1. આસાફનું ગીત. હે ઈશ્વર, વિદેશીઓ તમારા વતનમાં આવ્યા છે; તેઓએ તમારા પવિત્ર મંદિરને અશુદ્ધ કર્યું છે; તેઓએ યરુશાલેમને ખંડિયેર કરી નાખ્યું છે.
|
2. તમારા સેવકોનાં શબ તેઓએ આકાશનાં પક્ષીઓને ખાવાને માટે આપ્યાં છે, તમારા ભક્તોનું માંસ તેઓએ જંગલનાં પશુઓને આપ્યું છે.
|
4. અમે અમારા પડોશીઓને નિંદારૂપ થયા છીએ, જેઓ અમારી આસપાસ છે તેઓની આગળ તિરસ્કારરૂપ તથા મશ્કરીપાત્ર થયા છીએ.
|
8. અમારા પૂર્વજોનાં પાપ અમારા ગેરલાભમાં યાદ ન રાખો; તમારી દયા અમને ઉતાવળે મળવા સામી આવો; કેમ કે અમે બહુ જ દુર્દશામાં આવી પડેલા છીએ.
|
9. હે અમારા તારણના ઈશ્વર, તમારા નામના મહિમાને અર્થે અમને સહાય કરો; તમારા નામની ખાતર અમને છોડાવો, તથા અમારાં પાપનું નિવારણ કરો.
|
10. વિદેશીઓ શા માટે કહે છે, “તેઓનો ઈશ્વર ક્યાં છે?” અમે નજરે જોઈએ એવી રીતે તમારા સેવકોના વહેવડાવેલા રક્તનો બદલો વિદેશીઓને આપો.
|
11. બંદીવાનનો નિસાસો તમારી આગળ પહોંચો; જેઓ મરણને માટે ઠરાવેલા છે તેમનું, તમારા મહાન સામર્થ્ય પ્રમાણે, રક્ષણ કરો;
|
12. હે પ્રભુ, અમારા પડોશીઓએ જે રીતે તમારી નિંદા કરી છે, તે જ રીતે તેઓના ઉરમાં તેઓને સાતગણી નિંદા વાળી આપો.
|
13. પછી અમે તમારા લોક તથા તમારા ચારાનાં ઘેટાં નિરંતર તમારી આભારસ્તુતિ કરીશું; પેઢી દરપેઢી અમે તમારું સ્તવન કરીશું.
|