પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. મૂસાએ ઇસ્રાએલીઓના કુળસમૂહોના વડાઓને કહ્યું, “યહોવાની આજ્ઞા આ પ્રમાંણે છે:
2. “જો કોઈ વ્યક્તિ કોઈ બાબત માંટે અથવા કોઈ વસ્તુનો ત્યાગ કરવા માંટે દેવ સમક્ષ વચન આપે તો તેણે તેનો ભંગ કરવો નહિ. વચનનું પાલન અચૂક કરવું.
3. “જો કોઈ કુંવારી સ્ત્રી પોતાના પિતાને ઘેર હોય ત્યારે યહોવાને કશું ચઢાવવાનું વચન આપે અગર અન્ય કોઈ વસ્તુનો ત્યાગ કરવાનું વ્રત લે.
4. અને તેના પિતાને તે વચન વિષે જાણ થાય છતાં તે કશો વાંધો ઉઠાવે નહિ, તો તે વચન તે સ્ત્રીને બંધનકર્તા બને છે.
5. પરંતુ જો તેના પિતાને જે દિવસે જાણ થાય તે જ દિવસે તેણીને વચન પુરુ કરવાની મનાઈ કરે તો તે તેને પુરુ કરવા બંધનકર્તા ન રહે, તેના પિતાએ તેને રોકી હોવાથી યહોવા તેને વચન તોડવા માંટે દોષિત ગણે નહિ.
6. “પરંતુ જો કોઈ સ્ત્રી કઈ કરવાની પ્રતિજ્ઞા લે, અને પછી લગ્ન કરે,
7. અને તેના પતિને તેના વચન વિષેની ખબર પડે અને જે દિવસે ખબર પડે તે દિવસે તે વિષે કશું ન કરે તો તેનું વચન બંધનકર્તા બને છે.
8. જો તેનો પતિ તેની પ્રતિજ્ઞા અથવા વચન પુરું કરવા ન દે તો તે પ્રતિજ્ઞા અથવા વચન મુક્ત થઈ જાય છે. તેથી યહોવા તેને માંફ કરશે.
9. “જો કોઈ વિધવા કે છૂટાછેડા આપેલી સ્ત્રીનું વચન હોય તો તે તેને બંધનકર્તા ગણાય, તે અચૂક પૂર્ણ કરવાં.
10. “જો કોઈ પરણેલી સ્ત્રીએ સાસરે આવ્યા પછી યહોવાને કોઈ વચન આપ્યું હોય,
11. અને તેની જાણ થવા છતાં તેનો પતિ તેને કાંઈ જ કહે નહિ કે ના પાડે નહિ, તો તેનું વચન તેને બંધનકર્તા ગણાય.
12. પણ જો પતિને જાણ થતાં તેને રદ કરે તો તેણે જે વચન આપ્યું હોય તે બંધનકર્તા રહે નહિ. તેના પતિએ તેને રદ કર્યા હોવાથી યહોવા તેને માંફ કરી દેશે.
13. પત્નીના કોઈ પણ વચનને પતિ મંજૂર કે રદ કરી શકે છે.
14. પરંતુ જો જાણ થયા પછી બીજા દિવસ સુધીમાં પતિએ તેને કંઈજ કહ્યું ના હોય તો એનો અર્થ એ કે તે એના વચન સાથે સંમત છે, અને પતિએ જાણ થઈ તે જ દિવસે તેણે કશું જ કહ્યું નહિ,એટલે એ મંજૂર રાખ્યું ગણાય.
15. પણ જો જાણ્યા પછી થોડા સમય બાદ પતિ ના કરે તો તેણીના વચનોનાં ભંગનો જવાબદાર તેનો પતિ છે.”
16. પતિ અને પત્નીને વિષે તેમજ પિતા અને તેના ઘરમાં રહેતી કુંવારી કન્યા વિષે યહોવાએ મૂસાને આ પ્રમાંણે નિયમો જણાવ્યા હતા.

Notes

No Verse Added

Total 36 Chapters, Selected Chapter 30 / 36
Numbers 30:72
1 મૂસાએ ઇસ્રાએલીઓના કુળસમૂહોના વડાઓને કહ્યું, “યહોવાની આજ્ઞા આ પ્રમાંણે છે: 2 “જો કોઈ વ્યક્તિ કોઈ બાબત માંટે અથવા કોઈ વસ્તુનો ત્યાગ કરવા માંટે દેવ સમક્ષ વચન આપે તો તેણે તેનો ભંગ કરવો નહિ. વચનનું પાલન અચૂક કરવું. 3 “જો કોઈ કુંવારી સ્ત્રી પોતાના પિતાને ઘેર હોય ત્યારે યહોવાને કશું ચઢાવવાનું વચન આપે અગર અન્ય કોઈ વસ્તુનો ત્યાગ કરવાનું વ્રત લે. 4 અને તેના પિતાને તે વચન વિષે જાણ થાય છતાં તે કશો વાંધો ઉઠાવે નહિ, તો તે વચન તે સ્ત્રીને બંધનકર્તા બને છે. 5 પરંતુ જો તેના પિતાને જે દિવસે જાણ થાય તે જ દિવસે તેણીને વચન પુરુ કરવાની મનાઈ કરે તો તે તેને પુરુ કરવા બંધનકર્તા ન રહે, તેના પિતાએ તેને રોકી હોવાથી યહોવા તેને વચન તોડવા માંટે દોષિત ગણે નહિ. 6 “પરંતુ જો કોઈ સ્ત્રી કઈ કરવાની પ્રતિજ્ઞા લે, અને પછી લગ્ન કરે, 7 અને તેના પતિને તેના વચન વિષેની ખબર પડે અને જે દિવસે ખબર પડે તે દિવસે તે વિષે કશું ન કરે તો તેનું વચન બંધનકર્તા બને છે. 8 જો તેનો પતિ તેની પ્રતિજ્ઞા અથવા વચન પુરું કરવા ન દે તો તે પ્રતિજ્ઞા અથવા વચન મુક્ત થઈ જાય છે. તેથી યહોવા તેને માંફ કરશે. 9 “જો કોઈ વિધવા કે છૂટાછેડા આપેલી સ્ત્રીનું વચન હોય તો તે તેને બંધનકર્તા ગણાય, તે અચૂક પૂર્ણ કરવાં. 10 “જો કોઈ પરણેલી સ્ત્રીએ સાસરે આવ્યા પછી યહોવાને કોઈ વચન આપ્યું હોય, 11 અને તેની જાણ થવા છતાં તેનો પતિ તેને કાંઈ જ કહે નહિ કે ના પાડે નહિ, તો તેનું વચન તેને બંધનકર્તા ગણાય. 12 પણ જો પતિને જાણ થતાં તેને રદ કરે તો તેણે જે વચન આપ્યું હોય તે બંધનકર્તા રહે નહિ. તેના પતિએ તેને રદ કર્યા હોવાથી યહોવા તેને માંફ કરી દેશે. 13 પત્નીના કોઈ પણ વચનને પતિ મંજૂર કે રદ કરી શકે છે. 14 પરંતુ જો જાણ થયા પછી બીજા દિવસ સુધીમાં પતિએ તેને કંઈજ કહ્યું ના હોય તો એનો અર્થ એ કે તે એના વચન સાથે સંમત છે, અને પતિએ જાણ થઈ તે જ દિવસે તેણે કશું જ કહ્યું નહિ,એટલે એ મંજૂર રાખ્યું ગણાય. 15 પણ જો જાણ્યા પછી થોડા સમય બાદ પતિ ના કરે તો તેણીના વચનોનાં ભંગનો જવાબદાર તેનો પતિ છે.” 16 પતિ અને પત્નીને વિષે તેમજ પિતા અને તેના ઘરમાં રહેતી કુંવારી કન્યા વિષે યહોવાએ મૂસાને આ પ્રમાંણે નિયમો જણાવ્યા હતા.
Total 36 Chapters, Selected Chapter 30 / 36
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

gujarati Letters Keypad References