પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગણના
1. અને યહોવાએ મોઆબના મેદાનમાં યર્દનને કાંઠે યરીખો આગળ મૂસાને કહ્યું,
2. “ઇઝરાયલી લોકોને આજ્ઞા કર કે, તેઓ પોતાના વતનના વારસામાંથી લેવીઓને રહેવા માટે નગરો આપે. અને તે નગરોના ઉપયોગને માટે તેઓની આસપાસનાં પાદરો પણ તમારે લેવીઓને આપવાં.
3. અને નગરો તો તેઓને રહેવા માટે મળે; પણ તેઓનાં પાદરો તો તેમનાં ઢોરને માટે તથા તેઓની સંપત્તિને માટે તથા તેઓનઆં સઘળાં જાનવરોને માટે થાય.
4. અને તે નગરોનાં જે પાદરો તમે લેવીઓને આપો તેઓ નગરના કોટથી માંડીને બહાર ચારે તરફ હજાર હજાર હાથ હોય.
5. અને તમારે નગરની બહાર પૂર્વ તરફ બે હજાર હાથ, ને દક્ષિણ તરફ બે હજાર હાથ, ને પશ્ચિમ તરફ બે હજાર હાથ, ને ઉત્તર તરફ બે હજાર હાથ, ને ઉત્તર તરફ બે હજાર હાથ માપવું. ને નગર વચમાં રહે. તેઓનાં નગરોનાં પાદરો એ પ્રમાણે હોય.
6. અને જે નગરો તમે લેવીઓને આપો તેઓ [માં] છ આશ્રયનગરો હોય, મનુષ્યઘાતક ત્યાં નાસી જઈ શકે માટે તમારે તે આપવાં; અને એ ઉપરાંત તમારે બેંતાળીસ નગરો આપવાં.
7. બધાં મળીને ઉડતાળીસ નગરો તેઓનાં પાદરો સહિત તમારે લેવીઓને આપવાં.
8. અને ઇઝરાયલના વતનમાંથી જે નગરો તમે આપો, તે વિષે [આ નિયમ છે]:ઘણાંમાંથી તમારે ઘણાં લેવા. અને થોડામાંથી તમારે થોડાં લેવાં. પ્રત્યેકને જે વારસો મળે, તેના પ્રમાણમાં તે પોતાનાં નગરોમાંથી લેવીઓને આપે.”
9. અને યહોવાએ મૂસાને કહ્યું,
10. “ઇઝરાયલી લોકોને એમ કહે કે, જ્યારે તમે યર્દન ઊતરીને કનાન દેશમાં જાઓ,
11. ત્યારે તમે પોતાને માટે આશ્રયનગરો તરીકે અમુક નગરો ઠરાવો. એ માટે કે જે કોઈ અજાણતાં કોઈને મારી નાખે તે ત્યાં નાસી જાય.
12. અને તે નગરો તમારે માટે વેર લેનારના હાથમાંથી રક્ષણાર્થે થાય, એ માટે કે મનુષ્યઘાતકને ઇનસાફને માટે પ્રજાની આગળ ખડો કરવામાં આવે ત્યાં સુધી તે માર્યો જાય નહિ.
13. અને જે નગરો તમે આપશો તેઓ [માંના] છ નગરો તમારે માટે આશ્રયનગરો થશે.
14. તમારે ત્રણ નગરો યર્દન પાર આપવાં, ને ત્રણ નગરો તમારે કનાન દેશમાં આપવાં તે આશ્રયનગરો થાય.
15. આ છ નગરો ઇઝરાયલીઓને તથા તેઓ મધ્યેના પરદેશી તથા પ્રવાસીઓને રક્ષણાર્થે થાય; એ માટે કે જે કોઈ અજાણે માણસને મારી નાખે તે ત્યાં નાસી જાય.
16. પણ જો તે તેને લોઢાના ઓજરથી એવી રીતે મારે કે તેથી તેનું મોત નીપજે, તો તે ખૂની છે; ખૂનીને તો નક્કી દેહાતદંડ આપવો.
17. અને જેથી મોત નીપજવાનો સંભવ હોય, એવો પથ્થર લઈને તે તેને મારે કે, તેથી જો પેલાનું મોત નીપજે, તો તે ખૂની છે. ખૂનીને તો નક્‍કી દેહાતદંડ આપવો.
18. અથવા જેથી મોત નીપજવાનો સંભવ હોય, એવું લાકડાનું ઓજાર હાથમાં લઈને તે તેને મારે ને તેથી જો પેલાનું મોત નીપજે, તો તે ખૂની છે. ખૂનીને તો નક્‍કી દેહાતદંડ આપવો.
19. લોહીનું વેર લેનાર પોતે જ ખૂનીને મારી નાખે; જ્યારે તે તેને મળે ત્યારે તે તેને મારી નાખે.
20. અને જો તેણે તેને દ્વેષથી ધક્કો માર્યો હોય, અથવા લાગ જોઈ સંતાઈ રહીને તેના પર કંઈ ફેંક્યુમ હોય, ને તેથી તેનું મોત નીપજ્યું હોય,
21. અથવા તો વેર હોવાથી મુક્કી મારીને તેનું મોત નિપજાવ્યું હોય, તો તેને મારનારને નક્કી દેહાતદંડ આપવો; તે ખૂની છે. લોહીનું વેર લેનાર જ્યારે તેને મળે ત્યારે તે ખૂનીને મારી નાખે.
22. પણ જો તેણે વેર ન હોવા છતાં એકાએક તેને ધક્કો માર્યો હોય, અથવા લાગ જોઈ સંતાઈ રહ્યા વગર તેના ઉપર કંઈ ફેંક્યું હોય,
23. અથવા જેથી માણસનું મોત નીપજે એવો પથ્થર તેને ન જોતાં તેણે તેના ઉપર ફેંક્યો હોય, ને તેથી તેનું મોત નીપજ્યું હોય, પરંતુ તે તેનો વેરી ન હોય, તેમ જ તેનું નુકસાન કરવાની તેને મતલબ ન હોય,
24. તો મારનાર તથા લોહીનું વેર લેનારની વચ્ચે પ્રજા આ કાનૂનો પ્રમાણે ન્યાય કરે.
25. અને પ્રજા મનુષ્યઘાતકને લોહીનું વેર લેનારના હાથમાંથી છોડાવે, ને જમાત જે આશ્રયનગરમાં તે નાસી ગયો હોય તેમાં તેને પાછો પહોંચાડે. અને પવિત્ર તેલથી અભિષિક્ત થયેલા પ્રમુખ યાજકના મરણ સુધી તે ત્યાં જ રહે.
26. પણ જે આશ્રયનગરમાં મનુષ્યઘાતક નાસી ગયો હોય તેની સરહદની બહાર જો કોઈ વેળા તે જાય,
27. અને લોહીનું વેર લેનાર તેને તેના આશ્રયનગરની સરહદની બહાર જોઈને જો તે લોહીનું વેર લેનાર તે મનુષ્યઘાતકને મારી નાખે, તો તેને માથે ખૂનનો દોષ ન બેસે,
28. કેમ કે પ્રમુખયાજકના મરણ સુધી પેલાએ પોતાના આશ્રયનગરમાં રહેવું જોઈતું હતું. પણ પ્રમુખયાજકના મરણ પછી મનુષ્યઘાતક પોતાના વતનની ભૂમિમાં પાછો જાય.
29. અને આ કાનૂનો તમારી વંશપરંપરા તમારાં સર્વ રહેઠાણોમાં તમારો ઈનસાફ કરવાનો કાયદો થાય.
30. જે કોઈ માણસનું ખૂન કરે, તે ખૂની સાક્ષીઓની જુબાનીને આધારે દેહાતદંડ ભોગવે, પણ કોઈને દેહાતદંડ આપવા માટે એક જ શાહેદની સાક્ષી બસ નથી.
31. વળી જે મનુષ્યઘાતકને ખૂનનો દોષ લાગ્યો હોય તેનો જીવ તમારે કંઈ પણ મૂલ્ય લઈને ઉગારવો નહિ. પણ એવાને તો નક્કી દેહાતદંડ આપવો.
32. અને આશ્રયનગરમાં નાસી ગયેલાની પાસેથી કંઈ મૂલ્ય લઈને યાજકની હયાતીમાં તેને દેશમાં પાછા આવી રહેવાની પરવાનગી આપવી નહિ.
33. એ પ્રમાણે જે દેશમાં તમે રહો છો તે ભ્રષ્ટ થશે નહિ. કેમ કે લોહી એ તો દેશને ભ્રષ્ટ કરે છે. કેમ કે દેશમાં વહેવડાવેલા લોહીનું પ્રાયશ્ચિત્ત તે લોહી વહેવડાવનારના લોહી સિવાય થઈ શક્તું નથી.
34. જે દેશમાં તમે વસો છો ને જેની મધ્યે હું રહું છું, તેને તમે ન વટાળો. કેમ કે હું યહોવા ઇઝરાયલી લોકોની મધ્યે રહું છું.”

Notes

No Verse Added

Total 36 Chapters, Current Chapter 35 of Total Chapters 36
ગણના 35:39
1. અને યહોવાએ મોઆબના મેદાનમાં યર્દનને કાંઠે યરીખો આગળ મૂસાને કહ્યું,
2. “ઇઝરાયલી લોકોને આજ્ઞા કર કે, તેઓ પોતાના વતનના વારસામાંથી લેવીઓને રહેવા માટે નગરો આપે. અને તે નગરોના ઉપયોગને માટે તેઓની આસપાસનાં પાદરો પણ તમારે લેવીઓને આપવાં.
3. અને નગરો તો તેઓને રહેવા માટે મળે; પણ તેઓનાં પાદરો તો તેમનાં ઢોરને માટે તથા તેઓની સંપત્તિને માટે તથા તેઓનઆં સઘળાં જાનવરોને માટે થાય.
4. અને તે નગરોનાં જે પાદરો તમે લેવીઓને આપો તેઓ નગરના કોટથી માંડીને બહાર ચારે તરફ હજાર હજાર હાથ હોય.
5. અને તમારે નગરની બહાર પૂર્વ તરફ બે હજાર હાથ, ને દક્ષિણ તરફ બે હજાર હાથ, ને પશ્ચિમ તરફ બે હજાર હાથ, ને ઉત્તર તરફ બે હજાર હાથ, ને ઉત્તર તરફ બે હજાર હાથ માપવું. ને નગર વચમાં રહે. તેઓનાં નગરોનાં પાદરો પ્રમાણે હોય.
6. અને જે નગરો તમે લેવીઓને આપો તેઓ માં આશ્રયનગરો હોય, મનુષ્યઘાતક ત્યાં નાસી જઈ શકે માટે તમારે તે આપવાં; અને ઉપરાંત તમારે બેંતાળીસ નગરો આપવાં.
7. બધાં મળીને ઉડતાળીસ નગરો તેઓનાં પાદરો સહિત તમારે લેવીઓને આપવાં.
8. અને ઇઝરાયલના વતનમાંથી જે નગરો તમે આપો, તે વિષે નિયમ છે:ઘણાંમાંથી તમારે ઘણાં લેવા. અને થોડામાંથી તમારે થોડાં લેવાં. પ્રત્યેકને જે વારસો મળે, તેના પ્રમાણમાં તે પોતાનાં નગરોમાંથી લેવીઓને આપે.”
9. અને યહોવાએ મૂસાને કહ્યું,
10. “ઇઝરાયલી લોકોને એમ કહે કે, જ્યારે તમે યર્દન ઊતરીને કનાન દેશમાં જાઓ,
11. ત્યારે તમે પોતાને માટે આશ્રયનગરો તરીકે અમુક નગરો ઠરાવો. માટે કે જે કોઈ અજાણતાં કોઈને મારી નાખે તે ત્યાં નાસી જાય.
12. અને તે નગરો તમારે માટે વેર લેનારના હાથમાંથી રક્ષણાર્થે થાય, માટે કે મનુષ્યઘાતકને ઇનસાફને માટે પ્રજાની આગળ ખડો કરવામાં આવે ત્યાં સુધી તે માર્યો જાય નહિ.
13. અને જે નગરો તમે આપશો તેઓ માંના નગરો તમારે માટે આશ્રયનગરો થશે.
14. તમારે ત્રણ નગરો યર્દન પાર આપવાં, ને ત્રણ નગરો તમારે કનાન દેશમાં આપવાં તે આશ્રયનગરો થાય.
15. નગરો ઇઝરાયલીઓને તથા તેઓ મધ્યેના પરદેશી તથા પ્રવાસીઓને રક્ષણાર્થે થાય; માટે કે જે કોઈ અજાણે માણસને મારી નાખે તે ત્યાં નાસી જાય.
16. પણ જો તે તેને લોઢાના ઓજરથી એવી રીતે મારે કે તેથી તેનું મોત નીપજે, તો તે ખૂની છે; ખૂનીને તો નક્કી દેહાતદંડ આપવો.
17. અને જેથી મોત નીપજવાનો સંભવ હોય, એવો પથ્થર લઈને તે તેને મારે કે, તેથી જો પેલાનું મોત નીપજે, તો તે ખૂની છે. ખૂનીને તો નક્‍કી દેહાતદંડ આપવો.
18. અથવા જેથી મોત નીપજવાનો સંભવ હોય, એવું લાકડાનું ઓજાર હાથમાં લઈને તે તેને મારે ને તેથી જો પેલાનું મોત નીપજે, તો તે ખૂની છે. ખૂનીને તો નક્‍કી દેહાતદંડ આપવો.
19. લોહીનું વેર લેનાર પોતે ખૂનીને મારી નાખે; જ્યારે તે તેને મળે ત્યારે તે તેને મારી નાખે.
20. અને જો તેણે તેને દ્વેષથી ધક્કો માર્યો હોય, અથવા લાગ જોઈ સંતાઈ રહીને તેના પર કંઈ ફેંક્યુમ હોય, ને તેથી તેનું મોત નીપજ્યું હોય,
21. અથવા તો વેર હોવાથી મુક્કી મારીને તેનું મોત નિપજાવ્યું હોય, તો તેને મારનારને નક્કી દેહાતદંડ આપવો; તે ખૂની છે. લોહીનું વેર લેનાર જ્યારે તેને મળે ત્યારે તે ખૂનીને મારી નાખે.
22. પણ જો તેણે વેર હોવા છતાં એકાએક તેને ધક્કો માર્યો હોય, અથવા લાગ જોઈ સંતાઈ રહ્યા વગર તેના ઉપર કંઈ ફેંક્યું હોય,
23. અથવા જેથી માણસનું મોત નીપજે એવો પથ્થર તેને જોતાં તેણે તેના ઉપર ફેંક્યો હોય, ને તેથી તેનું મોત નીપજ્યું હોય, પરંતુ તે તેનો વેરી હોય, તેમ તેનું નુકસાન કરવાની તેને મતલબ હોય,
24. તો મારનાર તથા લોહીનું વેર લેનારની વચ્ચે પ્રજા કાનૂનો પ્રમાણે ન્યાય કરે.
25. અને પ્રજા મનુષ્યઘાતકને લોહીનું વેર લેનારના હાથમાંથી છોડાવે, ને જમાત જે આશ્રયનગરમાં તે નાસી ગયો હોય તેમાં તેને પાછો પહોંચાડે. અને પવિત્ર તેલથી અભિષિક્ત થયેલા પ્રમુખ યાજકના મરણ સુધી તે ત્યાં રહે.
26. પણ જે આશ્રયનગરમાં મનુષ્યઘાતક નાસી ગયો હોય તેની સરહદની બહાર જો કોઈ વેળા તે જાય,
27. અને લોહીનું વેર લેનાર તેને તેના આશ્રયનગરની સરહદની બહાર જોઈને જો તે લોહીનું વેર લેનાર તે મનુષ્યઘાતકને મારી નાખે, તો તેને માથે ખૂનનો દોષ બેસે,
28. કેમ કે પ્રમુખયાજકના મરણ સુધી પેલાએ પોતાના આશ્રયનગરમાં રહેવું જોઈતું હતું. પણ પ્રમુખયાજકના મરણ પછી મનુષ્યઘાતક પોતાના વતનની ભૂમિમાં પાછો જાય.
29. અને કાનૂનો તમારી વંશપરંપરા તમારાં સર્વ રહેઠાણોમાં તમારો ઈનસાફ કરવાનો કાયદો થાય.
30. જે કોઈ માણસનું ખૂન કરે, તે ખૂની સાક્ષીઓની જુબાનીને આધારે દેહાતદંડ ભોગવે, પણ કોઈને દેહાતદંડ આપવા માટે એક શાહેદની સાક્ષી બસ નથી.
31. વળી જે મનુષ્યઘાતકને ખૂનનો દોષ લાગ્યો હોય તેનો જીવ તમારે કંઈ પણ મૂલ્ય લઈને ઉગારવો નહિ. પણ એવાને તો નક્કી દેહાતદંડ આપવો.
32. અને આશ્રયનગરમાં નાસી ગયેલાની પાસેથી કંઈ મૂલ્ય લઈને યાજકની હયાતીમાં તેને દેશમાં પાછા આવી રહેવાની પરવાનગી આપવી નહિ.
33. પ્રમાણે જે દેશમાં તમે રહો છો તે ભ્રષ્ટ થશે નહિ. કેમ કે લોહી તો દેશને ભ્રષ્ટ કરે છે. કેમ કે દેશમાં વહેવડાવેલા લોહીનું પ્રાયશ્ચિત્ત તે લોહી વહેવડાવનારના લોહી સિવાય થઈ શક્તું નથી.
34. જે દેશમાં તમે વસો છો ને જેની મધ્યે હું રહું છું, તેને તમે વટાળો. કેમ કે હું યહોવા ઇઝરાયલી લોકોની મધ્યે રહું છું.”
Total 36 Chapters, Current Chapter 35 of Total Chapters 36
×

Alert

×

gujarati Letters Keypad References