંણસ જે લેવી હતો. તે બેથલહેમમાં એક વિદેશીની જેમ રહેતો હતો.
8. વસવાટ માંટે બીજી કોઈ સારી જગ્યાની શોધમાં તે બેથલેહેમ છોડીને ફરતા ફરતા એફ્રાઈમના પહાડી પ્રદેશમાં મીખાહને ઘેર આવી ચડયો.
9. મીખાહે તેને કહ્યું, “તું કયાંથી આવ્યો?”તેણે જવાબ આપ્યો, “હું યહૂદામાં આવેલા બેથલેહેમના લેવી કુળનો યાજક છું અને વસવાટ માંટેની જગ્યાની શોધમાં છું.”
10. મીખાહે તેને કહ્યું, “તું માંરી સાથે રહે, કુળના વડા થવાની જવાબદારી લે અને અમાંરો યાજક બન, હું તને દર વરસે દસ ચાંદીના સિક્કા આપીશ, હું તને સરખું ખાવાનું અને સારા કપડાં પણ આપીશ તેથી લેવી તેની સાથે ગયો.”
11. લેવી તેની સાથે રહેવા કબૂલ થયો અને તેના એક પુત્ર જેવો જ બની ગયો.
12. મીખાહે તેની યાજકપદે નિમણુંક કરી અને તે તેનો યાજક બન્યો અને તેના ઘરમાં રહેવા લાગ્યો.
13. મીખાહને થયું, “હવે મને ખાતરી થઈ કે, યહોવા માંરું કલ્યાણ કરશે, કારણ કે એક યાજક માંરો લેવીવંશી છે.”