પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. યહોવાએ મૂસાને અને હારુનને કહ્યું,
2. “ઇસ્રાએલના લોકોને આ કાનૂનો જણાવ: તેઓ ખોડખાંપણ વગરની અને કદી જોતરાઈ ના હોય તેવી એક લાલ ગાય મૂસા અને હારુન પાસે લાવે.
3. તારે એ ગાય યાજક એલઆઝારને આપવી. અને તેણે તેને છાવણી બહાર લઈ જવી અને ત્યાં તેને માંરી નાખવી.
4. એલઆઝાર તેનું થોડું લોહી પોતાની આંગળી પર લે અને મુલાકાતમંડપની આગળ તેનાં સાત વખત છંટકાવ કરે.
5. ત્યારબાદ યાજકની સમક્ષ બીજી કોઈ પવિત્ર વ્યક્તિ ગાયનું ચામડું, માંસ, રક્ત તથા છાણનું દહન કરે.
6. ત્યારબાદ યાજકે ગંધતરુંનું લાકડું, ઝુફો અને કિરમજી રંગની દોરી લઈને ગાયનું દહન થતું હોય ત્યારે તે અગ્નિમાં નાખવું.
7. ત્યારબાદ તેણે પોતાનાં કપડાં ધોઈ નાખવાં અને આખા શરીરે સ્નાનકરવું અને છાવણીમાં પાછા ફરવું. સાંજ સુધી વિધિ અનુસાર તે અશુદ્ધ ગણાય.
8. જેણે ગાયનું દહન કર્યુ હોય તેણે પોતાનાં કપડાં ધોઈ નાખવાં અને આખા શરીરે સ્નાન કરવું, છતાં તે પણ સાંજ સુધી અશુદ્ધ ગણાય.
9. “તે પછી વિધિ મુજબ જે શુદ્ધ ન હોય તેવી વ્યક્તિએ ગાયની રાખ ભેગી કરવી, અને છાવણી બહાર શુદ્ધ કરેલી જગ્યાએ તેની ઢગલી કરવી. અને તે રાખ વ્યક્તિના પાપ દૂર કરવાની વિધિ માંટેનું પાવકજળ બનાવવા રાખી મૂકવી.
10. “જે માંણસે ગાયની રાખ ભેગી કરી હોય તેણે પોતાનાં કપડાં ધોઈ નાખવાં, પણ તે સાંજ સુધી અશુદ્ધ ગણાશે.“ઇસ્રાએલી પ્રજા માંટે અને તમાંરી ભેગા રહેતા વિદેશીઓ માંટે આ કાયમી નિયમ છે.
11. જે કોઈ મનુષ્યના મૃતદેહને સ્પર્શ કરે તેને સાત દિવસ સૂતક પાળવું.
12. પછી તેણે ત્રીજે અને સાતમે દિવસે પાવકજળ વડે પોતાની શુદ્ધિ કરાવવી. ત્યારબાદ તે શુદ્ધ થયો ગણાશે. પણ જો તે આ પ્રમાંણે ત્રીજા દિવસે અને સાતમે દિવસે પોતાની શુદ્ધિ નહિ કરાવે તો તે શુદ્ધ નહિ ગણાય.
13. જે કોઈ મનુષ્ય મૃતદેહને સ્પર્શ કર્યા પછી જણાવેલી રીત મુજબ પોતાને શુદ્ધ નહિ કરે તો તે યહોવાના મુલાકાતમંડપને અશુદ્ધ કરે છે. તેના પર શુદ્ધિજળ છાંટવામાં આવ્યું નથી તેથી તેવા માંણસનો બહિષ્કાર કરવો, કારણ કે તે યહોવાના મંદિરને અપવિત્ર કરે છે.
14. “જો કોઈ માંણસ તંબુમાં મૃત્યુ પામે તો તે માંટે આ નિયમો છે: તંબુમાં તે વખતે પ્રવેશ કરનારા અને મૃત્યુ સમયે હાજર રહેનારા સૌને સાત દિવસનું સૂતક લાગે.
15. મંડપમાંનું ઢાકણ વગરનું પ્રત્યેક માંત્ર અશુદ્ધ ગણાય.
16. જો કોઈ મંડપની બહાર હથિયારથી અથવા કુદરતી રીતે મૃત્યુ પામેલા માંણસને સ્પર્શ કરે અથવા હાડકાંને કે કબરને સ્પર્શ કરે તો તે સાત દિવસ સૂતકી ગણાય.
17. “આવા સૂતક માંટે પાપાર્થાર્પણની લાલ ગાયની રાખને વાસણમાં લઈ ઝરાના પાણી સાથે મિશ્ર કરવી.
18. ત્યારબાદ જે વ્યક્તિ શુદ્ધ ના હોય તેણે ઝુફો લઈને એ પાણીમાં બોળીને તેના વડે મંડપ ઉપર અને તેમાંનાં બધાં પાત્રો ઉપર તથા તેમાંના બધા માંણસો ઉપર છાંટવું, જેણે વ્યક્તિના હાડકાને કે મરેલા કે માંરી નાખવામાં આવેલા વ્યક્તિના મૃતદેહને કે કબરને સ્પર્શ કર્યો હોય તો તે વ્યક્તિ ઉપર પણ છાટવું.
19. “સૂતક વગરના માંણસે સૂતકવાળા માંણસ ઉપર ત્રીજે અને સાતમે દિવસે પાણી છાંટવું. અને સાતમે દિવસે તેણે તે માંણસની શુદ્ધિ કરવી. સૂતકી માંણસે એ દિવસે પોતાના કપડા ધોઈ નાખવાં, પોતે આખા શરીરે સ્નાન કરવું, એટલે સાંજે તે શુદ્ધ થયો ગણાશે.
20. “પરંતુ જો કોઈ સૂતકી પોતાની શુદ્ધિ ન કરાવે તો તેનો સમાંજમાંથી બહિષ્કાર કરવો, કારણ, તેણે પવિત્ર મંડપને ભ્રષ્ટ કર્યુ છે, તેના પર શુદ્ધિજળ છાંટવામાં આવ્યું નથી, તેથી તે સૂતકી છે.
21. આ તમાંરે માંટે કાયમી નિયમ છે. પાણીનો છંટકાવ કરનાર વ્યક્તિ ત્યારબાદ પોતાનાં કપડાં ધોઈ નાખે. વળી જે કોઈ તે પાણીને સ્પર્શ કરે તે પણ સાંજ સુધી સૂતકી ગણાય.
22. સૂતકી વ્યક્તિ જે કોઈ વસ્તુને સ્પર્શ કરે તે પણ સાંજ સુધી અશુદ્ધ ગણાય; અને તે વસ્તુને સ્પર્શ કરનાર વ્યક્તિ પણ સાંજ સુધી અશુદ્ધ ગણાય.”

Notes

No Verse Added

Total 36 Chapters, Selected Chapter 19 / 36
Numbers 19:47
1 યહોવાએ મૂસાને અને હારુનને કહ્યું, 2 “ઇસ્રાએલના લોકોને આ કાનૂનો જણાવ: તેઓ ખોડખાંપણ વગરની અને કદી જોતરાઈ ના હોય તેવી એક લાલ ગાય મૂસા અને હારુન પાસે લાવે. 3 તારે એ ગાય યાજક એલઆઝારને આપવી. અને તેણે તેને છાવણી બહાર લઈ જવી અને ત્યાં તેને માંરી નાખવી. 4 એલઆઝાર તેનું થોડું લોહી પોતાની આંગળી પર લે અને મુલાકાતમંડપની આગળ તેનાં સાત વખત છંટકાવ કરે. 5 ત્યારબાદ યાજકની સમક્ષ બીજી કોઈ પવિત્ર વ્યક્તિ ગાયનું ચામડું, માંસ, રક્ત તથા છાણનું દહન કરે. 6 ત્યારબાદ યાજકે ગંધતરુંનું લાકડું, ઝુફો અને કિરમજી રંગની દોરી લઈને ગાયનું દહન થતું હોય ત્યારે તે અગ્નિમાં નાખવું. 7 ત્યારબાદ તેણે પોતાનાં કપડાં ધોઈ નાખવાં અને આખા શરીરે સ્નાનકરવું અને છાવણીમાં પાછા ફરવું. સાંજ સુધી વિધિ અનુસાર તે અશુદ્ધ ગણાય. 8 જેણે ગાયનું દહન કર્યુ હોય તેણે પોતાનાં કપડાં ધોઈ નાખવાં અને આખા શરીરે સ્નાન કરવું, છતાં તે પણ સાંજ સુધી અશુદ્ધ ગણાય. 9 “તે પછી વિધિ મુજબ જે શુદ્ધ ન હોય તેવી વ્યક્તિએ ગાયની રાખ ભેગી કરવી, અને છાવણી બહાર શુદ્ધ કરેલી જગ્યાએ તેની ઢગલી કરવી. અને તે રાખ વ્યક્તિના પાપ દૂર કરવાની વિધિ માંટેનું પાવકજળ બનાવવા રાખી મૂકવી. 10 “જે માંણસે ગાયની રાખ ભેગી કરી હોય તેણે પોતાનાં કપડાં ધોઈ નાખવાં, પણ તે સાંજ સુધી અશુદ્ધ ગણાશે.“ઇસ્રાએલી પ્રજા માંટે અને તમાંરી ભેગા રહેતા વિદેશીઓ માંટે આ કાયમી નિયમ છે. 11 જે કોઈ મનુષ્યના મૃતદેહને સ્પર્શ કરે તેને સાત દિવસ સૂતક પાળવું. 12 પછી તેણે ત્રીજે અને સાતમે દિવસે પાવકજળ વડે પોતાની શુદ્ધિ કરાવવી. ત્યારબાદ તે શુદ્ધ થયો ગણાશે. પણ જો તે આ પ્રમાંણે ત્રીજા દિવસે અને સાતમે દિવસે પોતાની શુદ્ધિ નહિ કરાવે તો તે શુદ્ધ નહિ ગણાય. 13 જે કોઈ મનુષ્ય મૃતદેહને સ્પર્શ કર્યા પછી જણાવેલી રીત મુજબ પોતાને શુદ્ધ નહિ કરે તો તે યહોવાના મુલાકાતમંડપને અશુદ્ધ કરે છે. તેના પર શુદ્ધિજળ છાંટવામાં આવ્યું નથી તેથી તેવા માંણસનો બહિષ્કાર કરવો, કારણ કે તે યહોવાના મંદિરને અપવિત્ર કરે છે. 14 “જો કોઈ માંણસ તંબુમાં મૃત્યુ પામે તો તે માંટે આ નિયમો છે: તંબુમાં તે વખતે પ્રવેશ કરનારા અને મૃત્યુ સમયે હાજર રહેનારા સૌને સાત દિવસનું સૂતક લાગે. 15 મંડપમાંનું ઢાકણ વગરનું પ્રત્યેક માંત્ર અશુદ્ધ ગણાય. 16 જો કોઈ મંડપની બહાર હથિયારથી અથવા કુદરતી રીતે મૃત્યુ પામેલા માંણસને સ્પર્શ કરે અથવા હાડકાંને કે કબરને સ્પર્શ કરે તો તે સાત દિવસ સૂતકી ગણાય. 17 “આવા સૂતક માંટે પાપાર્થાર્પણની લાલ ગાયની રાખને વાસણમાં લઈ ઝરાના પાણી સાથે મિશ્ર કરવી. 18 ત્યારબાદ જે વ્યક્તિ શુદ્ધ ના હોય તેણે ઝુફો લઈને એ પાણીમાં બોળીને તેના વડે મંડપ ઉપર અને તેમાંનાં બધાં પાત્રો ઉપર તથા તેમાંના બધા માંણસો ઉપર છાંટવું, જેણે વ્યક્તિના હાડકાને કે મરેલા કે માંરી નાખવામાં આવેલા વ્યક્તિના મૃતદેહને કે કબરને સ્પર્શ કર્યો હોય તો તે વ્યક્તિ ઉપર પણ છાટવું. 19 “સૂતક વગરના માંણસે સૂતકવાળા માંણસ ઉપર ત્રીજે અને સાતમે દિવસે પાણી છાંટવું. અને સાતમે દિવસે તેણે તે માંણસની શુદ્ધિ કરવી. સૂતકી માંણસે એ દિવસે પોતાના કપડા ધોઈ નાખવાં, પોતે આખા શરીરે સ્નાન કરવું, એટલે સાંજે તે શુદ્ધ થયો ગણાશે. 20 “પરંતુ જો કોઈ સૂતકી પોતાની શુદ્ધિ ન કરાવે તો તેનો સમાંજમાંથી બહિષ્કાર કરવો, કારણ, તેણે પવિત્ર મંડપને ભ્રષ્ટ કર્યુ છે, તેના પર શુદ્ધિજળ છાંટવામાં આવ્યું નથી, તેથી તે સૂતકી છે. 21 આ તમાંરે માંટે કાયમી નિયમ છે. પાણીનો છંટકાવ કરનાર વ્યક્તિ ત્યારબાદ પોતાનાં કપડાં ધોઈ નાખે. વળી જે કોઈ તે પાણીને સ્પર્શ કરે તે પણ સાંજ સુધી સૂતકી ગણાય. 22 સૂતકી વ્યક્તિ જે કોઈ વસ્તુને સ્પર્શ કરે તે પણ સાંજ સુધી અશુદ્ધ ગણાય; અને તે વસ્તુને સ્પર્શ કરનાર વ્યક્તિ પણ સાંજ સુધી અશુદ્ધ ગણાય.”
Total 36 Chapters, Selected Chapter 19 / 36
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

gujarati Letters Keypad References