1. જો કોઈ વ્યક્તિ યહોવા સમક્ષ શાંત્યર્પણ લાવવા ઈચ્છતો હોય, તે પશુ ગાય પણ હોઈ શકે, તે અર્પણ પશુ હોય તો નર હોય કે માંદા હોય, પણ તે ખોડખાંપણ વગરનું હોવું જોઈએ.
2. જે વ્યક્તિ તે પશુ લાવે તે તેના માંથા પર પોતાનો હાથ મૂકે અને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ તેને વધેરે, ત્યાર પછી હારુનના પુત્રો-યાજકો તેનું લોહી વેદીની ચારે બાજુએ છાંટે.
3. તે વ્યક્તિએ પશુના નીચેનો ભાગ યહોવાને શાંત્યર્પણ તરીકે ચઢાવવા: આંતરડાં ઉપરની અને તેની આજુબાજુની બધી ચરબી,
4. બંને મૂત્રપિંડ અને તે ઉપરની કમર પાસેની ચરબી, તેમજ કાળજા અને મૂત્રપિંડ પરની ચરબી.
5. આ તમાંમ યાજકોએ દહનાર્પણ ઉપરાંત વેદી પરના લાકડાંના અગ્નિમાં હોમવું. એ યજ્ઞની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે.
6. “જો કોઈ વ્યક્તિ શાંત્યર્પણ તરીકે બકરું કે ઘેટું યહોવા સમક્ષ લાવે, તો પણ તેનામાં કોઈ ખોડખાંપણ હોવી જોઈએ નહિ, વળી તે નર કે માંદા કોઈપણ હોઈ શકે.
7. જો કોઈ વ્યક્તિ ઘેટું ચઢાવતો હોય તો;
8. તેણે યહોવા સમક્ષ ઘરાવી તેના માંથા પર હાથ મૂકી મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ તેને વધેરવું. ત્યારબાદ હારુનના પુત્રો - યાજકોએ તેનું લોહી વેદીની ચારે બાજુએ છાંટવું.
9. પછી પ્રાણીના નીચે જણાવેલા ભાગો શાંત્યર્પણમાંથી હોમયજ્ઞ તરીકે યહોવા સમક્ષ ચઢાવવા: બધી ચરબી, મેરુ દંડને અડીને કાપી નાખેલી આખી જાડી પૂછડી, આંતરડાં ઉપરની અને તેની આસપાસની બધી જ ચરબી
10. બંને મૂત્રપિંડો અને તેમના પરની કમર પાસેની ચરબી, કાળજા અને મૂત્રપિંડો પરની ચરબી,
11. યાજકે યહોવા સમક્ષ શાંત્યર્પણ તરીકે આ બધું હોમી દેવું.
12. “જો કોઈ વ્યક્તિ બકરું અર્પણ કરવા લાવે તો,
13. તેણે યહોવા સમક્ષ ઘરાવીને તેના માંથા પર હાથ મૂકી મુલાકાતમંડપમાં પ્રવેશદ્વાર આગળ તેને વધેરવું. ત્યારબાદ હારુનના પુત્રો-યાજકોએ તેનું લોહી વેદીની ચારે બાજુએ છાંટવું.
14. યાજકે તેના નીચેના ભાગ યહોવાને શાંત્યર્પણ તરીકે ચઢાવવા: આંતરડાં પરની અને તેની આસપાસની બધી જ ચરબી,
15. બંને મૂત્રપિંડો અને તેની પરની કમર પાસેની ચરબી, કાળજા તેમજ મૂત્રપિંડો પરની ચરબી.
16. આ તમાંમ યાજકે શાંત્યર્પણ તરીકે હોમી દેવું. એની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે. બધી જ ચરબી યહોવાની ગણાય.
17. તમે ગમે ત્યાં નિવાસ કરતા હો, તમાંરી બધી જ પેઢીઓ માંટે તમાંરા દેશમાં સર્વત્ર આ કાયમી નિયમ છે; તમાંરે કદી પણ ચરબી કે લોહી ખાવા નહિ.”