પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. મુખ્ય ગવૈયાને માટે; કોરાના દીકરાઓનું [ગીત]; રાગ અલામોથ. ગાયન. ઈશ્વર આપણા આશ્રય તથા આપણું સામર્થ્ય છે, સંકટને સમયે તે હાજરાહજૂર મદદગાર છે.
2. માટે જો પૃથ્વી ઊથલપાથલ થાય, જો પર્વતો સમુદ્રમાં ડૂબી જાય,
3. જો તેનું પાણી ગર્જના કરે તથા વલોવાય, જો તેના ઊછળવાથી પર્વતો કાંપી ઊઠે, તોપણ આપણે બીએ નહિ.
4. જેના વહેળા ઈશ્વરના નગરને, એટલે પરાત્પરના મંડપના પવિત્રસ્થાનને આનંદમય કરે છે એવી એક નદી છે.
5. ઈશ્વર તેમાં છે; તેને હલાવી શકાશે નહિ; મોટી પરોઢે ઈશ્વર તેને મદદ કરશે.
6. વિદેશીઓએ તોફાન મચાવ્યું, અને રાજ્યો ડગમગી ગયાં; તેમણે ગર્જના કરી, એટલે પૃથ્વી પીગળી ગઈ.
7. આપણી સાથે સૈન્યોના [સરદાર] યહોવા છે; આપણો આશ્રય યાકૂબના ઈશ્વર છે. (સેલાહ)
8. આવો, યહોવાનાં કૃત્યો જુઓ, તેમણે પૃથ્વીની કેવી પાયમાલી કરી છે [તે જુઓ].
9. તે પૃથ્વીના છેડા સુધી લડાઈઓ બંધ કરી દે છે; તે ધનુષ્યને ભાંગી નાખે છે, ભાલાને કાપી નાખે છે; અને રથોને અગ્નિથી બાળી નાખે છે.
10. છાના રહો, [નિશ્ચે] જાણો કે હું ઈશ્વર છું; હું વિદેશીઓમાં મોટો મનાઈશ. હું પૃથ્વીમાં મોટો મનાઈશ.
11. સૈન્યોના [સરદાર] યહોવા આપણી સાથે છે; આપણો આશ્રય યાકૂબના ઈશ્વર છે. (સેલાહ)

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 46 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 46:30
1. મુખ્ય ગવૈયાને માટે; કોરાના દીકરાઓનું ગીત; રાગ અલામોથ. ગાયન. ઈશ્વર આપણા આશ્રય તથા આપણું સામર્થ્ય છે, સંકટને સમયે તે હાજરાહજૂર મદદગાર છે.
2. માટે જો પૃથ્વી ઊથલપાથલ થાય, જો પર્વતો સમુદ્રમાં ડૂબી જાય,
3. જો તેનું પાણી ગર્જના કરે તથા વલોવાય, જો તેના ઊછળવાથી પર્વતો કાંપી ઊઠે, તોપણ આપણે બીએ નહિ.
4. જેના વહેળા ઈશ્વરના નગરને, એટલે પરાત્પરના મંડપના પવિત્રસ્થાનને આનંદમય કરે છે એવી એક નદી છે.
5. ઈશ્વર તેમાં છે; તેને હલાવી શકાશે નહિ; મોટી પરોઢે ઈશ્વર તેને મદદ કરશે.
6. વિદેશીઓએ તોફાન મચાવ્યું, અને રાજ્યો ડગમગી ગયાં; તેમણે ગર્જના કરી, એટલે પૃથ્વી પીગળી ગઈ.
7. આપણી સાથે સૈન્યોના સરદાર યહોવા છે; આપણો આશ્રય યાકૂબના ઈશ્વર છે. (સેલાહ)
8. આવો, યહોવાનાં કૃત્યો જુઓ, તેમણે પૃથ્વીની કેવી પાયમાલી કરી છે તે જુઓ.
9. તે પૃથ્વીના છેડા સુધી લડાઈઓ બંધ કરી દે છે; તે ધનુષ્યને ભાંગી નાખે છે, ભાલાને કાપી નાખે છે; અને રથોને અગ્નિથી બાળી નાખે છે.
10. છાના રહો, નિશ્ચે જાણો કે હું ઈશ્વર છું; હું વિદેશીઓમાં મોટો મનાઈશ. હું પૃથ્વીમાં મોટો મનાઈશ.
11. સૈન્યોના સરદાર યહોવા આપણી સાથે છે; આપણો આશ્રય યાકૂબના ઈશ્વર છે. (સેલાહ)
Total 150 Chapters, Current Chapter 46 of Total Chapters 150
×

Alert

×

gujarati Letters Keypad References