પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
પ્રકટીકરણ
1. પછી મે એક શ્વાપદને સમુદ્રમાંથી નીકળતું જોયું. તેને દસ શિંગડાં અને સાત માથાં હતાં, તેના દરેક શિંગડા પર મુગટ હતો. તેના દરેક માથાં પર ઈશ્વરનિંદક નામ લખેલું હતું.
2. આ શ્વાપદ ચિત્તા જેવું દેખાતું હતું તેના પગ રીંછના પગ જેવા હતા. તેને સિંહના જેવું મોં હતું તે અજગરે તે શ્વાપદને તેની બધી જ સત્તા તેનું રાજ્યાસન અને મહાન અધિકાર આપ્યાં.
3. તે પ્રાણી માથામાંનું એક મરણતોલ ઘાયલ થયેલા જેવું દેખાયું. પણ આ પ્રાણઘાતક ઘા રૂઝાઈ ગયો હતો. દુનિયાના બધા લોકો નવાઇ પામ્યા હતા. અને તેઓ બધા તે પ્રાણી પાછળ ગયા.
4. લોકોએ તે અજગરની આરાધના કરી. કારણ કે તેણે તેનો અધિકાર પ્રાણીને આપ્યો હતો અને તે લોકોએ તે પ્રાણીની પણ આરાધના કરી. તેઓએ પૂછયું તે, “તે પ્રાણીનાં જેટલું પરાક્રમી કોણ છે? તેની સામે યુદ્ધ કોણ કરી શકે?”
5. તે પ્રાણીને ઘમંડી શબ્દો અને ઘણી દુષ્ટ વસ્તુઓ કહેવાની પરવાનગી આપવામાં આવી હતી. તે પ્રાણીને તેની શક્તિનો 42 મહિના માટે ઉપયોગ કરવાની પરવાનગી આપવામા આવી હતી.
6. તે પ્રાણીએ દેવની નિંદા કરવા માટે તેનું મોં ઉઘાડ્યું. તે પ્રાણીએ દેવના નામની, દેવ જ્યાં રહે છે તે જગ્યાની અને આકાશમાં જે બધા લોકો રહે છે તેઓની નિંદા કરી.
7. તે પ્રાણીને સંતો સાથે યુદ્ધ કરે અને તેઓને પરાજિત કરે તેવું સાંર્મથ્ય આપવામાં આવ્યું. તે પ્રાણીને દરેક કુળ, જાતિના લોકો, ભાષા અને દેશ પર અધિકાર આપવામાં આવ્યો.
8. બધા જ લોકો જે પૃથ્વી પર રહે છે, તેઓ તે પ્રાણીની આરાધના કરશે. (આ એ લોકો છે જેઓનાં નામો જગતનું સર્જન થયું ત્યારથી હલવાનના જીવનના પુસ્તકમાં લખેલાં નથી. તે હલવાન કે જેને મારી નાખવામાં આવ્યો હતો.)
9. જો કોઈ વ્યક્તિ આ વાતો સાંભળે, તો પછી તેણે આ ધ્યાનથી સાંભળવું જોઈએે:
10. જો કોઈ વ્યક્તિ બીજાને બંદીવાન કરવા જાય છે, તો તે વ્યક્તિ પોતે જ બંદીવાન થશે. જો કોઈ બીજાને તલવારથી મારી નાખવા માટે જાય છે તો તેને પોતાને તલવારથી માર્યા જવું પડશે. આનો અર્થ એ છે કે સંતો પાસે ધીરજ અને અવિશ્વાસ હોવા જોઈએ.
11. પછી મેં બીજા એક પ્રાણીને પૃથ્વીમાંથી બહાર નીકળતું જોયું. તેને હલવાનની જેમ બે શિંગડાં હતાં પણ તે અજગરની જેમ બોલતું હતું.
12. આ પ્રાણી પ્રથમ પ્રાણી પાસે જે અધિકાર હતો તે જ અધિકારનો ઉપયોગ કરીને પ્રથમ પ્રાણીની સામે ઉભું રહે છ. તેને આ અધિકારનો ઉપયોગ પૃથ્વી પર રહેનારા બધા લોકોને પ્રથમ પ્રાણીની આરાધના કરાવવા માટે કર્યો. તે પ્રથમ પ્રાણી તે એક કે જેનો પ્રાણધાતક ધા રુંઝાયો હતો.
13. આ બીજુ પ્રાણી મોટા ચમત્કારો કરે છે. તે લોકોની નજર આગળ તેઓના દેખતા આકાશમાંથી પૃથ્વી પર અગ્નિ વરસાવે છે.
14. આ બીજું પ્રાણી છે જે પૃથ્વી પર રહે છે તે લોકોને મૂર્ખ બનાવે છે. તે તેઓને ચમત્કારોનો ઉપયોગ કરીને મૂર્ખ બનાવે છે, કે જે કરવાનો અધિકાર તેને આપવામાં આવ્યો છે. તે આ ચમત્કારો પ્રથમ પ્રાણીની સેવા માટે કરે છે. તે બીજું પ્રાણી, પ્રથમ પ્રાણીને સન્માનવા લોકોને તેની મૂર્તિ બનાવવા હુકમ કરે છે તે પ્રાણી હતું જે તલવારથી ઘાયલ થયું હતું, છતાં પણ તે મૃત્યુ પામ્યું નથી.
15. તે બીજા પ્રાણીને પ્રથમ પ્રાણીની મૂર્તિમાં પ્રાણ મૂકવા માટેનું સાર્મથ્ય આપવામાં આવ્યું હતું. પછી તે મૂર્તિ બોલી શકે અને જે બધા લોકો પૂજા કરતાં નથી. તેઓને હુકમ કરીને મારી નંખાવે.
16. તે બીજા પ્રાણીએ, નાના અને મોટા ધનવાન અને ગરીબ, સ્વતંત્ર અને ગુલામ, બધા લોકોને તેઓના જમણા હાથ પર કે તેઓના કપાળ પર છાપ લેવા પણ દબાણ કર્યું.
17. આ છાપ વિના કોઈ વ્યક્તિ ખરીદી કે વેચાણ કરી શકે નહિ. (આ છાપ પ્રાણીના નામની કે તેના નામની સંખ્યાની હોય છે.)
18. જે વ્યક્તિ પાસે સમજશક્તિ હોય છે તે પ્રાણીની સંખ્યાનો અર્થ સમજી શકે છે આમાં ડહાપણની જરુંર પડે છે. આ સંખ્યા તે એક માણસની સંખ્યા છે; અને તેની સંખ્યા 666 છે.

Notes

No Verse Added

Total 22 Chapters, Current Chapter 13 of Total Chapters 22
પ્રકટીકરણ 13
1. પછી મે એક શ્વાપદને સમુદ્રમાંથી નીકળતું જોયું. તેને દસ શિંગડાં અને સાત માથાં હતાં, તેના દરેક શિંગડા પર મુગટ હતો. તેના દરેક માથાં પર ઈશ્વરનિંદક નામ લખેલું હતું.
2. શ્વાપદ ચિત્તા જેવું દેખાતું હતું તેના પગ રીંછના પગ જેવા હતા. તેને સિંહના જેવું મોં હતું તે અજગરે તે શ્વાપદને તેની બધી સત્તા તેનું રાજ્યાસન અને મહાન અધિકાર આપ્યાં.
3. તે પ્રાણી માથામાંનું એક મરણતોલ ઘાયલ થયેલા જેવું દેખાયું. પણ પ્રાણઘાતક ઘા રૂઝાઈ ગયો હતો. દુનિયાના બધા લોકો નવાઇ પામ્યા હતા. અને તેઓ બધા તે પ્રાણી પાછળ ગયા.
4. લોકોએ તે અજગરની આરાધના કરી. કારણ કે તેણે તેનો અધિકાર પ્રાણીને આપ્યો હતો અને તે લોકોએ તે પ્રાણીની પણ આરાધના કરી. તેઓએ પૂછયું તે, “તે પ્રાણીનાં જેટલું પરાક્રમી કોણ છે? તેની સામે યુદ્ધ કોણ કરી શકે?”
5. તે પ્રાણીને ઘમંડી શબ્દો અને ઘણી દુષ્ટ વસ્તુઓ કહેવાની પરવાનગી આપવામાં આવી હતી. તે પ્રાણીને તેની શક્તિનો 42 મહિના માટે ઉપયોગ કરવાની પરવાનગી આપવામા આવી હતી.
6. તે પ્રાણીએ દેવની નિંદા કરવા માટે તેનું મોં ઉઘાડ્યું. તે પ્રાણીએ દેવના નામની, દેવ જ્યાં રહે છે તે જગ્યાની અને આકાશમાં જે બધા લોકો રહે છે તેઓની નિંદા કરી.
7. તે પ્રાણીને સંતો સાથે યુદ્ધ કરે અને તેઓને પરાજિત કરે તેવું સાંર્મથ્ય આપવામાં આવ્યું. તે પ્રાણીને દરેક કુળ, જાતિના લોકો, ભાષા અને દેશ પર અધિકાર આપવામાં આવ્યો.
8. બધા લોકો જે પૃથ્વી પર રહે છે, તેઓ તે પ્રાણીની આરાધના કરશે. (આ લોકો છે જેઓનાં નામો જગતનું સર્જન થયું ત્યારથી હલવાનના જીવનના પુસ્તકમાં લખેલાં નથી. તે હલવાન કે જેને મારી નાખવામાં આવ્યો હતો.)
9. જો કોઈ વ્યક્તિ વાતો સાંભળે, તો પછી તેણે ધ્યાનથી સાંભળવું જોઈએે:
10. જો કોઈ વ્યક્તિ બીજાને બંદીવાન કરવા જાય છે, તો તે વ્યક્તિ પોતે બંદીવાન થશે. જો કોઈ બીજાને તલવારથી મારી નાખવા માટે જાય છે તો તેને પોતાને તલવારથી માર્યા જવું પડશે. આનો અર્થ છે કે સંતો પાસે ધીરજ અને અવિશ્વાસ હોવા જોઈએ.
11. પછી મેં બીજા એક પ્રાણીને પૃથ્વીમાંથી બહાર નીકળતું જોયું. તેને હલવાનની જેમ બે શિંગડાં હતાં પણ તે અજગરની જેમ બોલતું હતું.
12. પ્રાણી પ્રથમ પ્રાણી પાસે જે અધિકાર હતો તે અધિકારનો ઉપયોગ કરીને પ્રથમ પ્રાણીની સામે ઉભું રહે છ. તેને અધિકારનો ઉપયોગ પૃથ્વી પર રહેનારા બધા લોકોને પ્રથમ પ્રાણીની આરાધના કરાવવા માટે કર્યો. તે પ્રથમ પ્રાણી તે એક કે જેનો પ્રાણધાતક ધા રુંઝાયો હતો.
13. બીજુ પ્રાણી મોટા ચમત્કારો કરે છે. તે લોકોની નજર આગળ તેઓના દેખતા આકાશમાંથી પૃથ્વી પર અગ્નિ વરસાવે છે.
14. બીજું પ્રાણી છે જે પૃથ્વી પર રહે છે તે લોકોને મૂર્ખ બનાવે છે. તે તેઓને ચમત્કારોનો ઉપયોગ કરીને મૂર્ખ બનાવે છે, કે જે કરવાનો અધિકાર તેને આપવામાં આવ્યો છે. તે ચમત્કારો પ્રથમ પ્રાણીની સેવા માટે કરે છે. તે બીજું પ્રાણી, પ્રથમ પ્રાણીને સન્માનવા લોકોને તેની મૂર્તિ બનાવવા હુકમ કરે છે તે પ્રાણી હતું જે તલવારથી ઘાયલ થયું હતું, છતાં પણ તે મૃત્યુ પામ્યું નથી.
15. તે બીજા પ્રાણીને પ્રથમ પ્રાણીની મૂર્તિમાં પ્રાણ મૂકવા માટેનું સાર્મથ્ય આપવામાં આવ્યું હતું. પછી તે મૂર્તિ બોલી શકે અને જે બધા લોકો પૂજા કરતાં નથી. તેઓને હુકમ કરીને મારી નંખાવે.
16. તે બીજા પ્રાણીએ, નાના અને મોટા ધનવાન અને ગરીબ, સ્વતંત્ર અને ગુલામ, બધા લોકોને તેઓના જમણા હાથ પર કે તેઓના કપાળ પર છાપ લેવા પણ દબાણ કર્યું.
17. છાપ વિના કોઈ વ્યક્તિ ખરીદી કે વેચાણ કરી શકે નહિ. (આ છાપ પ્રાણીના નામની કે તેના નામની સંખ્યાની હોય છે.)
18. જે વ્યક્તિ પાસે સમજશક્તિ હોય છે તે પ્રાણીની સંખ્યાનો અર્થ સમજી શકે છે આમાં ડહાપણની જરુંર પડે છે. સંખ્યા તે એક માણસની સંખ્યા છે; અને તેની સંખ્યા 666 છે.
Total 22 Chapters, Current Chapter 13 of Total Chapters 22
×

Alert

×

gujarati Letters Keypad References