1. મુખ્ય ગવૈયાને માટે. સંભારણને અર્થે. દાઉદનું ગીત. હે ઈશ્વર, મને છોડાવવાને ઉતાવળ કરો; હે યહોવા, મને સહાય કરવાને ઉતાવળ કરો.
|
2. જેઓ મારો જીવ લેવા મથે છે, તેઓ ફજેત થઈને અસ્તવ્યસ્ત થઈ જાઓ. જેઓ મારું ભૂંડું ઇચ્છે છે, તેઓ પાછા ફરીને અપમાન પામો.
|
4. તમારા સર્વ શોધનારા હરખાઓ, અને તમારામાં આનંદ કરો! “ઈશ્વર મોટા મનાઓ!” એવું તમારા તારણના ઇચ્છનારાઓ સદા બોલો.
|
5. પરંતુ હું દીન તથા દરિદ્રી છું; હે ઈશ્વર, મારી પાસે આવવાને ઉતાવળ કરો; તમે મારા સહાયકારી તથા મને બચાવનાર છો; હે યહોવા, વિલંબ ન કરો.
|