1. અને ઈસુ મંદિરમાંથી નીકળીને માર્ગે ચાલતા હતા, ત્યારે તેમના શિષ્યો તેમને મંદિરનાં બાંધકામો બતાવવાને તેમની પાસે આવ્યા.
|
2. ત્યારે તેમણે તેઓને કહ્યું, “શું તમે એ બધાં નથી જોતાં? હું તમને ખરેખર કહું છું કે, પાડી નહિ નંખાય, એવો એક પણ પથ્થર બીજા ઉપર અહીં રહેવા દેવાશે નહિ.”
|
3. પછી જૈતુનના પહાડ પર તે બેઠા હતા, તેવામાં તેમના શિષ્યોએ એકાંતમાં તેમની પાસે આવીને કહ્યું, “એ બધું ક્યારે થશે? અને તમારા આવવાની તથા જગતના અંતની શી નિશાની થશે? તે અમને કહો.”
|
6. અને લડાઈઓ તથા લડાઈઓની અફવા તમારા સાંભળવામાં આવશે. પણ જોજો, ગભરાતા ના, કેમ કે એ બધું થવાની અગત્ય છે, પણ તેટલેથી અંત નહિ આવે.
|
7. કેમ કે પ્રજા પ્રજાની વિરુદ્ધ, તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઊઠશે, દુકાળો તથા મરકીઓ તથા સ્થળે સ્થળે ધરતીકંપ થશે.
|
9. ત્યારે તેઓ તમને વિપત્તિમાં નાખશે, ને તમને મારી નાખશે, ને મારા નામને લીધે સર્વ પ્રજાઓ તમારો દ્વેષ કરશે.
|
14. અને સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા માટે રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે, અને ત્યારે જ અંત આવશે.
|
15. એ માટે ઉજ્જડની અમંગળપણા ની નિશાની જે સંબંધી દાનિયેલ પ્રબોધકે કહેલું છે, તેને જ્યારે તમે પવિત્ર જગાએ ઊભેલી જુઓ (જે વાંચે તે સમજે),
|
21. કેમ કે તે સમયે એવી મોટી વિપત્તિ આવી પડશે કે તેના જેવી જગતના આરંભથી તે હમણાં સુધી થઈ નથી, ને કદી થશે પણ નહિ.
|
22. અને જો તે દિવસો ઓછા કરવામાં ન આવત તો કોઈ પણ માણસ બચી ન શકત. પસંદ કરેલાઓની ખાતર તે દિવસો ઓછા કરવામાં આવશે.
|
24. કેમ કે જૂઠા ખ્રિસ્ત તથા જૂઠા પ્રબોધકો ઊઠશે, ને એવા મોટા ચમત્કાર તથા અદ્ભુત કૃત્યો કરી બતાવશે કે, જો બની શકે તો પસંદ કરેલાઓને પણ તેઓ ભુલાવશે.
|
29. અને તે દિવસોની વિપત્તિ પછી સૂરજ તરત અંધકારરૂપ થઈ જશે, ને ચંદ્ર પોતાનું અજવાળું નહિ આપે, ને આકાશથી તારા ખરશે, ને આકાશનાં પરાક્રમો હલાવાશે.
|
30. અને ત્યારે માણસના દીકરાની નિશાની આકાશમાં દેખાશે, ને ત્યારે પૃથ્વી પરનાં સર્વ કુળો શોક કરશે; અને માણસના દીકરાને પરાક્રમ તથા મોટા મહિમાસહિત તેઓ આકાશના મેઘ પર આવતો જોશે.
|
31. અને રણશિંગડાના મોટા અવાજ સહિત તે પોતાના દૂતોને મોકલશે, ને તેઓ ચારે દિશામાંથી, આકાશના એક છેડાથી તે બીજા છેડા સુધી, તેના પસંદ કરેલાઓને એકત્ર કરશે.
|
32. હવે અંજીરી પરથી તેનું દ્દષ્ટાંત શીખો. જ્યારે તેની ડાળી કુમળી થઈ હોય છે, ને પાંદડાં ફૂટવા માંડે છે, ત્યારે તમે જાણો છો કે ઉનાળો પાસે આવ્યો છે.
|
39. અને જળપ્રલય આવીને સહુને તાણી લઈ ગયો ત્યાં સુધી તેઓ ન સમજ્યા, તેમ જ માણસના દીકરાનું આવવું પણ થશે.
|
43. પણ એ જાણો કે ચોર ક્યે પહોરે આવશે એ જો ઘરધણી જાણતો હોત, તો તે જાગતો રહેત, ને પોતાના ઘરમાં તેને ખાતર પાડવા ન દેત.
|
45. તો જે ચાકરને તેના માલિકે પોતાના ઘરનાંને વખતસર ખાવાનું આપવા માટે પોતાના ઘરનો કારભારી ઠરાવ્યો છે, તેવો વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર કોણ છે?
|