પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1 શમુએલ
1. ત્યાર પછી નાહાશ આમ્મોની ચઢી આવ્યો, ને તેણે યાબેશ-ગિલ્યાદની સામે છાવણી નાખી. અને યાબેશના સર્વ માણસોએ નાહાશને કહ્યું, “તું અમારી સાથે કરાર કર, ને અમે તારા તાબેદાર થઈશું.”
2. ત્યારે નાહાશ આમ્મોનીએ તેઓને કહ્યું, “હું આ શરતે તમારી સાથે કરાર કરું કે, તમ સર્વની જમણી આંખો ફોડી નાખવામાં આવે; અને એમ હું આખા ઇઝરાયલને નામોશી લગાડું.”
3. યાબેશના વડીલોએ તેને કહ્યું, “અમને સાત દિવસની મુદત આપ કે, ઇઝરાયલની સર્વ સીમમાં અમે સંદેશિયા મોકલીએ. પછી, જો અમારો બચાવ કરનાર કોઈ નહિ હોય, તો અમે તારી પાસે બહાર આવીશું.”
4. પછી સંદેશિયાઓએ શાઉલના ગિબયામાં આવીને લોકોને એ વચનો કાનમાં કહી સંભળાવ્યાં, ત્યારે સર્વ લોકો બૂમ પાડીને રડવા લાગ્યા.
5. અને જુઓ, બળદોની પાછળ પાછળ શાઉલ ખેતરમાંથી આવ્યો, અને શાઉલે પૂછ્યું, “લોકોને શું થયું છે કે તેઓ રડે છે?” અને તેઓએ તેને યાબેશના માણસોનાં વચનો કહી સંભળાવ્યાં.
6. શાઉલે એ વચનો સાંભળ્યા, ત્યારે તેના પર ઈશ્વરનો આત્મા પરાક્રમ સહિત આવ્યો, ને તે ઘણો ક્રોધાયમાન થયો.
7. તેણે બળદની એક જોડ લઈ કાપીને તેના ટુકડા કર્યા, ને સંદેશિયાઓનિ મારફતે ઇઝરાયલની સર્વ સીમોમાં તે મોકલીને કહેવડાવ્યું, “જે કોઈ શાઉલ તથા શમુએલની પાછળ નહિ આવે તેના બળદોને એમ કરવામાં આવશે.” અને લોકોને યહોવાનો ભય લાગ્યો, ને એક મતે તેઓ નીકળી આવ્યા.
8. અને બેઝેકમાં તેણે તેઓની ગણતરી કરી; ત્યારે ઇઝરાયલી લોકો ત્રણ લાખ ને યહૂદિયાના માણસો ત્રી હજાર થયા.
9. અને જે સંદેશિયા આવ્યા હતા તેમને તેઓએ કહ્યું, “તમે યાબેશ-ગિલ્યાદના માણસોને એવું કહેજો કે, કાલે સૂર્યનો તાપ ચઢતાં સુધીમાં તમારો બચાવ થશે.” સંદેશિયાઓએ જઈને યાબેશના માણસોને એ પ્રમાણે કહ્યું, એટલે તેઓ આનંદ પામ્યા.
10. માટે યાબેશના માણસોએ કહ્યું, “કાલે અમે તમારી પાસે બહાર આવીશું, ને તમારી દષ્ટિમાં જે કંઈ સારું લાગે તે અમને કરજો.”
11. સવારે એમ થયું કે શાઉલે લોકોની ત્રણ ટુકડીઓ કરી; અને સવારના પહોરમાં તેઓએ છવણીમાં પેસી જઈને મધ્યાહન થતાં સુધી આમ્મોનીઓને માર્યા. અને એમ થયું કે જેઓ બચી ગયા તેઓ એવા વિખેરાઈ ગયા કે કોઈ ઠેકાણે બ જણ ભેગા મળે નહિ.
12. લોકોએ શમુએલને કહ્યું, “શું શાઉલ અમારા પર રાજ કરે, એવું કોણે કહ્યું હતું? તે માણસોને રજુ કરો કે, અમે તેમને મારી નાખીએ.”
13. શાઉલે કહ્યું, “આજે કોઈ પણ માણસને મારી નાખવાનો નથી, કેમ કે આજે યહોવાએ ઇઝરાયલ મધ્યે ઉદ્ધાર કર્યો છે.”
14. પછી શમુએલે લોકોને કહ્યું, “ચાલો, આપણે ગિલ્ગાલ જઈએ, ને ત્યાં ફરીથી રાજ્ય સ્થાપીએ.”
15. પછી સર્વ લોક ગિલ્ગાલ ગયા, ને ત્યાં યહોવાની સમક્ષ તેઓએ શાઉલને રાજા નીમ્યો; અને ત્યાં યહોવાની સમક્ષ તેઓએ શાંત્યર્પણોના યજ્ઞ કર્યા; અને ત્યાં શાઉલે તથા ઇઝરાયલના સર્વ માણસોએ ઘણો આનંદ કર્યો.

Notes

No Verse Added

Total 31 Chapters, Current Chapter 11 of Total Chapters 31
1 શમુએલ 11
1. ત્યાર પછી નાહાશ આમ્મોની ચઢી આવ્યો, ને તેણે યાબેશ-ગિલ્યાદની સામે છાવણી નાખી. અને યાબેશના સર્વ માણસોએ નાહાશને કહ્યું, “તું અમારી સાથે કરાર કર, ને અમે તારા તાબેદાર થઈશું.”
2. ત્યારે નાહાશ આમ્મોનીએ તેઓને કહ્યું, “હું શરતે તમારી સાથે કરાર કરું કે, તમ સર્વની જમણી આંખો ફોડી નાખવામાં આવે; અને એમ હું આખા ઇઝરાયલને નામોશી લગાડું.”
3. યાબેશના વડીલોએ તેને કહ્યું, “અમને સાત દિવસની મુદત આપ કે, ઇઝરાયલની સર્વ સીમમાં અમે સંદેશિયા મોકલીએ. પછી, જો અમારો બચાવ કરનાર કોઈ નહિ હોય, તો અમે તારી પાસે બહાર આવીશું.”
4. પછી સંદેશિયાઓએ શાઉલના ગિબયામાં આવીને લોકોને વચનો કાનમાં કહી સંભળાવ્યાં, ત્યારે સર્વ લોકો બૂમ પાડીને રડવા લાગ્યા.
5. અને જુઓ, બળદોની પાછળ પાછળ શાઉલ ખેતરમાંથી આવ્યો, અને શાઉલે પૂછ્યું, “લોકોને શું થયું છે કે તેઓ રડે છે?” અને તેઓએ તેને યાબેશના માણસોનાં વચનો કહી સંભળાવ્યાં.
6. શાઉલે વચનો સાંભળ્યા, ત્યારે તેના પર ઈશ્વરનો આત્મા પરાક્રમ સહિત આવ્યો, ને તે ઘણો ક્રોધાયમાન થયો.
7. તેણે બળદની એક જોડ લઈ કાપીને તેના ટુકડા કર્યા, ને સંદેશિયાઓનિ મારફતે ઇઝરાયલની સર્વ સીમોમાં તે મોકલીને કહેવડાવ્યું, “જે કોઈ શાઉલ તથા શમુએલની પાછળ નહિ આવે તેના બળદોને એમ કરવામાં આવશે.” અને લોકોને યહોવાનો ભય લાગ્યો, ને એક મતે તેઓ નીકળી આવ્યા.
8. અને બેઝેકમાં તેણે તેઓની ગણતરી કરી; ત્યારે ઇઝરાયલી લોકો ત્રણ લાખ ને યહૂદિયાના માણસો ત્રી હજાર થયા.
9. અને જે સંદેશિયા આવ્યા હતા તેમને તેઓએ કહ્યું, “તમે યાબેશ-ગિલ્યાદના માણસોને એવું કહેજો કે, કાલે સૂર્યનો તાપ ચઢતાં સુધીમાં તમારો બચાવ થશે.” સંદેશિયાઓએ જઈને યાબેશના માણસોને પ્રમાણે કહ્યું, એટલે તેઓ આનંદ પામ્યા.
10. માટે યાબેશના માણસોએ કહ્યું, “કાલે અમે તમારી પાસે બહાર આવીશું, ને તમારી દષ્ટિમાં જે કંઈ સારું લાગે તે અમને કરજો.”
11. સવારે એમ થયું કે શાઉલે લોકોની ત્રણ ટુકડીઓ કરી; અને સવારના પહોરમાં તેઓએ છવણીમાં પેસી જઈને મધ્યાહન થતાં સુધી આમ્મોનીઓને માર્યા. અને એમ થયું કે જેઓ બચી ગયા તેઓ એવા વિખેરાઈ ગયા કે કોઈ ઠેકાણે જણ ભેગા મળે નહિ.
12. લોકોએ શમુએલને કહ્યું, “શું શાઉલ અમારા પર રાજ કરે, એવું કોણે કહ્યું હતું? તે માણસોને રજુ કરો કે, અમે તેમને મારી નાખીએ.”
13. શાઉલે કહ્યું, “આજે કોઈ પણ માણસને મારી નાખવાનો નથી, કેમ કે આજે યહોવાએ ઇઝરાયલ મધ્યે ઉદ્ધાર કર્યો છે.”
14. પછી શમુએલે લોકોને કહ્યું, “ચાલો, આપણે ગિલ્ગાલ જઈએ, ને ત્યાં ફરીથી રાજ્ય સ્થાપીએ.”
15. પછી સર્વ લોક ગિલ્ગાલ ગયા, ને ત્યાં યહોવાની સમક્ષ તેઓએ શાઉલને રાજા નીમ્યો; અને ત્યાં યહોવાની સમક્ષ તેઓએ શાંત્યર્પણોના યજ્ઞ કર્યા; અને ત્યાં શાઉલે તથા ઇઝરાયલના સર્વ માણસોએ ઘણો આનંદ કર્યો.
Total 31 Chapters, Current Chapter 11 of Total Chapters 31
×

Alert

×

gujarati Letters Keypad References