2. હું તમારા પવિત્ર મંદિર તરફ ફરીને ભજન કરીશ, તમારી કૃપા તથા સત્યતાને લીધે હું તમારું નામ વખાણીશ; કેમ કે સર્વ કરતાં તમે તમારા નામનું માહાત્મ્ય વધાર્યું છે.
|
7. જો મારે સંકટમાં ચાલવું પડશે, તો પણ તમે મને જીવાડશો; મારા શત્રુઓના ક્રોધની સામે તમે તમારો હાથ લાંબો કરશો, અને તમારો જમણો હાથ મને તારશે.
|
8. મારા સંબંધનું જે છે તે સર્વ યહોવા પૂર્ણ કરશે. હે યહોવા, તમારી કૃપા સદાકાળ ટકનાર છે; તમે તમારા હાથનાં કામોનો ત્યાગ ન કરો.
|