1. અને યહોવાએ નૂહને કહ્યું, “તું ને તારા ઘરનાં બધાં માણસો વહાણમઆં આવો; કેમ કે આ પેઢીમાં મેં તને જ મારી સમક્ષ ન્યાયી જોયો છે.
|
4. કેમ કે સાત દિવસ પછી હું પૃથ્વી પર ચાળીસ દિવસ તથા ચાળીસ રાત સુધી વરસાદ વરસાવીશ; અને જે સર્વ પ્રાણીઓ મેં ઉત્પન્ન કર્યાં છે, તેઓનો નાશ હું પૃથ્વી પર કરીશ.”
|
11. નૂહના આયુષ્યનાં છસોમા વર્ષના બીજા મહિનાને સત્તરમેં દિવસે, તે જ દિવસે મોટા જળનિધિના ઝરા ફૂટી નીકળ્યા ને આકાશનાં દ્વારો ઊઘડી ગયાં,
|
13. તે જ દિવસે નૂહ તથા તેના દિકરા, શેમ, હામ ને યાફેથ, તથા નૂહની પત્ની તથા તેના દિકરાઓની ત્રણ પત્નીઓ વહાણમાં ગયાં.
|
14. તેઓ તથા પોતપોતાની જાત પ્રમાણે હરેક જનાવર, તથા પોતપોતાની જાત પ્રમાણે સર્વ પશુ, તથા પોતપોતાની જાત પ્રમાણે હરેક પેટે ચાલનારું પ્રાણી, જે પૃથ્વી પર ચાલે છે તે, ને પોત પોતાની જાત પ્રમાણે હરેક જાતનાં મોટાં તથા નાનાં પક્ષીઓ વહાણમાં ગયાં.
|
16. અને તેમાં જે ગયાં તે સર્વ પ્રાણીઓમાંનાં નરનારી, જેમ ઈશ્વરે તેને આ આપી હતી, તેમ તેઓ ગયાં; અને યહોવાએ તેને તેમાં બંધ કર્યો.
|
17. અને પૃથ્વી પર ચાળીસ દિવસ સુધી જળપ્રલય હતો. અને પાણીએ વધીને વહાણને તરતું કર્યું, ને તે પૃથ્વી પરથી ઊંચકાયું.
|
21. અને પૃથ્વી પર ફરનાર પ્રાણીઓ, એટલે પક્ષી તથા ઢોર તથા વનપશુ, તથા જીવજંતુ જેઓ પૃથ્વી પર છે, તેઓ તથા સર્વ માણસ મરી ગયાં.
|
23. અને પૃથ્વીના સર્વ જીવ નષ્ટ થયા, એટલે માણસ તથા પશુ તથા પેટે ચાલનારાં તથા આકાશનાં પક્ષી પૃથ્વી પરથી નષ્ટ થયાં; અને નૂહ તથા તેની સાથે જે વહાણમાં હતાં એકલાં તેઓ બચ્યાં.
|