4. તમારી જેમ હું પણ બોલી શકું છું; જો તમારો આત્મા મારા આત્માની જગાએ હોત, તો હું તમારી સાથે દલીલ કરત, અને તમારી સામે મારું માથું ધુણાવત.
|
6. જો કે હું બોલું છું, તોપણ મારો ખેદ ઠંડો થતો નથી; અને જો કે હું સહન કરું, તોપણ મને કેવી રીતે આરામ થાય?
|
8. તેં મને કરમાવી નાખ્યો છે, એ જ મારી વિરુદ્ધ સાક્ષી છે. અને મારી દુર્બળતા મારી વિરુદ્ધ ઊઠીને મારે મોઢે ચઢીને સાક્ષી પૂરે છે.
|
9. તેમણે પોતાના ક્રોધમાં મને ચીરી નાખ્યો છે, અને મને સતાવ્યો છે; તેમણે મારી સામે પોતાના દાંત પીસ્યા છે; મારો વેરી પોતાની આંખો મારી સામે કરડી કરે છે.
|
10. તેઓએ મારી વિરુદ્ધ પોતાનું મોં પહોળું કર્યું છે; મહેણાં મારીને તેઓએ મારા ગાલ પર તમાચા માર્યા છે; તેઓ મારી વિરુદ્ધ એકત્ર થાય છે.
|
12. હું સુખચેનમાં હતો, ત્યારે તેમણે મને કચડી નાખ્યો. હા, તેમણે મને ગરદનેથી પકડીને અફાળી ચૂરો કર્યો છે. તેમણે મારા પર પોતાનું નિશાન તાકી રાખ્યું છે.
|
13. તેમના ધનુર્ધારીઓએ મને ચારે તરફ ઘેરી લીધો છે, તે મારું હ્રદય ફાડી નાખે છે, ને દયા રાખતા નથી; તે મારું પિત્ત જમીન પર ઢોળે છે.
|