પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. અઠવાડિયાના પ્રથમ દિવસે વહેલી સવારે મરિયમ મગ્દલાની કબર પાસે ગઈ જ્યાં ઈસુનું શબ હતું ત્યાં હજુ અંધારું હતું. મરિયમે જોયું કે જે મોટો પથ્થર પ્રવેશદ્વાર પર ઢાંકેલો હતો તે દૂર ખસેડવામાં આવ્યો હતો.
2. તેથી મરિયમ સિમોન પિતર તથા બીજા શિષ્ય પાસે દોડી ગઈ. (જે એક કે જેને ઈસુ ચાહતો હતો.) મરિયમે કહ્યું, “તેઓ કબરમાંથી પ્રભુને લઈ ગયા છે. અમને ખબર નથી તેઓએ તેને ક્યાં મૂક્યો છે.”
3. તેથી પિતર અને બીજો શિષ્ય બહાર ગયો અને કબર તરફ જવાનું શરું કર્યું.
4. તેઓ બંને દોડતા હતા, પરંતુ બીજો શિષ્ય પિતર કરતાં વધારે ઝડપથી દોડતો હતો તેથી બીજો શિષ્ય કબર પાસે પહેલો પહોંચ્યો.
5. તે શિષ્યએ નીચા નમીને અંદર જોયું. તેણે ત્યાં શણનાં લૂગડાંના ટૂકડાઓ ત્યાં પડેલા જોયા. પણ તે અંદર ગયો નહિ.
6. પછી તેની પાછળ સિમોન પિતર પણ આવ્યો. પિતર કબરમાં ગયો. તેણે પણ શણનાં લૂગડાંના ટૂકડાઓ ત્યાં જોયા.
7. તેણે ઈસુના માથાની આજુબાજુ વીંટાળેલું લૂગડું પણ જોયું. તે લૂગડાંની ગળી વાળેલી હતી અને શણના ટુકડાઓથી જુદી જગ્યાએ તે મૂકેલું હતું.
8. પછી બીજો શિષ્ય અંદર ગયો. આ તે શિષ્ય હતો જે કબર પાસે પહેલો પહોંચ્યો હતો. જ્યારે તેણે શું બન્યું હતું તે જોયું ત્યારે તેણે વિશ્વાસ કર્યો.
9. (આ શિષ્યો હજુ પણ શાસ્ત્રલેખ સમજતા નહોતા કે ઈસુએ મૃત્યુમાંથી ઊઠવું જોઈએ.)
10. પછી શિષ્યો ઘેર પાછા ફર્યા.
11. પણ મરિયમ કબરની બહારની બાજુ ઊભી રહીને રડતી હતી. જ્યારે તે રડતી હતી, તેણે નીચા નમીને કબરની અંદરની બાજુ નજર કરી.
12. મરિયમે બે દૂતોને સફેદ વસ્ત્રોમાં જોયા. તેઓ જ્યાં ઈસુનો દેહ હતો ત્યાં બેઠા હતા. એક દૂત જ્યાં ઈસુનું માથું હતું ત્યાં બેઠો હતો, અને બીજો દૂત જ્યાં ઈસુના પગ હતા ત્યાં બેઠો હતો.
13. દૂતોએ મરિયમને પૂછયું, “બાઈ, તું શા માટે રડે છે?” મરિયમે કહ્યું, “કેટલાક લોકો મારા પ્રભુના શરીરને લઈ ગયા. મને ખબર નથી કે તેઓએ તેને ક્યાં મૂક્યો છે.”
14. જ્યારે મરિયમે આ કહ્યું, તેણે પછવાડે ફરીને જોયું તો ત્યાં ઈસુને ઊભેલો દીઠો. પણ તે જાણતી ન્હોતી કે તે ઈસુ હતો.
15. ઈસુએ તેને પૂછયું, “બાઈ, તું શા માટે રડે છે? તું કોને શોધે છે?” મરિયમે ધાર્યુ કે આ માણસ બગીચાની કાળજી રાખનાર હતો. તેથી મરિયમે તેને કહ્યું, “સાહેબ, જો તેં તેને અહીંથી ઉઠાવી લીધો હોય, તો તેં તેને ક્યાં મૂક્યો છે તે મને કહે. હું જઈશ અને તેને લઈ જઈશ.”
16. ઈસુએ તેને કહ્યું, “મરિયમ.” મરિયમ ઈસુ તરફ ફરી અને તેને હિબ્રું ભાષામાં કહ્યું, “રાબ્બોની” (આનો અર્થ “ગુરુંજી.”)
17. ઈસુએ તેને કહ્યું, “મને પકડીશ નહિ. હજુ સુધી હું પિતા પાસે ગયો નથી. પરંતુ મારા ભાઈઓ (શિષ્યો) પાસે જા અને તેઓને આ વાત કહે. ‘હું મારા અને તમારા પિતા પાસે પાછો જાઉ છું. હું મારા અને તમારા દેવ પાસે પાછો જાઉ છું.”‘
18. મરિયમ મગ્દલાની શિષ્યો પાસે ગઈ અને તેઓને કહ્યું, “મેં પ્રભુને જોયો!” અને તેણે તેઓને ઈસુએ જે કહ્યું હતું તે બધું કહ્યું.
19. અઠવાડિયાના પહેલા દિવસે તે સાંજે બધા શિષ્યો ભેગા થયા હતા. બારણાંઓને તાળા હતાં, કારણ કે, તેઓ યહૂદિઓથી ડરતાં હતા. પછી ઈસુ તેઓની વચ્ચે આવ્યો અને ઊભો રહ્યો ઈસુએ કહ્યું, “તમને શાંતિ થાઓ!”
20. આમ કહ્યાં પછી ઈસુએ શિષ્યોને તેના હાથ અને તેની કૂખ બતાવી. જ્યારે તેઓએ પ્રભુને જોયો ત્યારે ખૂબ ખુશ થયા.
21. પછી ઈસુએ ફરીથી કહ્યું, “તમને શાંતિ થાઓ!” પિતાએ મને મોકલ્યો છે. તે જ રીતે હવે, હું તમને મોકલું છું.
22. આમ કહ્યાં પછી તેણે શિષ્યો પર શ્વાસ નાખ્યો. ઈસુએ કહ્યું, “પવિત્ર આત્મા પામો.
23. જો તમે લોકોના પાપોને માફ કરશો, તો પછી તેઓનાં પાપોની માફી મળશે. જો તમે લોકોનાં પાપોને માફ નહિ કરો તો, પછી તેઓનાં પાપ માફ થશે નહિ.”
24. થોમા (દીદુમસ કહેવાતો) જ્યારે ઈસુ આવ્યો ત્યારે બીજાઓની સાથે તે નહોતો. થોમા તે બારમાંનો એક હતો.
25. બીજા શિષ્યોએ થોમાને કહ્યું, “અમે પ્રભુને જોયો છે.” થોમાએ ઉત્તર આપ્યો, “જ્યા સુધી હું તેના હાથમાં ખીલાંના ઘા ના જોઉં ત્યાં સુધી હું વિશ્વાસ કરીશ નહિ. તેના હાથોના ઘા જોયા વિના તથા મારી આંગળી ખીલાઓના ઘામાં મૂક્યા વિના તથા તેની કૂખમાં મારો હાથ મૂક્યા વિના હું વિશ્વાસ કરીશ નહિ.”
26. એક અઠવાડિયા પછી ફરીથી શિષ્યો ઘરમાં હતા. થોમા તેઓની સાથે હતો. બારણાંઓને તાળાં હતાં. પરંતુ ઈસુ આવ્યો અને તેઓની વચ્ચે આવીને ઊભો. ઈસુએ કહ્યું, “તમને શાંતિ થાઓ!”
27. પછી ઈસુએ થોમાને કહ્યું, “તારી આંગળી અહીં મૂક. મારા હાથો તરફ જો. તારો હાથ અહીં મારી કૂખમાં મૂક. શંકા કરવાનું બંધ કરી વિશ્વાસ કરવાનું શરું કર.”
28. થોમાએ ઈસુને કહ્યું, “મારા પ્રભુ અને મારા દેવ!”
29. ઈસુએ થોમાને કહ્યું, “તેં વિશ્વાસ કર્યો કારણ કે તેં મને જોયો. જે લોકો મને જોયા વિના વિશ્વાસ કરે છે તેઓને ધન્ય છે.”
30. ઈસુએ બીજા ઘણા ચમત્કારો કર્યા જે તેના શિષ્યોએ જોયા. આ ચમત્કારો આ પુસ્તકમાં લખેલા નથી.
31. છતાં આ વાતો લખી છે તેથી તમે વિશ્વાસ કરો કે ઈસુ જ ખ્રિસ્ત છે, દેવનો દીકરો છે. પછી, વિશ્વાસ કરવાથી, તેના નામ દ્વારા તમે જીવન પ્રાપ્ત કરી શકશો.
Total 21 Chapters, Selected Chapter 20 / 21
1 2 3 4 5 6 7 8 9 10 11
12 13 14 15 16 17 18 19 20 21
1 અઠવાડિયાના પ્રથમ દિવસે વહેલી સવારે મરિયમ મગ્દલાની કબર પાસે ગઈ જ્યાં ઈસુનું શબ હતું ત્યાં હજુ અંધારું હતું. મરિયમે જોયું કે જે મોટો પથ્થર પ્રવેશદ્વાર પર ઢાંકેલો હતો તે દૂર ખસેડવામાં આવ્યો હતો. 2 તેથી મરિયમ સિમોન પિતર તથા બીજા શિષ્ય પાસે દોડી ગઈ. (જે એક કે જેને ઈસુ ચાહતો હતો.) મરિયમે કહ્યું, “તેઓ કબરમાંથી પ્રભુને લઈ ગયા છે. અમને ખબર નથી તેઓએ તેને ક્યાં મૂક્યો છે.” 3 તેથી પિતર અને બીજો શિષ્ય બહાર ગયો અને કબર તરફ જવાનું શરું કર્યું. 4 તેઓ બંને દોડતા હતા, પરંતુ બીજો શિષ્ય પિતર કરતાં વધારે ઝડપથી દોડતો હતો તેથી બીજો શિષ્ય કબર પાસે પહેલો પહોંચ્યો. 5 તે શિષ્યએ નીચા નમીને અંદર જોયું. તેણે ત્યાં શણનાં લૂગડાંના ટૂકડાઓ ત્યાં પડેલા જોયા. પણ તે અંદર ગયો નહિ. 6 પછી તેની પાછળ સિમોન પિતર પણ આવ્યો. પિતર કબરમાં ગયો. તેણે પણ શણનાં લૂગડાંના ટૂકડાઓ ત્યાં જોયા. 7 તેણે ઈસુના માથાની આજુબાજુ વીંટાળેલું લૂગડું પણ જોયું. તે લૂગડાંની ગળી વાળેલી હતી અને શણના ટુકડાઓથી જુદી જગ્યાએ તે મૂકેલું હતું. 8 પછી બીજો શિષ્ય અંદર ગયો. આ તે શિષ્ય હતો જે કબર પાસે પહેલો પહોંચ્યો હતો. જ્યારે તેણે શું બન્યું હતું તે જોયું ત્યારે તેણે વિશ્વાસ કર્યો. 9 (આ શિષ્યો હજુ પણ શાસ્ત્રલેખ સમજતા નહોતા કે ઈસુએ મૃત્યુમાંથી ઊઠવું જોઈએ.) 10 પછી શિષ્યો ઘેર પાછા ફર્યા. 11 પણ મરિયમ કબરની બહારની બાજુ ઊભી રહીને રડતી હતી. જ્યારે તે રડતી હતી, તેણે નીચા નમીને કબરની અંદરની બાજુ નજર કરી. 12 મરિયમે બે દૂતોને સફેદ વસ્ત્રોમાં જોયા. તેઓ જ્યાં ઈસુનો દેહ હતો ત્યાં બેઠા હતા. એક દૂત જ્યાં ઈસુનું માથું હતું ત્યાં બેઠો હતો, અને બીજો દૂત જ્યાં ઈસુના પગ હતા ત્યાં બેઠો હતો. 13 દૂતોએ મરિયમને પૂછયું, “બાઈ, તું શા માટે રડે છે?” મરિયમે કહ્યું, “કેટલાક લોકો મારા પ્રભુના શરીરને લઈ ગયા. મને ખબર નથી કે તેઓએ તેને ક્યાં મૂક્યો છે.” 14 જ્યારે મરિયમે આ કહ્યું, તેણે પછવાડે ફરીને જોયું તો ત્યાં ઈસુને ઊભેલો દીઠો. પણ તે જાણતી ન્હોતી કે તે ઈસુ હતો. 15 ઈસુએ તેને પૂછયું, “બાઈ, તું શા માટે રડે છે? તું કોને શોધે છે?” મરિયમે ધાર્યુ કે આ માણસ બગીચાની કાળજી રાખનાર હતો. તેથી મરિયમે તેને કહ્યું, “સાહેબ, જો તેં તેને અહીંથી ઉઠાવી લીધો હોય, તો તેં તેને ક્યાં મૂક્યો છે તે મને કહે. હું જઈશ અને તેને લઈ જઈશ.” 16 ઈસુએ તેને કહ્યું, “મરિયમ.” મરિયમ ઈસુ તરફ ફરી અને તેને હિબ્રું ભાષામાં કહ્યું, “રાબ્બોની” (આનો અર્થ “ગુરુંજી.”) 17 ઈસુએ તેને કહ્યું, “મને પકડીશ નહિ. હજુ સુધી હું પિતા પાસે ગયો નથી. પરંતુ મારા ભાઈઓ (શિષ્યો) પાસે જા અને તેઓને આ વાત કહે. ‘હું મારા અને તમારા પિતા પાસે પાછો જાઉ છું. હું મારા અને તમારા દેવ પાસે પાછો જાઉ છું.”‘ 18 મરિયમ મગ્દલાની શિષ્યો પાસે ગઈ અને તેઓને કહ્યું, “મેં પ્રભુને જોયો!” અને તેણે તેઓને ઈસુએ જે કહ્યું હતું તે બધું કહ્યું. 19 અઠવાડિયાના પહેલા દિવસે તે સાંજે બધા શિષ્યો ભેગા થયા હતા. બારણાંઓને તાળા હતાં, કારણ કે, તેઓ યહૂદિઓથી ડરતાં હતા. પછી ઈસુ તેઓની વચ્ચે આવ્યો અને ઊભો રહ્યો ઈસુએ કહ્યું, “તમને શાંતિ થાઓ!” 20 આમ કહ્યાં પછી ઈસુએ શિષ્યોને તેના હાથ અને તેની કૂખ બતાવી. જ્યારે તેઓએ પ્રભુને જોયો ત્યારે ખૂબ ખુશ થયા. 21 પછી ઈસુએ ફરીથી કહ્યું, “તમને શાંતિ થાઓ!” પિતાએ મને મોકલ્યો છે. તે જ રીતે હવે, હું તમને મોકલું છું. 22 આમ કહ્યાં પછી તેણે શિષ્યો પર શ્વાસ નાખ્યો. ઈસુએ કહ્યું, “પવિત્ર આત્મા પામો. 23 જો તમે લોકોના પાપોને માફ કરશો, તો પછી તેઓનાં પાપોની માફી મળશે. જો તમે લોકોનાં પાપોને માફ નહિ કરો તો, પછી તેઓનાં પાપ માફ થશે નહિ.” 24 થોમા (દીદુમસ કહેવાતો) જ્યારે ઈસુ આવ્યો ત્યારે બીજાઓની સાથે તે નહોતો. થોમા તે બારમાંનો એક હતો. 25 બીજા શિષ્યોએ થોમાને કહ્યું, “અમે પ્રભુને જોયો છે.” થોમાએ ઉત્તર આપ્યો, “જ્યા સુધી હું તેના હાથમાં ખીલાંના ઘા ના જોઉં ત્યાં સુધી હું વિશ્વાસ કરીશ નહિ. તેના હાથોના ઘા જોયા વિના તથા મારી આંગળી ખીલાઓના ઘામાં મૂક્યા વિના તથા તેની કૂખમાં મારો હાથ મૂક્યા વિના હું વિશ્વાસ કરીશ નહિ.” 26 એક અઠવાડિયા પછી ફરીથી શિષ્યો ઘરમાં હતા. થોમા તેઓની સાથે હતો. બારણાંઓને તાળાં હતાં. પરંતુ ઈસુ આવ્યો અને તેઓની વચ્ચે આવીને ઊભો. ઈસુએ કહ્યું, “તમને શાંતિ થાઓ!” 27 પછી ઈસુએ થોમાને કહ્યું, “તારી આંગળી અહીં મૂક. મારા હાથો તરફ જો. તારો હાથ અહીં મારી કૂખમાં મૂક. શંકા કરવાનું બંધ કરી વિશ્વાસ કરવાનું શરું કર.” 28 થોમાએ ઈસુને કહ્યું, “મારા પ્રભુ અને મારા દેવ!” 29 ઈસુએ થોમાને કહ્યું, “તેં વિશ્વાસ કર્યો કારણ કે તેં મને જોયો. જે લોકો મને જોયા વિના વિશ્વાસ કરે છે તેઓને ધન્ય છે.” 30 ઈસુએ બીજા ઘણા ચમત્કારો કર્યા જે તેના શિષ્યોએ જોયા. આ ચમત્કારો આ પુસ્તકમાં લખેલા નથી. 31 છતાં આ વાતો લખી છે તેથી તમે વિશ્વાસ કરો કે ઈસુ જ ખ્રિસ્ત છે, દેવનો દીકરો છે. પછી, વિશ્વાસ કરવાથી, તેના નામ દ્વારા તમે જીવન પ્રાપ્ત કરી શકશો.
Total 21 Chapters, Selected Chapter 20 / 21
1 2 3 4 5 6 7 8 9 10 11
12 13 14 15 16 17 18 19 20 21
×

Alert

×

Gujarati Letters Keypad References