પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. મુખ્ય ગવૈયા યદૂથૂન માટે. દાઉદનું ગીત. મેં કહ્યું, “હું મારા માર્ગોને સંભાળીશ કે, હું મારી જીભે પાપ ન કરું. દુષ્ટો મારી આગળ હોય ત્યાં સુધી હું મારું મુખ લગામથી કબજે રાખીશ.”
2. હું મૂંગો થઈને છાનો રહ્યો, ખરું બોલવાથી પણ હું છાનો રહ્યો; અને મારો શોક વધી ગયો.
3. મારું હ્રદય મારામાં તપી ગયું; મારા વિચારોનો અગ્નિ સળગી ઊઠયો. તેથી હું મારી જીભે બોલ્યો,
4. “હે યહોવા, મારો અંત [ક્યારે છે]? તથા મારા આયુષ્યનું માપ કેટલું છે, તે મને જણાવો; હું કેવો ક્ષણભંગુર છું તે મને સમજાવો.”
5. તમે મારા દિવસ મૂઠીભર કર્યા છે! મારું આયુષ્ય તમારી આગળ શૂન્ય જેવું છે; ખરેખર, ઉચ્ચ સ્થિતિનું માણસ પણ વ્યર્થ છે.
6. નિશ્ચે દરેક માણસ આભાસરૂપે હાલેચાલે છે; નિશ્ચે તે મિથ્યા ગભરાય છે; તે સંગ્રહ કરે છે, અને તે કોણ ભોગવશે એ તે જાણતો નથી.
7. હવે, પ્રભુ, હું શાની વાટ જોઉં? મારી આશા તમારા પર છે.
8. મારા સર્વ અપરાધોથી મારો છૂટકો કરો, મૂર્ખો મારી મશ્કરી કરે, એવું થવા ન દો.
9. હું મૂંગો રહ્યો હતો, મેં મારું મુખ ઉઘાડયું નહિ; કેમ કે તમે જ એ કર્યું.
10. તમારી [મોકલેલી] આફત મારાથી દૂર કરો; તમારા હાથના ધક્કાથી મારો ક્ષય થાય છે.
11. તમે માણસને તેના અન્યાયને કારણે ઠપકાથી શિક્ષા કરો છો, ત્યારે તમે તેની સુંદરતાનો પતંગિયાની જેમ નાશ કરી દો છો; નિશ્ચે દરેક માણસ વ્યર્થ છે. (સેલાહ)
12. હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો, મારી અરજ પર કાન ધરો; મારાં આંસુ જોઈને ચૂપ બેસી ન રહો; કેમ કે હું તમારી સાથે પ્રવાસી તરીકે છું, મારા સર્વ પિતૃઓની જેમ હું પણ મુસાફર છું.
13. હું અહીંથી જાઉં, અને હતો ન હતો થાઉં તે પહેલાં તમારી કરડી નજર મારા પરથી દૂર કરો કે, હું બળ પામું.

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 39 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 39:21
1. મુખ્ય ગવૈયા યદૂથૂન માટે. દાઉદનું ગીત. મેં કહ્યું, “હું મારા માર્ગોને સંભાળીશ કે, હું મારી જીભે પાપ કરું. દુષ્ટો મારી આગળ હોય ત્યાં સુધી હું મારું મુખ લગામથી કબજે રાખીશ.”
2. હું મૂંગો થઈને છાનો રહ્યો, ખરું બોલવાથી પણ હું છાનો રહ્યો; અને મારો શોક વધી ગયો.
3. મારું હ્રદય મારામાં તપી ગયું; મારા વિચારોનો અગ્નિ સળગી ઊઠયો. તેથી હું મારી જીભે બોલ્યો,
4. “હે યહોવા, મારો અંત ક્યારે છે? તથા મારા આયુષ્યનું માપ કેટલું છે, તે મને જણાવો; હું કેવો ક્ષણભંગુર છું તે મને સમજાવો.”
5. તમે મારા દિવસ મૂઠીભર કર્યા છે! મારું આયુષ્ય તમારી આગળ શૂન્ય જેવું છે; ખરેખર, ઉચ્ચ સ્થિતિનું માણસ પણ વ્યર્થ છે.
6. નિશ્ચે દરેક માણસ આભાસરૂપે હાલેચાલે છે; નિશ્ચે તે મિથ્યા ગભરાય છે; તે સંગ્રહ કરે છે, અને તે કોણ ભોગવશે તે જાણતો નથી.
7. હવે, પ્રભુ, હું શાની વાટ જોઉં? મારી આશા તમારા પર છે.
8. મારા સર્વ અપરાધોથી મારો છૂટકો કરો, મૂર્ખો મારી મશ્કરી કરે, એવું થવા દો.
9. હું મૂંગો રહ્યો હતો, મેં મારું મુખ ઉઘાડયું નહિ; કેમ કે તમે કર્યું.
10. તમારી મોકલેલી આફત મારાથી દૂર કરો; તમારા હાથના ધક્કાથી મારો ક્ષય થાય છે.
11. તમે માણસને તેના અન્યાયને કારણે ઠપકાથી શિક્ષા કરો છો, ત્યારે તમે તેની સુંદરતાનો પતંગિયાની જેમ નાશ કરી દો છો; નિશ્ચે દરેક માણસ વ્યર્થ છે. (સેલાહ)
12. હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો, મારી અરજ પર કાન ધરો; મારાં આંસુ જોઈને ચૂપ બેસી રહો; કેમ કે હું તમારી સાથે પ્રવાસી તરીકે છું, મારા સર્વ પિતૃઓની જેમ હું પણ મુસાફર છું.
13. હું અહીંથી જાઉં, અને હતો હતો થાઉં તે પહેલાં તમારી કરડી નજર મારા પરથી દૂર કરો કે, હું બળ પામું.
Total 150 Chapters, Current Chapter 39 of Total Chapters 150
×

Alert

×

gujarati Letters Keypad References