પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. આપણે સબળ વિશ્વાસુ છીએ. તેથી જે લોકો વિશ્વાસમાં નિર્બળ હોય તેવાને આપણે મદદ કરવી જોઈએ. એ લોકોની નિર્બળતાઓ સંભાળી લઈને આપણે એમને મદદ કરવી જોઈએ. આપણે આપણી જાતને ખુશ કરવાનો પ્રયત્ન ન કરવો જોઈએ.
2. આપણામાંના દરેકે બીજાને પણ ખુશ કરવા જોઈએ. એમને મદદ કરવા આપણે આમ કરવું જોઈએ. એમનો વિશ્વાસ દ્રઢ થાય એ માટે એમને મદદ કરવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ.
3. ખ્રિસ્ત પણ પોતાને ખુશ કરવાના પ્રયત્નમાં જીવન જીવ્યો ન હતો. તેના વિષે શાસ્ત્રમાં કહ્યું છે તેમ: “જે લોકોએ તારું અપમાન કર્યું છે, તેમણે મારું પણ અપમાન કર્યું છે.”
4. ભૂતકાળમાં જે બધું લખવામાં આવ્યું હતું તે આપણને ઉપદેશ આપવા અને આપણામાં આશા ઉપજાવવા લખાયું હતું. આપણને ઉદ્ધારની આશા મળે એ માટે એ બધું લખાયું હતું, શાસ્ત્રો આપણને જે ધીરજ અને શક્તિ આપે છે તેમાંથી આશા જન્મે છે.
5. ધીરજ અને શક્તિનો સ્રોત દેવ છે. દેવને મારી પ્રાર્થના છે કે ખ્રિસ્ત ઈસુ ઈચ્છે છે તેમ તમને સૌને હળીમળીને સાથે રહેવામાં દેવ તમારી મદદ કરે.
6. એમ કરવાથી તમે સૌ એક સૂત્રમાં બંધાશો. અને આમ તમે સૌ સાથે રહીને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા દેવને મહિમાવંત કરશો.
7. ખ્રિસ્તે તમને સ્વીકાર્યા, તેવી રીતે તમારે એકબીજાને સ્વીકારવા જોઈએ. એમ કરવાથી દેવને મહિમા મળશે.
8. મારે તમને એ કહેવું છે કે દેવ જે વચન આપે છે તે સત્ય છે, એમ બતાવવા ખ્રિસ્ત યહૂદિઓનો સેવક થયો. દેવે યહૂદિઓના પૂર્વજોને જે જે વચનો આપ્યાં હતાં તે દેવ કરી બતાવશે, એ સાબિત કરવા માટે ખ્રિસ્તે આમ કર્યુ.
9. અને બિનયહૂદિઓ પણ દેવની દયાને માટે સ્તુતિ કરે. શાસ્ત્રમાં લખ્યું છે, “માટે હું બિનયહૂદિઓમાં તારી સ્તુતિ કરીશ; અને તારા નામનાં સ્ત્રોત્ર ગાઈશ.” ગીતશાસ્ત્ર 18:49
10. શાસ્ત્ર તો આમ પણ કહે છે: “દેવના માણસોની સાથે સાથે સૌ બિનયહૂદિઓએ પણ આનંદિત થવું જોઈએ.” પુર્નનિયમ 32:43
11. વળી શાસ્ત્ર આમ પણ કહે છે: “તમે સૌ બિનયહૂદિઓ પ્રભુની સ્તુતિ કરો; અને સઘળાં લોકો પ્રભુનાં ગુણગાન ગાઓ.” ગીતશાસ્ત્ર 117:1
12. અને યશાયા પ્રબોધક કહે છે: “યશાઈના વંશમાંથી એક વ્યક્તિ આવશે. તે વ્યક્તિ બિનયહૂદિઓ પર રાજ કરવાને આવશે; અને એ વ્યક્તિને કારણે બિનયહૂદિઓને આશા પ્રાપ્ત થશે.” યશાયા 11:10
13. હવે દેવ કે જેના પર તમે આશા રાખો છો, તે તમને તમારા વિશ્વાસને પૂર્ણ આનંદ અને શાંતિથી ભરી દો. જેથી કરીને તમે તે પવિત્ર આત્માના સાર્મથ્ય દ્વારા ભરપૂર આશાથી છલકાઈ જાઓ.
14. મારા ભાઈઓ તથા બહેનો, મને ખાતરી છે કે તમે ભલાઈથી ભરપૂર છો. હું જાણું છું કે જરૂર હોય એટલું સર્વ પ્રકારનું જ્ઞાન તમે ઘરાવો છો, અને તમે એકબીજાને ચેતવણી આપી શકો એમ છો.
15. એ છતાં વિદેશીઓ પવિત્ર આત્માથી પાવન થઈને માન્ય આર્પણ થાય, માટે દેવની સુવાર્તાનો યાજક થઈને હું વિદેશીઓ પ્રત્યે ખ્રિસ્ત ઈસુનો સેવક થાઉ.
16. એ કારણે દેવે મને જે કૃપાદાન આપ્યું છે તેને આધારે તમને ફરીથી સહેજ યાદ કરાવવા માટે વધારે હિંમત રાખીને મેં આ પત્ર તમારા પર લખ્યો છે.
17. આમ, ખ્રિસ્ત ઈસુમાં દેવ માટે હું જે કઈ કરી શક્યો છું એનું મને ગૌરવ છે.
18. મેં પોતે જે કઈ કર્યુ છે તે વિષે હું વાત નહિ કરું. બિનયહૂદિ લોકો દેવની આજ્ઞા માને એવું એમને માર્ગદર્શન આપવામાં ખ્રિસ્તે મારી પાસે જે કાર્ય કરાવ્યું છે તે વિષે જ હું બોલીશ. મેં જે બાબતો કહી છે અને કરી છે, એને લીધે તેઓએ દેવની આજ્ઞા પાળી છે.
19. પરાક્રમોની શક્તિ અને જે મહાન વસ્તુઓ એમણે જોઈ છે, અને પવિત્ર આત્માના સાર્મથ્યને લીધે એમણે દેવનો આદેશ માન્યો છે. યરૂશાલેમથી માંડીને ઈલ્લુરિકા સુધી બધે ફરી ફરીને મેં ખ્રિસ્તની સુવાર્તા સંપૂર્ણ રીતે પ્રગટ કરી છે. અને આમ મારા કાર્યનો એ ભાગ મેં પરિપૂર્ણ કર્યો છે.
20. જે જે સ્થળોએ લોકોએ કદી પણ ખ્રિસ્ત વિષે સાંભળ્યું ન હોય ત્યાં સુવાર્તા પ્રગટ કરવાનાં કાર્યને મેં હમેશા મારું ધ્યેય બનાવ્યું છે. આમ કરવાનું કારણ એ છે કે બીજી કોઈ વ્યક્તિએ જ્યાં આ કાર્ય પહેલેથી જ શરું કરી દીધું હોય ત્યાં પહોંચી જઈને એણે કરેલા કાર્યના પાયા પર હું કામ ન કરું.
21. પણ, શાસ્ત્રોમાં લખેલું છે: “જે લોકોને તેના વિષે કશું જ કહેવામાં નથી આવ્યું તે લોકો જોશે, અને જેઓના સાંભળવામાં આવ્યું નહોતું તેઓ સમજશે.” યશાયા 52:15 રોમની મુલાકાત માટે પાઉલની યોજના
22. તેથી જ ઘણી વાર તમારી પાસે આવતાં મને રોકવામાં આવતો હતો. જેથી મારે અહીં રોકાઈ જવું પડતું હતું.
23. હવે અહીં આ વિસ્તારોમાં મેં મારું કાર્ય પરિપૂર્ણ કર્યુ છે. વળી ઘણાં વર્ષોથી તમારી મુલાકાતે આવવાનું મને મન હતું.
24. તેથી હું જ્યારે સ્પેન જઈશ ત્યારે તમારી મુલાકાત લઈશ. હા, સ્પેન પ્રવાસે જતા તમારી મુલાકાત લેવાની હું આશા રાખું છું, અને તમારી સાથે રહેવાથી મને ખૂબ આનંદ થશે. પછી તમે મારા પ્રવાસમાં મને મદદ કરી શકશો.
25. અત્યારે તો હું દેવના લોકોને મદદરૂપ થવા યરૂશાલેમ જઈ રહ્યો છું.
26. યરૂશાલેમમાં દેવના કેટલાક સંતો ગરીબ છે. મકદોનિયા અને અખાયાના વિશ્વાસુ લોકોએ તેઓને સારું કઈ ઉઘરાણું કરવું, એ મકદોનિયાના તથા અખાયાના ગરીબ લોકોને મદદ કરવા એમણે દાન આપ્યું છે.
27. મકદોનિયા અને અખાયાના વિશ્વાસી ભાઈઓ આમ કરતાં આનંદ અનુભવતા હતા. અને યરૂશાલેમના વિશ્વાસીઓને એમણે ખરેખર મદદ કરવી જ જોઈએ. તેઓએ એમને મદદ કરવી જોઈએ કારણ કે તેઓ આ રીતે બિનયહૂદિઓ છે અને યહૂદિઓને ઈસુના આધ્યાત્મિક આશીર્વાદોના તેઓ ભાગીદાર થયા. તેથી યહૂદિઓને મદદ કરવા એમની પાસે જે કાંઈ હોય એનો એમણે ઉપયોગ કરવો જોઈએ. તેઓના માથે યહૂદિઓનું ઋણ છે.
28. મારે ખાતરી કરવી પડશે કે યરૂશાલેમના ગરીબ લોકોને જ આ બધા પૈસા મળે કે જે એમના માટે દાનમાં આપવામાં આવ્યા છે. આ કાર્ય પૂરું કર્યા પછી હું સ્પેન જવા નીકળીશ. સ્પેનના પ્રવાસે જતાં તમારી મુલાકાત લેવા માટે હું રોકાઈશ.
29. હું જાણું છું કે તમારી મુલાકાત વખતે તમારા માટે, હું ખ્રિસ્તના ભરપૂર આશીર્વાદો લાવીશ.
30. ભાઈઓ તથા બહેનો, મારા આ કાર્યમાં મને મદદ કરવા તમે મારા માટે દેવને પ્રાર્થના કરો એવી મારી તમને વિનંતી છે. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે આ કરો. પવિત્ર આત્મા આપણને પ્રેમ આપે છે તેટલા માટે આમ કરો.
31. યહૂદિયામાં રહેતા અવિશ્વાસીઓના હુમલામાંથી હું બચી જાઉ એવી પ્રાર્થના કરો. અને એવી પણ પ્રાર્થના કરો કે યરૂશાલેમ માટે હું જે મદદ લાવી રહ્યો છું તેનાથી ત્યાંના દેવના સંતો ખુશ થાય.
32. જો દેવની ઈચ્છા હશે તો હું તમારી પાસે સહર્ષ આવીશ અને તમારી સાથે હું વિસામો પામું એવી તમે મારે માટે આગ્રહપૂર્વક દેવની પ્રાર્થના કરીને મને મદદ કરો.
33. દેવ જે શાંતિદાતા છે તે સદાને માટે તમો સૌની સાથે રહો. આમીન.
Total 16 Chapters, Selected Chapter 15 / 16
1 2 3 4 5 6
7 8 9 10 11 12 13 14 15 16
1 આપણે સબળ વિશ્વાસુ છીએ. તેથી જે લોકો વિશ્વાસમાં નિર્બળ હોય તેવાને આપણે મદદ કરવી જોઈએ. એ લોકોની નિર્બળતાઓ સંભાળી લઈને આપણે એમને મદદ કરવી જોઈએ. આપણે આપણી જાતને ખુશ કરવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. 2 આપણામાંના દરેકે બીજાને પણ ખુશ કરવા જોઈએ. એમને મદદ કરવા આપણે આમ કરવું જોઈએ. એમનો વિશ્વાસ દ્રઢ થાય એ માટે એમને મદદ કરવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. 3 ખ્રિસ્ત પણ પોતાને ખુશ કરવાના પ્રયત્નમાં જીવન જીવ્યો ન હતો. તેના વિષે શાસ્ત્રમાં કહ્યું છે તેમ: “જે લોકોએ તારું અપમાન કર્યું છે, તેમણે મારું પણ અપમાન કર્યું છે.” 4 ભૂતકાળમાં જે બધું લખવામાં આવ્યું હતું તે આપણને ઉપદેશ આપવા અને આપણામાં આશા ઉપજાવવા લખાયું હતું. આપણને ઉદ્ધારની આશા મળે એ માટે એ બધું લખાયું હતું, શાસ્ત્રો આપણને જે ધીરજ અને શક્તિ આપે છે તેમાંથી આશા જન્મે છે. 5 ધીરજ અને શક્તિનો સ્રોત દેવ છે. દેવને મારી પ્રાર્થના છે કે ખ્રિસ્ત ઈસુ ઈચ્છે છે તેમ તમને સૌને હળીમળીને સાથે રહેવામાં દેવ તમારી મદદ કરે. 6 એમ કરવાથી તમે સૌ એક સૂત્રમાં બંધાશો. અને આમ તમે સૌ સાથે રહીને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા દેવને મહિમાવંત કરશો. 7 ખ્રિસ્તે તમને સ્વીકાર્યા, તેવી રીતે તમારે એકબીજાને સ્વીકારવા જોઈએ. એમ કરવાથી દેવને મહિમા મળશે. 8 મારે તમને એ કહેવું છે કે દેવ જે વચન આપે છે તે સત્ય છે, એમ બતાવવા ખ્રિસ્ત યહૂદિઓનો સેવક થયો. દેવે યહૂદિઓના પૂર્વજોને જે જે વચનો આપ્યાં હતાં તે દેવ કરી બતાવશે, એ સાબિત કરવા માટે ખ્રિસ્તે આમ કર્યુ. 9 અને બિનયહૂદિઓ પણ દેવની દયાને માટે સ્તુતિ કરે. શાસ્ત્રમાં લખ્યું છે, “માટે હું બિનયહૂદિઓમાં તારી સ્તુતિ કરીશ; અને તારા નામનાં સ્ત્રોત્ર ગાઈશ.” ગીતશાસ્ત્ર 18:49 10 શાસ્ત્ર તો આમ પણ કહે છે: “દેવના માણસોની સાથે સાથે સૌ બિનયહૂદિઓએ પણ આનંદિત થવું જોઈએ.” પુર્નનિયમ 32:43 11 વળી શાસ્ત્ર આમ પણ કહે છે: “તમે સૌ બિનયહૂદિઓ પ્રભુની સ્તુતિ કરો; અને સઘળાં લોકો પ્રભુનાં ગુણગાન ગાઓ.” ગીતશાસ્ત્ર 117:1 12 અને યશાયા પ્રબોધક કહે છે: “યશાઈના વંશમાંથી એક વ્યક્તિ આવશે. તે વ્યક્તિ બિનયહૂદિઓ પર રાજ કરવાને આવશે; અને એ વ્યક્તિને કારણે બિનયહૂદિઓને આશા પ્રાપ્ત થશે.” યશાયા 11:10 13 હવે દેવ કે જેના પર તમે આશા રાખો છો, તે તમને તમારા વિશ્વાસને પૂર્ણ આનંદ અને શાંતિથી ભરી દો. જેથી કરીને તમે તે પવિત્ર આત્માના સાર્મથ્ય દ્વારા ભરપૂર આશાથી છલકાઈ જાઓ. 14 મારા ભાઈઓ તથા બહેનો, મને ખાતરી છે કે તમે ભલાઈથી ભરપૂર છો. હું જાણું છું કે જરૂર હોય એટલું સર્વ પ્રકારનું જ્ઞાન તમે ઘરાવો છો, અને તમે એકબીજાને ચેતવણી આપી શકો એમ છો. 15 એ છતાં વિદેશીઓ પવિત્ર આત્માથી પાવન થઈને માન્ય આર્પણ થાય, માટે દેવની સુવાર્તાનો યાજક થઈને હું વિદેશીઓ પ્રત્યે ખ્રિસ્ત ઈસુનો સેવક થાઉ. 16 એ કારણે દેવે મને જે કૃપાદાન આપ્યું છે તેને આધારે તમને ફરીથી સહેજ યાદ કરાવવા માટે વધારે હિંમત રાખીને મેં આ પત્ર તમારા પર લખ્યો છે. 17 આમ, ખ્રિસ્ત ઈસુમાં દેવ માટે હું જે કઈ કરી શક્યો છું એનું મને ગૌરવ છે. 18 મેં પોતે જે કઈ કર્યુ છે તે વિષે હું વાત નહિ કરું. બિનયહૂદિ લોકો દેવની આજ્ઞા માને એવું એમને માર્ગદર્શન આપવામાં ખ્રિસ્તે મારી પાસે જે કાર્ય કરાવ્યું છે તે વિષે જ હું બોલીશ. મેં જે બાબતો કહી છે અને કરી છે, એને લીધે તેઓએ દેવની આજ્ઞા પાળી છે. 19 પરાક્રમોની શક્તિ અને જે મહાન વસ્તુઓ એમણે જોઈ છે, અને પવિત્ર આત્માના સાર્મથ્યને લીધે એમણે દેવનો આદેશ માન્યો છે. યરૂશાલેમથી માંડીને ઈલ્લુરિકા સુધી બધે ફરી ફરીને મેં ખ્રિસ્તની સુવાર્તા સંપૂર્ણ રીતે પ્રગટ કરી છે. અને આમ મારા કાર્યનો એ ભાગ મેં પરિપૂર્ણ કર્યો છે. 20 જે જે સ્થળોએ લોકોએ કદી પણ ખ્રિસ્ત વિષે સાંભળ્યું ન હોય ત્યાં સુવાર્તા પ્રગટ કરવાનાં કાર્યને મેં હમેશા મારું ધ્યેય બનાવ્યું છે. આમ કરવાનું કારણ એ છે કે બીજી કોઈ વ્યક્તિએ જ્યાં આ કાર્ય પહેલેથી જ શરું કરી દીધું હોય ત્યાં પહોંચી જઈને એણે કરેલા કાર્યના પાયા પર હું કામ ન કરું. 21 પણ, શાસ્ત્રોમાં લખેલું છે: “જે લોકોને તેના વિષે કશું જ કહેવામાં નથી આવ્યું તે લોકો જોશે, અને જેઓના સાંભળવામાં આવ્યું નહોતું તેઓ સમજશે.” યશાયા 52:15 રોમની મુલાકાત માટે પાઉલની યોજના 22 તેથી જ ઘણી વાર તમારી પાસે આવતાં મને રોકવામાં આવતો હતો. જેથી મારે અહીં રોકાઈ જવું પડતું હતું. 23 હવે અહીં આ વિસ્તારોમાં મેં મારું કાર્ય પરિપૂર્ણ કર્યુ છે. વળી ઘણાં વર્ષોથી તમારી મુલાકાતે આવવાનું મને મન હતું. 24 તેથી હું જ્યારે સ્પેન જઈશ ત્યારે તમારી મુલાકાત લઈશ. હા, સ્પેન પ્રવાસે જતા તમારી મુલાકાત લેવાની હું આશા રાખું છું, અને તમારી સાથે રહેવાથી મને ખૂબ આનંદ થશે. પછી તમે મારા પ્રવાસમાં મને મદદ કરી શકશો. 25 અત્યારે તો હું દેવના લોકોને મદદરૂપ થવા યરૂશાલેમ જઈ રહ્યો છું. 26 યરૂશાલેમમાં દેવના કેટલાક સંતો ગરીબ છે. મકદોનિયા અને અખાયાના વિશ્વાસુ લોકોએ તેઓને સારું કઈ ઉઘરાણું કરવું, એ મકદોનિયાના તથા અખાયાના ગરીબ લોકોને મદદ કરવા એમણે દાન આપ્યું છે. 27 મકદોનિયા અને અખાયાના વિશ્વાસી ભાઈઓ આમ કરતાં આનંદ અનુભવતા હતા. અને યરૂશાલેમના વિશ્વાસીઓને એમણે ખરેખર મદદ કરવી જ જોઈએ. તેઓએ એમને મદદ કરવી જોઈએ કારણ કે તેઓ આ રીતે બિનયહૂદિઓ છે અને યહૂદિઓને ઈસુના આધ્યાત્મિક આશીર્વાદોના તેઓ ભાગીદાર થયા. તેથી યહૂદિઓને મદદ કરવા એમની પાસે જે કાંઈ હોય એનો એમણે ઉપયોગ કરવો જોઈએ. તેઓના માથે યહૂદિઓનું ઋણ છે. 28 મારે ખાતરી કરવી પડશે કે યરૂશાલેમના ગરીબ લોકોને જ આ બધા પૈસા મળે કે જે એમના માટે દાનમાં આપવામાં આવ્યા છે. આ કાર્ય પૂરું કર્યા પછી હું સ્પેન જવા નીકળીશ. સ્પેનના પ્રવાસે જતાં તમારી મુલાકાત લેવા માટે હું રોકાઈશ. 29 હું જાણું છું કે તમારી મુલાકાત વખતે તમારા માટે, હું ખ્રિસ્તના ભરપૂર આશીર્વાદો લાવીશ. 30 ભાઈઓ તથા બહેનો, મારા આ કાર્યમાં મને મદદ કરવા તમે મારા માટે દેવને પ્રાર્થના કરો એવી મારી તમને વિનંતી છે. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે આ કરો. પવિત્ર આત્મા આપણને પ્રેમ આપે છે તેટલા માટે આમ કરો. 31 યહૂદિયામાં રહેતા અવિશ્વાસીઓના હુમલામાંથી હું બચી જાઉ એવી પ્રાર્થના કરો. અને એવી પણ પ્રાર્થના કરો કે યરૂશાલેમ માટે હું જે મદદ લાવી રહ્યો છું તેનાથી ત્યાંના દેવના સંતો ખુશ થાય. 32 જો દેવની ઈચ્છા હશે તો હું તમારી પાસે સહર્ષ આવીશ અને તમારી સાથે હું વિસામો પામું એવી તમે મારે માટે આગ્રહપૂર્વક દેવની પ્રાર્થના કરીને મને મદદ કરો. 33 દેવ જે શાંતિદાતા છે તે સદાને માટે તમો સૌની સાથે રહો. આમીન.
Total 16 Chapters, Selected Chapter 15 / 16
1 2 3 4 5 6
7 8 9 10 11 12 13 14 15 16
×

Alert

×

Gujarati Letters Keypad References