1. અને ઇબ્રામ પોતાની પત્નીને લઈને સર્વ માલમિલકત સહિત મિસરમાંથી નેગેબ તરફ ગયો, અને લોત તેની સાથે ગયો.
|
3. અને તે નેગેબથી આગળ ચાલતાં બેથેલ ગયો, એટેલે બેથેલ તથા આયની વચ્ચે જયાં પહેલવહેલાં તેનો તંબુ હતો ત્યાં ગયો.
|
4. અને જે સ્થળે તેણે પહેલાં વેદી બાંધી હતી, ત્યાં સુધી તે ગયો; અને ત્યાં ઇબ્રામે યહોવાને નામે પ્રાર્થના કરી.
|
6. અને તે દેશ એવો ફળદ્રુપ ન હતો કે તેઓ ભેગા રહી શકે; કેમ કે તેઓની સંપત્તિ એટલી બધી હતી કે, તેઓ એકઠા રહી ન શકે.
|
7. અને ઇબ્રામના ગોવાળીયાઓ તથા લોતના ગોવાળિયાઓની વચ્ચે તકરાર થઈ. અને તે વખતે કનાની તથા પરિઝી તે દેશમાં રહેતા હતા.
|
8. અને ઇબ્રામે લોતને કહ્યું, “હવે મારી ને તારી વચ્ચે ને મારા તથા તારા ગોવાળિયાઓ વચ્ચે તકરાર થવી ન જોઈએ, કેમ કે આપણે ભાઈઓ છીએ.
|
10. ત્યારે લોતે પોતાની આંખો ઊંચી કરીને યર્દનનો આખો પ્રદેશ સોઆર સુધી જોયો કે તેમાં બધે પાણી પુષ્કળ છે: કેમ કે યહોવાએ સદોમ તથા ગમોરાનો નાશ કર્યા અગાઉ તે દેશ તો યહોવાની વાડીના જેવો તથા મિસર દેશના જેવો હતો.
|
11. ત્યારે લોતે પોતાને માટે યર્દનનો આખો પ્રદેશ પસંદ કર્યો, ને લોત પૂર્વ તરફ ગયો; અને તેઓ એકબીજાથી જુદા થયા.
|
12. ઇબ્રામ કનાન દેશમાં રહ્યો, ને લોત તે પ્રદેશનાં નગરોમાં રહ્યો, ને સદોમ સુધી તે તંબુમાં મુકામ કરતો ગયો.
|
14. અને ઇબ્રામથી લોત જુદો થયા પછી યહોવાએ ઇબ્રામને કહ્યું, ‘તું તારી આંખો ઊંચી કરીને તું જ્યાં છે ત્યાંથી ઉત્તર તથા દક્ષિણ તથા પૂર્વ તથા પશ્ચિમ તરફ જો.
|
16. અને હું તારો વંશ પૃથ્વીની રજના જેટલો કરીશ; એવો કે જો કોઈ પૃથ્વીની રજને ગણી શકે તો તારો વંશ પણ ગણાય.
|
18. ત્યારે ઇબ્રામ પોતાનો તંબુ ઉઠાવીને મામરેનાં એલોન વૃક્ષો જે હેબ્રોનમાં છે તેઓ નીચે આવીને રહ્યો, ને ત્યાં યહોવાને નામે તેણે એક વેદી બાંધી.
|