1. હે યાકૂબનાં સંતાનો, તમે આ સાંભળો; તમે તો ઇઝરાયલના નામથી ઓળખાઓ છો, ને યહૂદિયાના ઝરાથી નીકળી આવેલાં છો; તમે તો યહોવાના નામના સમ ખાઓ છો, અને ઇઝરાયલના ઈશ્વરનું સ્મરણ કરો છો, પણ સચ્ચાઈથી નહિ, ને પ્રામાણિકપણાથી નહિ.
|
2. કેમ કે ‘અમે પવિત્ર નગરના રહેવાસી છીએ, ’ એવું તેઓ કહે છે, ને તેમનો આધાર ઇઝરાયલના ઈશ્વર પર છે. તેમનું નામ સૈન્યોના ઈશ્વર યહોવા છે.
|
3. આગલી બિનાઓને મેં અગાઉથી પ્રગટ કરી; હા મારા મુખમાંથી તે નીકળી, મેં તે તને કહી સંભળાવી; મેં તેમને એકદમ પૂરી કરી, ને તે બની આવી.
|
4. મેં જાણ્યું કે તું જિદ્દી છે, અને તારા ડોકાના સ્નાયુઓ લોખંડ જેવા છે, ને તારું કપાળ પિત્તળ જેવું છે;
|
5. તેથી તો મેં તને પુરાતન કાળથી વિદિત કર્યું હતું; તે થયા પહેલાં મેં આગળથી તને કહી સંભળાવ્યું હતું; રખેને તું કહે, ‘મારી મૂર્તિએ તે કામો કર્યાં છે, ને મારી કોરેલી મૂર્તિએ તથા મારી ઢાળેલી મૂર્તિએ તે ફરમાવ્યાં છે.’
|
6. તેં તે સાંભળ્યું છે; આ સર્વ જો; અને શું તમે તે વિષે સાક્ષી પૂરશો નહિ? હવેથી નવી ને ગુપ્ત રાખેલી બિનાઓ કે જે તેં જાણી નથી, તે હું તને કહી સંભળાવું છું.
|
7. હમણાં તે ઉત્પન્ન થઈ છે, અગાઉથી તે નહોતી; આજ સુધી તો તેં તે સાંભળી પણ નહોતી; રખેને તું કહે, ‘હું તે જાણતો હતો.’
|
8. વળી તેં સાભળ્યું નહિ; વળી તેં જાણ્યું નહિ; વળી તારા કાન અગાઉથી ઊઘડયા નહિ; કેમ કે હું જાણતો હતો કે, તું તદ્દન કપટી છે, ને ગર્ભસ્થાનથી માંડીને તું બંડખોર કહેવાતો આવ્યો છે.
|
9. મારા પોતાના નામની ખાતર હું મારો કોપ શમાવીશ, ને મારી સ્તુતિને અર્થે તારા પ્રત્યે મારા રોષને હું કબજામાં રાખીશ કે, જેથી હું તને નાબૂદ ન કરું.
|
11. મારે પોતાને માટે, મારે પોતાને માટે જ હું તે કામ કરીશ; કેમ કે મારું નામ કેવું ભ્રષ્ટ કરવામાં આવ્યું છે? હું મારો મહિમા બીજાને આપીશ નહિ.
|
13. વળી મારે હાથે પૃથ્વીનો પાયો નાખ્યો, ને મારે જમણે હાથે આકાશોને પ્રસાર્યાં; હું તેમને બોલાવું છું, એટલે તેઓ એકત્ર ઊભાં થાય છે.
|
14. તમે સર્વ એકઠા થાઓ, ને સાંભળો; તેઓમાંના કોણે એ બિનાઓ જાહેર કરી છે? જેના પર યહોવા પ્રેમ રાખે છે, તે બાબિલ પર તેનો ઈરાદો પૂરો કરશે, ને તેના હાથ ખાલદીઓ પર પડશે.
|
15. હું, હું જ બોલ્યો છું; વળી મેં જ તેને બોલાવ્યો છે, હું તેને લાવ્યો છું, તે પોતાના માર્ગમાં સફળ કરશે.
|
16. મારી પાસે આવો, આ સાંભળો; પ્રારંભથી હું ગુપ્તમાં બોલ્યો નથી; તે થયું ત્યારથી હું ત્યાં છું. અને હવે પ્રભુ યહોવાએ પોતાના આત્મા સહિત મને મોકલ્યો છે.”
|
17. તારો ઉદ્ધાર કરનાર યહોવા, ઇઝરાયલનો પવિત્ર ઈશ્વર એવું કહે છે, “હું યહોવા તારો ઈશ્વર છું, ને તારા લાભને અર્થે હું તને શીખવું છું; જે માર્ગે તારે જવું જોઈએ તે પર તારો ચલાવનાર હું છું.
|
18. જો તેં મારી આજ્ઞાઓ ધ્યાનમાં લીધી હોત તો કેવું સારું! ત્યારે તો તારી શાંતિ નદીના જેવી, ને તારું ન્યાયીપણું સમુદ્રનાં મોજાં જેવું થાત.
|
19. વળી તારાં સંતાન રેતી જેટલાં ને તારા પેટથી પેદા થયેલાં તેની રજકણો જેટલાં થાત; તેનું નામ મારી સમક્ષ નાબૂદ થાત નહિ ને તે વિનાશ પામત નહિ.
|
20. બાબિલમાંથી નીકળો, ખલદીઓની પાસેથી નાસી જાઓ. હર્ષનાદથી આ જાહેર કરીને સંભળાવો; પૃથ્વીના છેડા સુધી તેને પ્રગટ કરો; કહો કે, યહોવાએ પોતાના સેવક યાકૂબનો ઉદ્ધાર કર્યો છે.
|
21. તે તેઓને રણમાં દોરી લઈ ગયા, તોપણ તેઓ તરસ્યા રહ્યા નહિ; તેમણે તેઓને માટે ખડકમાંથી પાણી વહેતું કર્યું; વળી તેમણે ખડક ફાડયા, અને તેમાંથી પાણી ખળખળ વહ્યું.”
|