1. દાઉદનું ગીત. હે યહોવા, મારી પ્રાર્થના સાંભળીને મારા કાલાવાલા પર કાન ધરો; તમારી સત્યતાથી અને તમારા ન્યાયીપણાથી મને ઉત્તર આપો.
|
3. કેમ કે શત્રુએ મારા આત્માને સતાવ્યો છે; તેણે મારા જીવને ભૂમિ સાથે દબાવી દીધો છે; તેણે મને ઘણા દિવસ પર મૂએલાની જેમ અંધકારમાં પૂર્યો છે.
|
5. હું પ્રાચીનકાળના દિવસોનું સ્મરણ કરું છું; તમારાં સર્વ કૃત્યોનું મનન કરું છું; અને તમારા હાથનાં કામોનો કામોનું વિચાર કરું છું.
|
7. હે યહોવા, મને વહેલા ઉત્તર આપો; મારા આત્માનો ક્ષય થાય છે; તમારું મુખ મારાથી ન સંતાડો, રખેને હું ખાડામાં ઊતરનારના જેવો થાઉં.
|
8. મને સવારે તમારી કૃપા જણાવો, કેમ કે હું તમારા પર વિશ્વાસ રાખું છું; જે માર્ગે મારે ચાલવું જોઈએ તે મને બતાવો, કેમ કે હું તમારામાં મારું અંત:કરણ લગાડું છું.
|
10. મને તમારી ઇચ્છા પ્રમાણે વર્તવાનું શીખવો, કેમ કે તમે મારા ઈશ્વર છો; તમારો ઉત્તમ આત્મા મને સપાટ માર્ગે દોરો.
|
12. તમારી કૃપાથી તમે મારા શત્રુઓને કાપી નખો, અને મારા આત્માને સતાવનારાનો નાશ કરો; કેમ કે હું તમારો સેવક છું.
|